________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने निह्नवस्वरूपम् ५८७ सूत्रम् ક્ષત્રિયકુમાર. જે શ્રમણભગવાન્ મહાવીરસ્વામીનો ભાણેજ, ભગવાનની સુદર્શના નામની પુત્રીનો ભત્ત (પતિ) પાંચસેં પુરુષના પરિવાર સહિત ભગવાનની પાસે દીક્ષા લઈને આચાર્યપણાને પ્રાપ્ત થયો. ત્યારબાદ વિચરતો થકો શ્રાવસ્તી નગરીમાં તેન્ડુક નામના ચૈત્યમાં આવ્યો. અનુચિત આહારથી ઉત્પન્ન થયેલ રોગવાળા તેણે વેદનાથી પરાભવ પામવા વડે શયનને અર્થે (શિષ્યોને) સંથારો પાથરવાનો હુકમ કર્યો. [તેઓ સંથારો પાથરવા લાગ્યા] તમે સંથારો કર્યો (પાથર્યો)? એમ પરિપ્રશ્ન કર્યો. સંથારાને કરનાર સાધુએ સંઘારતે છતે પણ ‘પાથર્યો’ એમ જવાબ આપ્યો. જઈને જોયું તો સંથારો કરાતો જોયો. અશુભ કર્મના ઉદયથી વિપરીત બુદ્ધિવાળો થયો થકો તે જમાલી કહેવા લાગ્યો કે–જે 'યિમાાં મૃત' [પ્નમાાં ડ] એમ ભગવાન્ કહે છે અર્થાત્ કરાતું હોય તે કર્યું તે અસત્ય છે, કેમ કે પ્રત્યક્ષ વિરુદ્ધ છે, આશ્રવણનહિ સાંભળવા યોગ્ય શબ્દની જેમ. અને પ્રત્યક્ષ · વિરુદ્ધતા તો આની અર્ધ પાથરેલ સંથારામાં નહિ પાથ૨વાપણું દેખાવાથી તેથી ક્રિયમાણપણાએ (કરાતું હોવાથી) પ્રત્યક્ષ સિદ્ધ હોઈને કૃતત્વ ધર્મ (કર્યું) દૂર કરાય છે, આ પ્રમાણે ભાવના છે.
કહ્યું છે કે—
सक्खं चिय संथारो, ण कज्जमाणो कड़ा त्ति में जम्हा । बेइ जमाली सच्चं, न कज्जमाणं कयं तम्हा ॥ ८१ ॥ [विशेषावश्यक० २३०८ त्ति ] આ કામળીઓથી કરાતો મારો સંથારો કર્યો નથી એમ સાક્ષાત્ જણાય છે. આ હેતુથી જે કાંઈ કરાતું હોય તે કર્યું કહેવાય નહિ, પરંતુ જે કરેલું હોય તે જ કર્યું કહેવાય. (૮૧)
આથી જ ભગવાને ભગવતી સૂત્રમાં કહ્યું છે કે 'વતમાળે વૃત્તિ કરિષ્નમાળે ઝાર વેન્નાને વે''—ચાલતું હોય તે ચાલ્યું, ઉદીરાતું હોય તે ઉદીર્યું અને વેદાતું હોય તે વેદ્યું’” ઇત્યાદિ અસત્ય છે, એમ જમાલી કહે છે.
આવી રીતે પ્રરૂપણા કરતા જમાલીને સ્થવિરોએ એમ કહ્યું કે—હે આર્ય! ‘ક્રિયમાણું કૃત’—કરાતું હોય તે કર્યું એમ કહેવું પ્રત્યક્ષ વિરુદ્ધ નથી. જો ક્રિયમાણ કરાતું હોય તે કર્યું, નહિ સ્વીકારશો તો ક્રિયાના અનારંભ (શરુઆતથી પ્રથમ) સમયની જેમ પાછળ પણ (ક્રિયાની સમાપ્તિ પછી પણ) ક્રિયાના અભાવમાં કાર્યને કેમ સ્વીકારશો? આથી તો સદાકાળ (કાર્યનો) પ્રસંગ આવશે કેમ કે ક્રિયાના અભાવના અવિશિષ્ટ (સામાન્ય) પણાથી. વળી જે કે ‘અર્દ્ર પાથરેલ સંથારામાં નહિ પાથરેલપણું જોવાથી' તે પણ અયુક્ત છે, કારણ કે જ્યારે જે આકાશદેશમાં વસ્ત્ર પથરાય છે તે ત્યારે તે આકાશદેશમાં પથરાયેલુંજ છે. એ પ્રમાણે પાછળના વસ્ત્રના પાથરણ સમયમાં અવશ્ય પથરાયેલું જ છે.
(ભાષ્યકાર) કહે છે—
जं जत्थ नभोदेसे, अत्थुव्वइ जत्थ जत्थ समयंमि । तं तत्थ तत्थमत्थुयमत्थुव्वंतं पि तं चैव ॥८२॥
[विशेषावश्यक २३२१ इति ]
જે સંથારો જે આકાશપ્રદેશમાં જે જે સમયે પથરાય છે તે સંથારો તે તે સમયમાં પથરાયેલો છે અને પથરાય છે, પણ ખરો કેમ કે વ્યવહાર નયની અપેક્ષાએ એમ માની શકાય છે. (૮૨) ૫રંતુ 'વતમાળે વૃત્તિ' ઇત્યાદિ જે સૂત્રો છે તે નિશ્ચયનયના મતને અનુસરીને છે.
તે આ પ્રમાણે—વિશિષ્ટ સમયની અપેક્ષાવાળા ભગવાનના વચનો છે એવી રીતે સ્થવિરોએ કહ્યું, તો પણ જમાલીએ સ્વીકાર્યું નહિ, તે આ બહુતરધર્માચાર્ય ૧.
તથા વસુનામા ચૌદપૂર્વધર આચાર્યનો તિષ્યગુપ્તનામા શિષ્ય, વિચરતો થકો રાજગૃહમાં આત્મપ્રવાદનામા પૂર્વનો "एगे भंते! जीवप्पएसे जीवे त्ति वत्तव्वं सिया ? नो इणट्टे समट्टे, एवं दो तिन्नि संखेज्जा वा असंखेज्जा जाव एक्कणा वि परसेण ऊणे नो जीवे त्ति वत्तव्वं सिया, जम्हा कसिणे पडिपुत्रे लोगागासपएस तुल्लप्पएसे जीवे -ति वत्तव्वं
204