________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने निह्नवस्वरूपम् ५८७ सूत्रम्
સિયા''1
હે ભદન્ત! એક જીવપ્રદેશને જીવ એમ કહેવાય? ઉત્તર–એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે બે, ત્રણ, સંખ્યાતા કે અસંખ્યાતા યાવત્ એક પ્રદેશ વડે ન્યૂન જીવપ્રદેશો પણ ‘જીવ’ એમ કહેવાય નહિ. આ હેતુથી કૃત્સ્ન, પ્રતિપૂર્ણ લોકાકાશના પ્રદેશને ‘જીવ’ એમ કહેવાય.
ઇત્યાદિક આલાપકને ભણતો થકો અશુભ કર્મના ઉદયથી ઉત્થિત-વિપરીત મતિવાળો થયો થકો એવી રીતે કહેવા લાગ્યો કે–જે એક વગેરે જીવપ્રદેશો નિશ્ચયે એક પ્રદેશ વડે હીન પ્રદેશો પણ ‘જીવ’ રૂપ વ્યપદેશને પામતા નથી પરંતુ ચરમ પ્રદેશ સહિત જ ‘જીવ’ રૂપ કથનને પામે છે. આ હેતુથી તે જ એક ચરમ પ્રદેશ ‘જીવ' છે; કેમ કે જીવત્વનું તદ્ભાવભાવીપણું છે. કહ્યું છે કે
गादओ परसा, न य जीवो न य पएसहीणो वि । जं तो स जेण पुन्नो, स एव जीवो [ ऽतिम] परसो त्ति ॥८३॥ [विशेषावश्यक २३३६ त्ति ] એકાદિ પ્રદેશ જીવ નહિ (સર્વ પ્રદેશમાંથી) એક પ્રદેશહીન હોય તે પણ જીવ નહિ, તો પછી જે પ્રદેશ વડે જીવપૂર્ણ મનાય છે તે પ્રદેશ જ જીવ કહેવાય. (૮૩)
આ પ્રમાણે કહેતા એવા તેને ગુરુએ કહ્યું કે—તેં જે આ કહ્યું તે અયુક્ત છે, કેમ કે જીવના અભાવનો પ્રસંગ આવશે. કેવી રીતે? તેં સ્વીકારેલ અંત્ય પ્રદેશ પણ અજીવ થાય. કારણ? આદ્ય પ્રદેશ તુલ્ય પરિણામવાળો હોવાથી પ્રથમ વગેરે પ્રદેશોની જેમ અથવા પ્રથમ વગેરે પ્રદેશો જીવ છે. કેમ કે શેષ પ્રદેશોના સમાન પરિમાણપણાથી અંત્ય પ્રદેશની જેમ. પરંતુ આ ચરમપ્રદેશ પૂરણ છે. [બધાય પ્રદેશોની સંખ્યાને પૂરણ ક૨ે છે] તેથી કરીને ચરમપ્રદેશનું જીવપણું ઘટતું નથી, કેમ કે એક એકનું પૂરણપણું અવિશેષ (સામાન્ય) છે, કારણ કે એક પ્રદેશ સિવાય પણ તેનું અસંપૂર્ણપણું છે.
(ભાષ્યકાર) કહે છે કે—
गुरुणाऽभिहिओ जइते, पढमपएसो न संमओ जीवो। तो तप्परिणामो च्चिय, जीवो कहमंतिमपएसो ? ॥ ८४ ॥ [વિશેષાવશ્ય ૨૩૩૭]
આચાર્ય ભગવંતે કહ્યું કે—જો પ્રથમ પ્રદેશને તું જીવ માનતો નથી. તો પછી અંત્યપ્રદેશ પણ જીવ કેમ કહેવાય? તે પણ બીજા પ્રદેશોના જેવા જ પરિણામવાળો છે. અથવા એ અંત્યપ્રદેશને તું જીવરૂપ માને છે તો પ્રથમ પ્રદેશને કેમ માનતો નથી?(૮૪)
એવી રીતે ગુરુએ તેને (ઘણું) સમજાવ્યો, તો પણ તેણે સ્વીકાર્યું નહિ ત્યારે તેને સંઘથી બહિષ્કાર કર્યો. તેને આમલકલ્યા નગરીમાં મિત્રશ્રીનામા શ્રાવકે [આ નિર્ભવ છે એમ જાણી તેને પ્રતિબોધવા માટે] સંખડી (ભોજનશાળા) માં ભોજન લેવાને અર્થે ઘરમાં લાવીને આગ્રહથી વિવિધ ખાદ્યક (ખાવા લાયક) વિગેરે પદાર્થોને સમીપે રાખીને ત્યારબાદ એક એક અવયવદરેક પદાર્થોનો એક એક અંશ આપીને બન્ને ચરણોમાં પડીને ‘અહો હું ધન્ય છું, મેં સાધુઓને પ્રતિલાલ્યા.' એમ કહ્યું. ત્યારે તિષ્યગુપ્ત બોલ્યો–દે શ્રાવક! તેં અમારી મશ્કરી કરી કે શું? ત્યારે શ્રાવક બોલ્યો-તમારા સિદ્ધાંતથી જ મેં તમને પ્રતિલાલ્યા છે, પરંતુ જો વર્ધમાનસ્વામીના સિદ્ધાંતથી કહેતા હો તો પ્રતિલાલ્યા નથી. એમ પ્રત્યુત્તર આપીને તે શ્રાવકે જીવપ્રદેશિકોના આ ધર્માચાર્યને પ્રતિબોધ્યો. ૨.
1. વિશેષાવશ્યકભાષ્યમાં આ પાઠ આ પ્રમાણે છે – તે ભંતે! નીવ પલ્સે નીવે ત્તિ વત્તવ્યં સિયા? નો ફાટ્ટે સમઢે વં તો, તિત્રિ, નાવ दस, संखेज्जा, असंखेज्जा भंते । जीव पएसा जीवत्ति वत्तव्वं सिया ? नो इणट्टे समट्ठे, एगपएसूणे वि जीवेण जीवेत्ति नो जीवेत्ति वत्तव्वं सिया से केण अद्वेण ? जम्हा णं कसिणे पडिपुत्रे लोगागासपरसतुल्ले जीवे जीवेत्ति वत्तव्वं सिया । से तेण अद्वेणं० इति । વિશેષાવશ્યક ભાગ-૧ ભાષાંતર પૃ. ૨૭૯
205