________________
७ स्थानकाध्ययने निहवस्वरूपम् ५८७ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સમયના (સર્વ) નરયિકો નાશ પામશે, એવી રીતે યાવ વૈમાનિકો પણ નાશ પામશે, એ પ્રમાણે દ્વિતીયાદિ સમયોમાં કહેવું. આવા પ્રકારના આલાપકને ભણતો થકો મિથ્યાત્વને પામ્યો, અને બોલ્યો કે જ્યારે બધાય [જીવો] વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા નાશ પામશે ત્યારે કર્મોનું વેદન ક્યાંથી થાય? કહ્યું છે કે
एवं च कओ कम्माण, वेयणं सुकयदुक्कयाणं ति? उप्पायाणंतरओ सव्वस्स वि णाससब्भावा ।।८।।
એવી રીતે સુકૃત અને દુષ્કૃત-પુણ્ય, પાપ કર્મોનું વેદન ક્યાંથી હોય કેમ કે ઉત્પાદ પછી તરત બધાય જીવોના નાશનો સદ્ભાવ છે. (૮૯).
- આવા પ્રકારની પ્રરૂપણા કરતો તેને જોઈને ગુરુએ કહ્યું કે एगनयमएणमिदं, सुत्तं वच्चाहि मा हु मिच्छत्तं । निरवेक्खो सेसाण वि, नयाण हिययं वियारेहि ।।१०।। न हि सव्वहा विणासो, अद्धापज्जायमेत्तानासंमि । सपरपज्जायाणंतधम्मिणो वत्थुणो जुत्तो ।।११।।
વિશેષાવશ્યક ૨૩૨૨ ]િ अह सुत्ताउ त्ति मई, नणु सुत्ते सासयं पि निद्दिढ । वत्थु दव्वट्ठाए, असासयं पज्जयट्ठाए ।।१२।। तत्थ वि न सव्वनासो, समयादिविसेसेणं जओऽभिहियं । इहरा न सव्वणासे, समयादि विसेसणं जुत्तं ।।१३।।
[विशेषावश्यक २३९४-९५ त्ति] આ સૂત્રવચન એક નયના મત વડે છે, તેને તું ગ્રહણ ન કર, કેમ કે અન્ય નયોની અપેક્ષા રહિત વચન મિથ્યાત્વ છે, માટે તું બીજા નયોનું-વચન પણ હૃદયમાં વિચાર. કારણ? ઋજુસૂત્રનયના અભિપ્રાયનું આ વચન છે, પણ સર્વનયાત્મક નથી (૯૦) કારણ અદ્ધાપર્યાય માત્ર કાલકૃત અવસ્થાનો નાશ થયે છતે વસ્તુનો સર્વથા નાશ થતો નથી, કેમ કે દરેક વસ્તુ સ્વપર્યાય અને પરપર્યાયોથી અનંત ધર્માત્મક છે (૯૧) જો પૂર્વોક્ત સૂત્રના પ્રમાણથી સર્વથા વસ્તુનો નાશ છે એમ હું માનતો હોય તો અન્ય સૂત્રમાં વસ્તુનું શાશ્વતપણું પણ દ્રવ્યાર્થતાએ બતાવેલું છે અને પર્યાયાર્થતાએ અશાશ્વતપણું બતાવેલું છે, તે સૂત્રાલાપક આ પ્રમાણે છે"नेरइया णं भंते! किं सासया, असासया? गोयमा! सिय सासया, सिय असासया, से केणटेण? गोयमा! दव्वट्ठयाए सासया, भावट्ठयाए असासया"
હે ભદન્ત! નરયિકો શું શાશ્વત છે કે અશાશ્વત છે? ઉત્તર-હે ગૌતમ! ચાતુ-કોઈ અપેક્ષાએ શાશ્વત છે અને સ્વાતું 'અશાશ્વત છે. પ્રશ્ન-તે કેવી રીતે? ઉત્તર-હે ગૌતમ! દ્રવ્યાર્થપણે શાશ્વત છે અને ભાવ-પર્યાયાર્થપણે અશાશ્વત છે. (૯૨)
પૂર્વોક્ત સૂત્રમાં પણ સર્વથા નાશ કહેલો નથી; કારણ કે સમયાદિ વિશેષ વડે ત્યાં નાશ કહેલ છે. જો એમ નહિ માનીએ તો સમયાદિ વિશેષણ ઘટી શકે નહિ, અર્થાત્ વિશેષણ નિરર્થક થાય. (૩)
આવા પ્રકારનું ગુરુનું વચન તેણે સ્વીકાર્યું નહિ ત્યારે તેને ગુરુએ નિહ્નવ તરીકે જાહેર કર્યો–સંઘથી બહિષ્કૃત કર્યો. ત્યારબાદ તે કાંપિલ્યપુરમાં આવ્યો. શુલ્કપાલ શ્રાવકો (પ્રતિબોધવા માટે) તેને મારવા લાગ્યા, ત્યારે તે બોલ્યો-અમોએ તમોને શ્રાવકો સાંભળ્યા છે તો શ્રાવક છતાં) સાધુઓને કેમ મારો છો? ત્યારે શ્રાવકો બોલ્યા-તમારા (ક્ષણિક નાશ) સિદ્ધાંત વડે દીક્ષિત થયેલા સાધુઓ અને જે શ્રાવકો હતા તે તો નાશ પામ્યા અને તમે તથા અમે તો અન્ય છીએ, નવીન ઉત્પન્ન થયા છીએ. આવી રીતે તેઓનો પ્રત્યુત્તર સાંભળીને સમ્યક્તને પામ્યો, તે આ સામુચ્છેદિકોનો અભ્યમિત્રનામા ધર્માચાર્ય ૪.
તથા ' રૂતિ જે આર્યમહાગિરિ આચાર્યના શિષ્ય ધનગુપ્તનામા આચાર્યનો ગંગ નામે શિષ્ય હતો. તે ઉલ્લકાતીરનામા નગરથી શરદ ઋતુમાં આચાર્યને વંદન કરવા માટે ચાલ્યો. ઉલુકાનદાને ઉતરતો થકો મસ્તક પર ટાલ હોવાથી સૂર્યના 1. इदं सर्वमपि गाथापञ्चकम् आवश्यक सूत्रस्य हारिभत्र्यां वृत्तौ मूलभाष्यस्य जेट्टासुंदसण...।।१२६।। इति गाथाया वृत्तौ उद्धृतम् ।।
207