SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ७ स्थानकाध्ययने बीजयोन्यादि आनन्दीश्वराहद्वीपसमुद्राः श्रेण्यः अनीकाधिपाः देवानां कच्छाः ५७२-५८३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ * . . રીતે યાવતુ ઘોષ અને મહાઘોષ પર્યત ઈદ્રોના સાત સૈન્ય અને સાત સૈન્યના નાયકો જાણવા. શક્ર નામના દેવેંદ્રદેવના રાજાના સાત સૈન્ય અને સાત સૈન્યના નાયકો કહેલા છે, તે આ પ્રમાણે—પાદાત્યસૈન્ય યાવતુ ગાંધર્વસૈન્ય, હરિશૈગમેષી નામનો પાદાય સૈન્યનો નાયક યાવતું માઢર નામનો રથસૈન્યનો નાયક ૫, શ્વેત નામનો નાટ્ય સૈન્યનો નાયક ૬ અને નંબરુ નામનો ગાંધર્વ સૈન્યનો નાયક ૭. ઈશાન નામનો દેવેંદ્ર, દેવના રાજાના સાત સૈન્ય અને સાત સૈન્યના નાયકો કહેલા છે, તે આ પ્રમાણે—પાદાત્યસૈન્ય યાવતુ ગાંધર્વ સૈન્ય. લઘુપરાક્રમ નામનો પાદાત્ય સૈન્યનો નાયક યાવતું મહાશ્વેત નામનો નાટ્યાધિપતિ અને નારત નામનો ગાંધર્વ સૈન્યનો અધિપતિ. શેષ જેમ પાંચમા સ્થાનમાં કહેલ છે તેમ જાણવું. એ પ્રમાણે યાવત્ અય્યતનામા ઇદ્રના પણ સાત સૈન્ય અને સાત સૈન્યના અધિપતિઓ જાણવા. પ૮૨/ ચમર નામનો અસુરેદ્ર, અસુરકુમારના રાજાના દ્રુમ નામના પાદાત્ય સૈન્યના નાયકના સાત કચ્છાઓ-કટકના સમૂહો કહેલા છે, તે આ પ્રમાણે—પ્રથમા કચ્છ યાવત્ સપ્તમી કચ્છા. ચમર નામના અસુરેદ્ર, અસુરકુમારના રાજાના દ્રુમ નામના પાદાત્યસૈન્યના નાયકની પ્રથમ કચ્છા (ટોબા) માં ચોસઠ હજાર દેવો કહેલા છે. જેટલા દેવો પહેલી કરચ્છામાં છે તેથી બમણા દેવો બીજી કચ્છમાં છે, બીજી કચ્છાથી બમણા દેવો ત્રીજી કચ્છમાં છે. એવી રીતે જેટલા દેવો છઠ્ઠી કચ્છામાં છે તેથી બમણા દેવો સાતમી 1 કચ્છામાં છે. એવી રીતે બલીદ્રને વિષે પણ કહેવું. વિશેષ એ કે–મહાદ્રુમ નામના પદાતિ સૈન્યના અધિપતિની પહેલી કચ્છમાં સાઠ હજાર દેવ છે. બીજું તેમજ જાણવું અર્થાત્ બીજી વગેરે કચ્છમાં તેથી બમણા બમણા જાણવા. ધરણંદ્રને પણ એમજ કહેવું. વિશેષ એ કે-અઢાવીશ હજાર દેવો પદાતિ સૈન્યના અધિપતિની પ્રથમ કચ્છમાં જાણવા. બીજું તેમજ જાણવું. જેવી રીતે ધરણંદ્રનું કહ્યું એ પ્રમાણે યાવત્ મહાઘોષ પર્યત (અઢાર) ઈદ્રને વિષે કહેવું. વિશેષ એ કે-પદાતિ સૈન્યના નાયકો અન્ય છે તે પૂર્વે કહેલા છે. શક નામના દેવેંદ્ર, દેવના રાજાના હરિબૈગમણી દેવની સાત કચ્છાઓ કહેલી છે, તે આ પ્રમાણે—પહેલી કચ્છા યાવતું સાતમી કચ્છી, એમ જેવી રીતે ચમરેદ્રનું કહ્યું તેમ યાવત્ અય્યતંદ્રનું કહેવું. પાદાય સૈન્યના અધિપતિઓનું વિવિધપણું છે તેના નામો પૂર્વે કહેલા છે. દેવોનો પરિમાણ આ પ્રમાણે–ચક્રને ચોરાશી હજાર દેવો છે અર્થાતુ શક્રના હરિબૈગમેષી દેવની પહેલી કચ્છમાં એટલા દેવો છે, બીજી વગેરેમાં બમણા બમણા છે. ઈશાનેદ્રના લઘુપરાક્રમ નામના પાદાત્ય સૈન્યના નાયકની પહેલી કચ્છમાં એસી હજાર દેવો છે એમ દેવોનો પરિમાણ આ ગાથા વડે જાણવા યોગ્ય છે.ચોરાશી હજાર ૧, એસી હજાર ૨, બોતેર હજાર ૩, સિત્તેર હજાર ૪, સાઠ હજાર ૫, પચ્ચાસ હજાર ૬, ચાલીશ 1 હજાર ૭, ત્રીશ હજાર ૮, વીશ હજાર ૯ અને દશ હજાર ૧૦ /૧// યાવત્ અચ્યતેંદ્રના લઘુપરાક્રમ નામના સેનાધિપતિની પહેલી કચ્છમાં દશ હજાર દેવો છે, એમ બમણા બમણા દરેક કચ્છમાં જાણવા. યાવત્ જેટલા દેવો છઠ્ઠી કચ્છામાં છે તેથી બમણા સાતમી કચ્છમાં દેવો છે. //૫૮૩/ (ટી0) 'રે' ચરિ–સૂત્ર સિદ્ધ છે. વિશેષ એ કે “અથ’ શબ્દ પરિપ્રશ્ન અર્થવાળો છે. “ભદન્ત’ શબ્દ, ગુરુના આમંત્રણમાં છે. 'સી'—અલસી, કુસુભ-લઢા (કરડી), રાલક-કંગૂ વિશેષ, સણ-ત્વમ્ (છિલટા) પ્રધાન ધાન્યવિશેષ, સર્ષપો-સરસવો. મૂલક-શાકવિશેષ, તેના બીજો તે મૂલકબીજો. “કકાર'નો લોપ અને સંધિ થવાથી 'મૂતાવીય’ ત્તિ એમ પ્રતિપાદન કર્યું, 1. પહેલી કચ્છમાં ચોસઠ હજાર, બીજીમાં એક લાખ ને અઠયાવીશ હજાર, ત્રીજીમાં બે લાખ ને છપ્પન હજાર, ચોથીમાં પાંચ લાખ અને બાર હજાર, પાંચમીમાં દશ લાખ ને ચોવીશ હજા૨, છઠ્ઠીમાં વીશ લાખ ને અડતાલીશ હજાર અને સાતમી કચ્છમાં ચાલીશ લાખ ને છન્ન હજાર દેવો છે. 12. પાંચ ઇંદ્રોના ૧-૩-૫-૭-૧૦ પદાતિ સેનાપતિનું નામ હરિદ્વૈગમેષા અને પાંચ ઇન્દ્રોના ૨-૪-૬-૮-૧૨ સેનાપતિનું નામ લઘુપરાક્રમ જાણવું. અર્થાત્ જે સૌધર્મમાં તે પ્રાણતમાં અને જે ઈશાનમાં તે અમૃતમાં જાણવું.. – 197
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy