________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २७ स्थानकाध्ययने सातासातानुभवः पूर्वादिद्वाराणि नक्षत्राणि कूटानि योनयश्चयनादि ५८८-५९३ सूत्राणि
पूर्वायामौदीच्यं प्रातीच्यं दक्षिणाभिधानायाम्। याम्यं तु भवति मध्यममपरस्यां यातुराशायाम् ।।९८ ।। येऽतीत्य यान्ति मूढाः परिघाख्यामनिलदहनदिग्रेखाम्। निपतन्ति तेऽचिरादपि दुर्व्यसने निष्फलारम्भाः ।।९९।।
કૃતિકાદિ સાત નક્ષત્રો પૂર્વદિશામાં, મઘાદિક સાત નક્ષત્રો દક્ષિણ દિશામાં, અનુરાધાદિ સાત નક્ષત્રો પશ્ચિમ દિશામાં અને ઘનિષ્ઠાદિ સાત નક્ષત્રો ઉત્તર દિશામાં દ્વારવાળા છે (૯૬) સન્મુખ જતાં મનુષ્યોને ગમનમાં શુભ પ્રાપ્તિ થાય છે, અને પૂર્વનક્ષત્રસપ્તક ઉત્તરદિશાએ ગમનમાં મધ્યમ કહેલ છે. (૯૭) ઉત્તરનક્ષત્રસપ્તક પૂર્વદિશાએ ગમનમાં મધ્યમ છે. દક્ષિણનક્ષત્રસન્નક પશ્ચિમ દિશાએ ગમનમાં મધ્યમ છે અને પશ્ચિમનક્ષત્રસપ્તક, દક્ષિણ દિશાએ ગમનમાં મધ્યમ છે (૯૮) ઉપ૨ોક્ત દિશાને ઉલ્લંઘીને જે મૂઢો જાય છે તે પરિધશસ્ત્ર, વાયુ અને અગ્નિરૂપ દિગ્વેખા સંબંધી કષ્ટમાં તરત જ પડે છે. અને નિલૢારંભ કાર્યવાળા થાય છે (૯૯) ૫૮૯
દેવના અધિકારથી દેવોના નિવાસભૂત કૂટ વિષયક બે સૂત્ર છે—'નવૂ' ઇત્યાદિ સુગમ છે. કેવલ 'સોમાસે' ત્તિ સૌમનસ નામના ગજદંતક પર્વત ઉ૫૨ દેવકુરુની પશ્ચિમે 'નિ' શિખરો છે. 'સિદ્ધે' ICI॰ સિદ્ધાયતન વડે ઓળખાતો ફૂટ તે સિદ્ધકૂટ, મેરુની સમીપમાં છે. એવી રીતે બધાય ગજદંતક પર્વતોને વિષે સિદ્ધાયતનો છે. શેષ કૂટો તેની પરંપરાએ છે. 'સોમળસે' ત્તિ॰ સૌમનસકૂટ, સૌમનસ નામના તેના અધિષ્ઠાતા દેવના ભવન વડે ઓળખાયેલું છે. મંગલાવતી વિજય સમાન નામવાળા દેવનું મંગળાવતી ફૂટ છે, એવી રીતે દેવકુરુના દેવના નિવાસવાળો ફૂટ તે દેવકુરુ ફૂટ છે. યથાર્થ નામવાળા વિમળકૂટ અને કાંચનકૂટ ક્રમશઃ વત્સા અને વમિત્ર નામા અધોલોકમાં વસનારી બે દિકુમારી (દેવી) ના નિવાસભૂત છે. વશિષ્ટકૂટ, વશિષ્ટનામના દેવના નિવાસભૂત છે. એવી રીતે આગળના ફૂટોમાં પણ સમજવું. ગંધમાદન પર્વત ગજદંતકજ છે. તે ઉત્તરકુરુની પશ્ચિમ દિશાએ છે. તત્ર 'સિદ્ધે' હા, વિશેષ એ કે–સ્ફટિક ફૂટ અને લોહિતાક્ષકૂટ, અધોલોકમાં વસનારી ભોગંકરા અને ભોગવતીનામા બે બે દિશાકુમારી (દેવી) ના નિવાસભૂત છે. I૫૯૦
ફૂટોને વિષે પણ પુષ્પકરણીના જળમાં દ્વીન્દ્રિયો હોય છે માટે દ્વીન્દ્રિયસૂત્ર 'વેન્દ્રિયાĪ' ઇત્યાદિ. નાતૌ—બેઇન્દ્રિયની જાતિમાં જે કુલકોટિઓ તે જાતિકુલકોટિઓ, તે એવી યોનિપ્રમુખોબે લાખની સંખ્યાએ બેઇદ્રિયના ઉત્પત્તિસ્થાનદ્વારા તે જાતિકુલકોટિ યોનિપ્રમુખો, અહિં વિશેષણરૂપ પરપદ પ્રાકૃતપણાથી છે. તેઓની શતસહસ્રો-લાખો છે, તાત્પર્યાર્થ આ છે કેદ્વીન્દ્રિયની જાતિમાં જે યોનિઓ છે તેમાંથી ઉત્પન્ન થયેલ જે કુલકોટિઓ છે તેઓની સંખ્યા સાત લાખની કહેલી છે. તેમાં યોનિ જેમ ગોમય (છાણ), તેમાં એક યોનિમાં પણ વિચિત્ર આકારવાળા કૃમિ વગેરે (બહુ) કુલો હોય છે. II૫૯૧॥
શેષ ધ્રુવગણ્ડિકા સંબંધ સહિત પૂર્વવત્ વ્યાખ્યા કરવા યોગ્ય છે. I૫૯૨-૫૯૩॥ II ઇતિ શ્રીમદ્દ અભયદેવસૂરિવિરચિત સ્થાનાંગ સૂત્રના
સાતમા સપ્તમસ્થાન નામના અધ્યયનની ટીકાનો અનુવાદ સમાપ્ત II
1. દરેક ઠાણામાં આ બે વર્ણનો આવે છે. એક કર્મના ઉપાર્જનાદિ સંબંધી તથા પુદ્દગલ સંબંધી તેથી ધ્રુવગણ્ડિકા કહેલ છે એમ સમજાય છે. ‘મુમુક્ષુ! માન સન્માનની લાલચથી ભક્તોના સમુદાયની ભૂખ વગેરે કારણોથી દેવીબળની ઉપાસના કર્યે જવી કોઈપણ મુનિ માટે લેશમાત્ર પણ ઈચ્છનીય નથી. એટલું જ નહિં સંઘહિતના એકમાત્ર શુદ્ધ લક્ષથી પણ દેવી ઉપાસના તરફ જવું ઠીક લાગતું નથી. -પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી, ‘મુ.જી.બા.પો.’ પૃ. ૧૧૮ આ ઉદ્ગારો કેટલા મનનીય અને વિચારણીય છે એનો વિચાર આજના પ્રત્યેક ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ઉપાધ્યાય તેમજ મુનિભગવંતોએ કરવો જોઈએ.
212