________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
८ स्थानकाध्ययने आलोचकेतरगुणदोषाः ५९७ सूत्रम् लज्जाए गारवेण य, बहुस्सुयमएण वा वि दुच्चरियं । जे न कर्हिति गुरूणं, न हु ते आराहगा होंति ॥५॥
[ત્તરા॰ નિ૦ ૨૧૭ ત્તિ]
અનુચિત અનુષ્ઠાનને છુપાવવારૂપ લજ્જાથી, ૠદ્ધિ, રસ અને સાતારૂપ ગૌરવથી, તથા હું બહુશ્રુત છું માટે અલ્પશ્રુતજ્ઞ, મારો શલ્ય કેમ ઉદ્ધરશે અથવા હું એને વંદનાદિ કેમ કરું? આવા મદથી પણ જે પુરુષો, પોતાનું દુશ્ચરિત્ર-દોષ, ગુરુ સમક્ષ કહેતા નથી, તે ભારેકર્મી જીવો, આરાધક થતા નથી. (૫)
नवि तं सत्थं व विसं, व दुप्पउत्तो व कुणइ वेयालो । जंतं व दुप्पउत्तं, सप्पो व पमाइओ कुद्धो ||६||
जं कुइ भावसल्लं, अणुद्धियं उत्तमट्टकालंमि । दुल्लहबोहिअत्तं, अनंतसंसारियत्तं वा ॥ ७ ॥ । [ ओघ नि० ८०३ - ४ त्ति ]
અનશનકાલમાં નહિ ઉદ્ઘરેલું અતિચારરૂપ શલ્ય, જે કરે છે–દુઃખ આપે છે તે દુઃખ. શસ્ત્ર પણ કરે નહિ, વિષ પણ કરે નહિ, અથવા દુષ્પ્રયુક્ત-દુઃસાધિત વૈતાલ પણ કરે નહિ, દુષ્પ્રયુક્ત યંત્ર અથવા કોપ પામેલ સર્પ પણ પ્રમાદિ પુરુષને દુઃખ કરે નહિ, કેમ કે નહિ ઉદ્ધરેલું શલ્ય, દુર્લભબોધિપણું અથવા અનંત સંસારીપણું કરે છે. મતલબ કે-શસ્ત્રાદિ એક જન્મ પર્યંત દુઃખ આપે છે અને શલ્ય અનંતા જન્મો સુધી દુઃખ આપે છે. (૬–૭) આ ચોથુ ૪.
'ામપિ' ઇત્યાદિ વડે તો અર્થની પ્રાપ્તિ-કાર્યસિદ્ધિ કહેલી છે. કહ્યું છે કે—
उद्धरियसव्वसल्लो, भत्तपरिन्नाऍ धणियमाउत्तो । मरणाराहणजुत्तो, चंदगवेज्झं समाणेइ ||८|| [ ओघ नि० ८०७ त्ति] ઉદ્ધાર કરેલ છે સર્વ શલ્યનો જેણે એવો અને ભક્તપરિજ્ઞા-પ્રત્યાખ્યાનમાં અત્યંત ઉપયોગવાળો તથા મરણની આરાધનામાં યુક્ત પુરુષ, ચંદ્રકવેધને સંપૂર્ણ કરે છે અર્થાત્ સંપૂર્ણ આરાધનાને કરે છે. (૮)
આ એક પણ અતિચાર કરીને આલોચનાદિ કરનારને આરાધનારૂપ પાંચમું ૫, એવી રીતે ઘણા અતિચારરૂપ માયા કરીને આલોચના ન ક૨વાથી અનર્થ થવારૂપ છઠ્ઠું અને આલોચના ન કરવાથી અર્થ-લાભ થવારૂપ સાતમું ૬-૭, તથા મારા આચાર્ય–ઉપાધ્યાયને અતિ શેષ-અતિશયવાળા જ્ઞાનદર્શન (જો) ઉત્પન્ન થાય (તો) મને જાણશે. 'મારૂં મેષ'—આ માયાવી છે. આ ઉલ્લેખ વડે આવા પ્રકારના ભયથી આલોચે છે, આ આઠમું ૮, શેષ સૂત્ર, આ લોક, ઉપપાત અને આજાતિગર્હિતરૂપ ત્રણ પદના વિવરણથી જાણવા યોગ્ય છે. તેમાં માયાવી, માયાને કરીને અહિં કેવો થાય તે કહેવાય છે. આ શેષ વાક્ય સમજવું. 'સે' એટલે જે નવતઃ (થતું) એ અર્થમાં પણ પ્રસિદ્ધ છે. યથા—દૃષ્ટાંતના ઉપન્યાસમાં છે 'નામ'—સંભાવનામાં અથવા અલંકારમાં છે. ઞયઞ ્ઃ—લોહનો આકર અર્થાત્ જ્યાં લોઢું ધમાય છે 'કૃતિ' શબ્દ ઉપદર્શનમાં અને 'વા' વિકલ્પમાં છે. તિા—ધાન્ય વિશેષરૂપ તિલના અવયવો પણ તિલા–તલસરા. તેનો અગ્નિ અર્થાત્ તેને બાળવામાં પ્રવર્તેલ અગ્નિ તે તિલાગ્નિ, એવી રીતે બીજા અગ્નિવિશેષો જાણવા. વિશેષ એ કે—તુષાઃ—કોદ્રવા વગેરેના ફોતરા, બુર્સ—યવ વગેરેના કુકશા, નતઃ—પોલો સરના જેવા આકારવાળો તે નળ, જ્ઞાનિ—પાંદડાંઓ, સુણ્ડિાઃ—પેટીના જેવા આકારવાળા દારુના લોટને બાફવાના ભાજનો, અથવા કવેલીઓ (કડાઈઓ) સંભવે છે. તેની હ્રિછાનિ—ચૂલીના સ્થાનો સંભવે છે. વૃદ્ધોએ કહ્યું છે કે-''મોતિયસડિયમંડિયત્તિસ્થાન્તિ અને શ્રયાઃ'' અર્થાત્ ‘‘ગોલી, સુંડિકા અને ભંડિકાના લિંછો, અગ્નિના આશ્રયવાળા છે.’’ બીજાઓએ તો કહ્યું છે કે–દેશભેદની રૂઢિથી આ લોટને પચાવનારા અગ્નિ વગેરેના ભેદો છે. મેં પણ એનો આશ્રય કરીને જ સંભાવના કરેલ છે તથા ભંડિકા-સ્થાલીઓ (હાંડલીઓ), તેજ મોટી સ્થાલીઓ ગોલિકા, આ બે શબ્દ પ્રસિદ્ધ છે. સિઁછાનિ-તે જ (ચૂલીના સ્થાનો) છે. કુંભારનો પાક-વાસણ પચાવવાનું સ્થાન, વેલ્તુનિ—નળીઆઓ પ્રસિદ્ધ છે, તેઓનું પચાવવું પણ પ્રસિદ્ધ જ છે. ખંતવાડ ઘુલ્લી—ઇક્ષુયંત્રપાટચુલ્લી અર્થાત્ ગોળ બનાવવા માટે કરાતી ચૂલી, 'તોહારંવરસાળિ' લોહારના અંબરીષો–ભટ્ટીના સ્થાનો તે લોહકારામ્બરીખો, તપ્ત–ઉષ્ણ, સમાનતુલ્ય, જાજ્વલ્યમાનપણાથી, જ્યોતિષા—અગ્નિ વડે થયેલા તે સમજ્યોતિભૂત. કિંશુકફૂલ-ખાખરાનું ફૂલ (કેશુડા) તેની સમાન રક્ત પણાને લઈને ઉલ્કાની જેમ ઉલ્કાઅગ્નિના પિંડો, તેના સહસ્રો ‘આ’ શબ્દ પ્રચુરપણું બતાવનાર છે, મૂકે છે. મૂકે છે. એમ વારંવાર અર્થમાં દ્વિવચન છે. અંગારઅતિશય
220