________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने निह्नवस्वरूपम् ५८७ सूत्रम्
કિરણોનો સમૂહ પડવા વડે ઉત્પન્ન થયેલ ઉષ્ણ-તાપને અને બન્ને ચરણોથી [નદીમાં ચાલવા વડે] ઠંડા પાણીથી ઉત્પન્ન થયેલ’ અત્યંત શીત–ઠંડીને અનુભવતો થકો વિચારવા લાગ્યો કે–સૂત્રમાં કહ્યું છે કે–એક સમયમાં શીત કે ઉષ્ણ એક ક્રિયા વેદાય છે, પરંતુ હું તો બે ક્રિયાને (એક સમયે) વેદું છું. આથી એક સમયમાં બે ક્રિયા વેદાય છે [એમ નિશ્ચય કર્યો]. પછી ગુરુની સમીપે જઈને, વંદન કરીને આચાર્યની આગળ પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. ત્યારે આચાર્ય બોલ્યા—તું એમ બોલ નહિ. કારણ? એક સમયમાં બે ક્રિયાનું વેદન થાય જ નહિ, માત્ર સમય અને મનની અત્યંત સૂક્ષ્મતાને લઈને કમળના સેંકડો પત્રના શીઘ્ર ભેદનની જેમ ભેદ જણાતો નથી. એવી રીતે સમજાવ્યો છતાં પણ નહિ સ્વીકારતો એવો તે સંઘથી દૂર કરાયો. અન્યદા રાજગૃહનગરમાં મહાતપસ્તીરપ્રભા નામના નદ–દ્રહ વિશેષની સમીપે મણિનાગ નામના નાગના ચૈત્યમાં પર્ષદાની મધ્યે પોતાના (દ્વિક્રિયાવાદ) મતને નિવેદન કરતો થકો (જોઈને તેને) વિસ્તારવાળા દર્પ–અમર્ષગર્ભિત વાણી વડે મણિનાગે કહ્યું કે–રે રે દુષ્ટ શૈક્ષ! શા હેતુથી અમે વિદ્યમાન છતે આવી રીતે નહિં પ્રરૂપવા યોગ્ય (અસત્ય) વચનને તું પ્રરૂપે છે? જે કારણથી આ સ્થાનમાં જ રહેલ ભગવાનૢ વર્ધમાનસ્વામીએ પ્રરૂપેલું છે કે–એક સમયમાં એક જ ક્રિયા અનુભવાય છે તો પછી તું શું તેમનાથી (ભગવાનથી) પણ લષ્ટતર–વિશેષ જ્ઞાની થયો છે? આ વાદને તું છોડી દે. જો નહિ છોડીશ તો આ તારા મિથ્યાવાદરૂપ દોષથી હું તને મારીશ. એમ સાંભળીને ભય પામતો થકો તે પ્રતિબોધ પામ્યો. તે આ વૈક્રિયાવાદીઓનો ધર્માચાર્ય ૫.
તથા 'છત્તુ' ત્તિ॰ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય લક્ષણ છ પદાર્થનો પ્રરૂપક હોવાથી અને ગોત્ર વડે કૌશિક હોવાથી ખડુલક જે નામાંતરથી રોહગુપ્ત છે તે અંતરજીપુરિમાં ભૂતગૃહ નામના વ્યંતરાયતનને વિષે રહેલ શ્રીગુપ્ત નામના આચાર્યને વંદનને અર્થે ગ્રામાંતરથી આવતાં પ્રવાદી વડે વજડાવેલ 'પડહક (ઢોલ) ના ધ્વનિને સાંભળીને દર્ધ્વગર્વ સહિત તેનો નિષેધ કર્યો. અર્થાત્ હું વાદ કરીશ એમ સ્વીકાર્યું. પછી આચાર્યને તેનું નિવેદન કરીને, તેમની પાસેથી માયૂરી વગેરે વિદ્યાઓને ગ્રહણ કરીને રાજસભામાં આવીને બલશ્રીનામા રાજાની આગળ પોટ્ટશાલનામા પરિવ્રાજક પ્રવાદીને બોલાવીને [તની સાથે વાદ શરુ કર્યો] તેણે જીવ અને અજીવ લક્ષણ બે રાશિનું સ્થાપન કર્યું. ત્યારે રોહગુપ્તે તેની પ્રતિભા-શક્તિના પ્રતિઘાતને માટે ‘નોજીવ' લક્ષણ ત્રીજી રાશિને સ્થાપીને તથા તેની વિદ્યાઓને પોતાની વિદ્યા વડે પ્રતિઘાત ક૨વાપૂર્વક તેને જીતીને ગુરુની આગળ આવીને સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. ત્યારે ગુરુએ તેને આ પ્રમણે કહ્યું કે-હે શિષ્ય! [તેં ત્રણ રાશિની પ્રરૂપણા કરી તે ખોટું કર્યું] તું રાજસભામાં પ્રવેશ કરીને કહે કે ત્રણ રાશિનું પ્રરૂપણ અપસિદ્ધાંતરૂપ (જૂઠું) છે, પરંતુ વાદીનો પરાભવ ક૨વા માટે મેં (કુયુક્તિરૂપે) કર્યું હતું. ત્યારે તે અભિમાનથી આચાર્ય પ્રત્યે બોલ્યો કે–રાશિ ત્રણ જ છે તે આ પ્રમાણે–જીવો સંસારી વગેરે, અજીવો ઘર વગેરે અને નોજીવો તો દૃષ્ટાંતસિદ્ધ છે, જેમ દંડનો આદિ, મધ્ય અને અગ્રછેડાનો ભાગ હોય છે એમ બધાય ભાવોનું ત્રિવિધપણું છે [ત્યારે ગુરુએ વિચાર્યું કે–આ ઘણા લોકોને ઉન્માર્ગે લઈ જશે, માટે રાજાની સમક્ષ એને જીતવો, એમ વિચારી રાજસભામાં જઈ તેની સાથે વાદ શરુ કર્યો, તેમાં છ માસ વ્યતીત થયા ત્યારે] રાજ સમક્ષ આચાર્યે કુત્રિકાપણ–ત્રણ ભુવન સંબંધી વસ્તુ જેમાં મળે એવો દેવતાધિષ્ઠિત હાટમાં જીવની યાચના કરતાં પૃથ્વી વગેરે જીવ મળવાથી, અજીવની યાચના કરતાં અચેતન લેષ્ટવ (ઢેફું) વગેરે મળવાથી અને નોજીવની યાચના કીધે છતે લેષ્ટવ વગે૨ે મળવાથી આચાર્યે તેનો નિગ્રહ કર્યો [રાજાએ તેનું અપમાન કર્યું] તે આ ષડુલુક-ઐરાશિકનો ધર્માચાર્ય ૬.
તથા ગોષ્ઠામાહિલ, જે દશપુર નગરમાં આર્યરક્ષિતસ્વામી (સાડાનવપૂર્વી) સ્વર્ગમાં ગયે છતે આચાર્યશ્રી દુર્બાલિકા પુષ્પમિત્ર, ગચ્છની પરિપાલના કરતે છતે વિન્ધ્યનામના મુનિ, કર્મપ્રવાદનામા આઠમા પૂર્વને આચાર્ય પાસેથી સાંભળીને ગોષ્ઠામાહિલ પ્રત્યે કહ્યું કે-કર્મબંધના અધિકારમાં કિંચિત્ કર્મ જીવના પ્રદેશો વડે સ્પર્શાયેલ માત્ર કાલાંતર સ્થિતિને પામ્યા સિવાય નાશ પામે છે. શુષ્ક–સૂકી ભીંત ઉપર પડેલ (ફેંકેલ) ચૂર્ણની મૂઠીની જેમ [આ અકષાયી જીવોને આશ્રયીને સમજવું] 1. આ પૃથ્વી સર્વ પ૨પ્રવાદથી શૂન્ય છે તેથી કોઈપણ મારો પ્રતિવાદી નથી.
208