________________
७ स्थानकाध्ययने निह्नवस्वरूपम् ५८७ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વળી કિંચિત્ સ્પર્શાયેલ અને બંધાયેલ–બદ્ધ-સ્પષ્ટ કર્મ, કાલાંતરે નાશ પામે છે, આર્દ્ર લેપવાળી (ભીનાશવાળી) ભીંત પર ફેંકેલ ચીકાશવાળા ચૂર્ણની જેમ. વળી કિંચિત્ કર્મ, સ્પર્શેલું, બાંધેલું, અને નિકાચિત કરેલું જીવની સાથે એકત્વપણાને પ્રાપ્ત થયું હોય– [તીવ્ર અધ્યવસાયાદિ વડે અપવર્તનાદિકરણને અયોગ્ય કર્યું હોય] તે–કાલાંતરે વેદાય છે—અવશ્ય ભોગવવું પડે છે. એવી રીતે સાંભળીને ગોટામાહિલ બોલ્યો–એમ માનવાથી તો મોક્ષનો અભાવ પ્રાપ્ત થાય છે. કેવી રીતે? જીવથી કર્મ જૂદો નહિ થાય. કારણ? અન્યોઅન્ય વિભાગ રહિત બંધાયેલ હોવાથી પોતાના પ્રદેશની જેમ. કહ્યું છે કે–
सोउ भइ सदो, वक्खाणमिणं ति पावइ जओ ते । मोक्खाभावो जीवप्पएसकम्माविभागाओ ।। ९४ ।। नहि कम्मं जीवाओ, अवेइ अविभागओ पएस व्व । तदणवगमादमोक्खो, जुत्तमिणं तेण वक्खाणं ।। ९५ ।। [વિશેષાવશ્ય ર૯-૧૬ fi]
વિન્ધ મુનિ પાસેથી સાંભળીને ગોષ્ટામાહિલ' બોલ્યો કે–આ વ્યાખ્યાન દોષવાળું છે. કેમ કે એથી તો જીવના પ્રદેશનો અને કર્મનો વિભાગ–જૂદાપણું ન થવાથી મોક્ષનો અભાવ પ્રાપ્ત થશે (૯૪) ઉપરોક્ત કથનના અનુસા૨ે તો જીવ અને કર્મનો અગ્નિ અને લોહપિંડની માફક તાદાત્મ્ય સંબંધ થવાથી કર્મ, એ જીવથી ક્યારે પણ દૂર નહિ થાય. પોતાના પ્રદેશની જેમ અને કર્મનો નાશ ન થવાથી મોક્ષ નહિ થાય તેથી આ મારું કથન યુક્ત છે કે સ્પષ્ટ (સ્પર્શાયેલ) માત્રતારૂપ કર્મનો જીવની સાથે સંબંધ છે [સર્પકંચુકીવત્]. (૯૫)
ܕ
તથા જીવ કર્મ વડે સ્પર્શાયેલ છે પરંતુ બંધાતો નથી, વિયોગ થતો હોવાથી, કંચુક-સર્પની કાંચલીની જેમ સ્પર્શ માત્ર સંબંધવાળો જીવ છે. એમ સાંભળીને વિન્ધ્ય સાધુએ આ હકીકત આચાર્ય પાસે નિવેદન કીધે છતે આચાર્યો. વિન્ધ્યમુનિને જે જણાવ્યું તે સાંભળીને વિન્ધ્યમુનિએ ગોષ્ઠામાહિલને કહ્યું કે–ભો ભદ્ર! જે તેં કહ્યું કે જીવથી કર્મ જૂદો થતો નથી. તેમાં (તારા કથનમાં) પ્રત્યક્ષ વડે બાધિત પ્રતિજ્ઞા છે અર્થાત્ પ્રત્યક્ષ વિરુદ્ધ માનવું છે. કારણ? આયુષ્યકર્મના વિયોગરૂપ મરણનું પ્રત્યક્ષપણું છે, હેતુ પણ અનેકાંતિક છે કેમ કે અન્યોન્ય અવિભાગ (એકત્ર) સંબંધવાળા ક્ષીર અને નીર વગેરેનો ઉપાય વડે વિયોગ થતો જોવાય છે. દૃષ્ટાંત પણ સાધનધર્મને અનુરૂપ નથી, કેમ કે સ્વપ્રદેશનું વિયોગપણું અસિદ્ધ છે, કારણ? તદ્રુપતા વડે અનાદિસ્વરૂપ છે. જીવથી કર્મ ભિન્ન છે, વળી જે તેં કહ્યું કે “જીવ, કર્મ વડે માત્ર સ્પર્શાયેલ છે પરંતુ બંધાતો નથી.’’ ઇત્યાદિ, તે તારા કથનમાં શું જીવના દરેક પ્રદેશને આકાશની જેમ-(કર્મ) સ્પર્શેલું છે કે ત્વર્ માત્ર [જીવના પર્યંત ભાગને] કંચુકની જેમ? જો આદ્ય પક્ષને તું સ્વીકારતો હો દૃષ્ટાંત અને દાતિકનું વૈષમ્ય છે, કેમ કે કંચુક વડે દરેક પ્રદેશ, નહિ સ્પર્શાયેલ હોવાથી અને જો બીજો પક્ષ કહેતો હો તેથી અપાંતરાલ ગતિ-ભવાંતર જતાં કર્મ સાથે નહિ આવશે. કેમ કે પર્યંતવર્ણિપણું હોવાથી બાહ્ય શરીરના મેલની જેમ. એ પ્રમાણે તો બધાય જીવો, મોક્ષને ભજનારા થશે, કેમ કે કર્મનું સાથે જવાપણું ન હોવાથી સિદ્ધની જેમ. ઇત્યાદિ પ્રતિપાદન કરાયો–સમજાવ્યો છતાં પણ તેણે એનો સ્વીકાર ન કર્યો, ત્યારે તેને નિહ્નવ તરીકે જાહેર કર્યો–સંઘબાહ્ય કર્યો. તે આ ગોષ્ઠામાહિલ, અબદ્ધિક મતનો ધર્માચાર્ય ૭.
ઉત્પત્તિના નગરો સાતેના ક્રમશઃ સાતજ 'હોત્વ' ત્તિ સામાન્યથી વર્તમાનપણાને વિષે પણ નગરોનું તદ્વિશેષગુણના અતીતપણાને લઈને અતીતનો નિર્દેશ કરેલ છે. 'સાવત્થી' હા, ઋષભપુર તે રાજગૃહ, ઉલ્લુકાનદીના કાંઠા પર રહેલું નગર તે ઉલ્લુકાતીર નગર 'પુરી' તિ—નગરી, 'અન્તરનીતિ' તેનું નામ. અહિં મકાર અલાક્ષણિક છે. 'સપુર' fFo
તે
1. દીક્ષામાં ગોષ્ઠમાહિલ મોટો હતો છતાં આચાર્યે, યોગ્યતા જાણીને પુષ્પમિત્રને પોતાનું આચાર્ય પદ અર્પણ કરી સ્વર્ગે ગયા તે વખતે ગોષ્ઠામાહિલ અન્યત્ર વાદ માટે ગયેલ હતો, વાદીને જીતી આવ્યા બાદ પોતાને આચાર્ય પદ ન મળવાથી અભિમાન વડે આચાર્ય પાસેથી વાચના લેતો નહિ પરન્તુ વિન્ધ્યમુનિ, આચાર્ય પાસેથી વાચના લઈ આવતા તે સાંભળતો હતો.
209