________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
८ स्थानकाध्ययने प्रतिमारे गुणाः योनिसंग्रहः अष्टकर्मचयादि ५९४-५९६ सूत्राणि
ઔપપાતિકપણામાં જાય. એ પ્રમાણે પોતજો પણ જાણવા. જરાયુજો પણ એમજ જાણવા. શેષ રસજાદિ પાંચને આઠ પ્રકારે ગતિ આગતિ નથી. //૫૧પ/ જીવો, આઠ કર્મની પ્રકૃતિઓને એકત્ર કરેલ છે, કરે છે અને એકત્ર કરશે, તે આ પ્રમાણે—જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ક, નામ, ગોત્ર અને અંતરાય. નરયિકો આઠ કર્મની પ્રકૃતિને એકત્ર કરેલ છે, કરે છે અને એકત્ર કરશે. જીવો આઠ કર્મની પ્રકૃતિને એકત્ર કરેલ છે, કરે છે અને કરશે. એ પ્રમાણે નિરંતર (આંતરા રહિત) ૨૪ દંડકોને વિષે વૈમાનિક પર્યત કહેવું. જીવો આઠ કર્મપ્રકૃતિઓને પુષ્ટ કરતા હતા, પુષ્ટ કરે છે અને પુષ્ટ કરશે. એજ પ્રમાણે એમ ચય-એકત્ર કરવું, ૧, ઉપચય-પુષ્ટ કરવું ૨, બંધ-નિર્માપણ કરવું–બાંધવું ૩, ઉદીરણ-ઉદયમાં નહિ આવેલ કર્મને વીર્યવિશેષરૂપ ઉદીરણાકરણ વડે આકર્ષીને ઉદયમાં લાવવું ૪, વેદન–સ્વવિપાક વડે ભોગવવું ૫, અને નિર્જરા-કર્મપ્રદેશોને આત્મપ્રદેશોથી દૂર કરવું. ૬-આ છ પદ ચોવીશ દંડકને વિષે કહેવા, એમ એક સો ચમ્માલીશ
આલાપક થાય, તેની સાથે પ્રથમના સામાન્યતઃ કહેલ છ આલાપક મેળવતાં એકંદર દોઢસો આલાપક થાય. //પ૯૬ll | (ટી) "ગદી' ત્યાદિ આ સૂત્રનો પૂર્વ સૂત્રની સાથે આ પ્રમાણે સંબંધ છે. અનંતર પગલો કહ્યા, તે કામણો-કર્મવર્ગણા -
સંબંધી, પ્રતિમાવિશેષને અંગીકાર કરનારાઓના, વિશેષતઃ નિર્જરાય છે માટે એકાકી વિહારરૂપ પ્રતિમાને યોગ્ય પુરુષ, નિરૂપણ કરાય છે. એવી રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા–સંહિતાદિની ચર્ચા તો પ્રસિદ્ધ જ છે. વિશેષ એ કે-અષ્ટસ્થાનોગુણવિશેષો વડે સંપન્ન–યુક્ત અણગાર-સાધુ યોગ્ય થાય છે. 'પતિ' ત્તિએકાકીપણે વિહાર-ગામાદિમાં વિચરવું તે જ પ્રતિમાઅભિગ્રહ તે એકાકી વિહારપ્રતિમા. જિનકલ્પ પ્રતિમા અથવા માસિકી વગેરે ભિક્ષપ્રતિમા, તેને સ્વીકારીને. બામ શબ્દ વાક્યના અલંકારમાં છે. 'વિદતું-ગ્રામાદિને વિષે વિચરવાને અર્થે, તે આ પ્રમાણે–“સદ્ધિ' ત્તિ શ્રદ્ધા-તત્ત્વોને વિષે શ્રદ્ધાન–આસ્તિષ્પવાળો અથવા અનુષ્ઠાનોને વિષે પોતાની રુચિવાળો અર્થાત્ સકલ દેવના નાયકો વડે પણ નહિ ચલાવી શકાય એવા સમ્યક્ત ચારિત્રવાળો, પુરુષજાત-પુરુષનો પ્રકાર ૧, તથા સત્ય-સત્યવાદી, પ્રતિજ્ઞામાં શુર હોવાથી અથવા સત્વો-(જીવો)ને હિતકર હોવાથી સત્ય ૨, તથા શ્રતને ગ્રહણ કરવાની શક્તિરૂપ મેધાવાળો હોવાથી મેધાવી અથવા 'મેરાઈ ધાવતિ' ત્તિ મેધાવી–મર્યાદામાં વર્તનારો ૩, તથા મેધાવીપણાથી બહુ-પ્રચુરકૃત-આગમસૂત્ર તથા અર્થ છે જેની પાસે તે બહુશ્રુત, તે ઉત્કૃષ્ટથી અસંપૂર્ણ-કંઈક ન્યૂન દશ પૂર્વધર અને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી (આચાર) વસ્તુનો જાણનાર ૪, તથા શક્તિમાનું સમર્થ, અર્થાત્ પાંચ પ્રકારની તુલના કરેલ છે જેણે એવો, તે આ પ્રમાણે—. तवेण सत्तेण सुत्तेण, एगत्तेण बलेण य । तुलणा पंचहा वुत्ता, जिणकप्पं पडिवज्जओ।॥१॥[बृहत्कल्प० १३२८ त्ति]
તપ વડે, સત્વ-વૈર્યવડે, શ્રુત વડે, એકત્વ વડે અને બલ વડે, એમ પાંચ પ્રકારે જિનકલ્પ સ્વીકારનારને પ્રથમ તુલના કરવી કહેલ છે (૧)
તે આ પ્રમાણે–તપની તુલના યાવત્ દેવાદિક વડે ઉપસર્ગ થયે છતે છ માસ પર્યત પણ સુધાને સહન કરે, ઉપવાસી રહે ૧, સત્વની તુલના-ઉપાશ્રયમાં, ઉપાશ્રયની બહાર, શૂન્યગૃહ અને સ્મશાન વગેરેમાં રહેતા છતાં પણ ભયને પામે નહિં ૨, શ્રુતની તુલના-પોતાના નામની જેમ સર્વ શ્રુત કંઠાગ્ર હોય અને તેથી મેઘાદિ વડે આચ્છાદિત સમયમાં પણ પોરસી વગેરે કાલને બરાબર જાણીને યોગ્ય સમયે સર્વ ક્રિયા કરે ૩, તથા એકત્વ તુલના-જો કે દીક્ષા લીધા પછી પુત્રાદિને વિષે સ્નેહનો પાસ છુટેલ હોય છે તથાપિ ગચ્છમાં ગુરુ વગેરેને વિષે પ્રતિબંધ હોય છે તેના સ્નેહનો પણ ત્યાગ કરે અને એમ ચિંતવે કે સર્વે આત્મા સમાન છે, કોઈ સ્વપર નથી એમ ભાવે ૪, હવે બલની તુલના કહે છે-શારીરિક બળ અને ભાવબલ, તેમાં શારીરિક બલ પણ બીજાઓથી વિશેષ હોવું જોઈએ, દઢ સંઘયણવાળો જ એ સ્વીકારી શકે, ભાવ-રાગ તે અપ્રશસ્ત અને પ્રશસ્ત તેમાં અપ્રશસ્ત તે પુત્રાદિ ઉપરનો અને પ્રશસ્ત-ગુરુ વગેરે ઉપરનો. તેમાં પ્રશસ્ત રાગનો પણ ક્રમે ક્રમે ત્યાગ કરે. જેટલો જેટલો રાગનો ત્યાગ તેટલો ભાવબલ જાણવો. ૫. આ પાંચ તુલના (ભાવના) વડે યુક્ત જિનકલ્પને અંગીકાર કરે છે.
(214