________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग
२
७ स्थानकाध्ययने बीजयोन्यादि आनन्दीश्वराइद्वीपसमुद्राः श्रेण्यः अनीकाधिपाः देवानां कच्छाः ५७२-५८३ सूत्राणि
નામના દેવેંદ્ર-દેવના રાજાના યમ નામના મહારાજા (લોકપાલ) ની સાત અગ્રમહિષીઓ કહેલી છે. //૫૭૪ ઈશાન નામના દેવેદ્ર-દેવના રાજાની અત્યંતર પર્ષદાના દેવોની સાત પલ્યોપમની સ્થિતિ કહેલી છે. શક્ર નામના દેવેંદ્ર-દેવના રાજાની અઝમહિષી દેવીની સાત પલ્યોપમની સ્થિતિ કહેલી છે. સૌધર્મ દેવલોકમાં પરિગ્રહિતા દેવીઓની ઉત્કૃષ્ટથી સાત પલ્યોપમની સ્થિતિ કહેલી છે. //૫૭૫// સારસ્વત અને આદિત્ય નામના લોકાંતિક દેવના સાત દેવો, સાતસો દેવોના પરિવારવાળા કહેલા છે. ગર્દતોય અને તષિત નામના લોકાંતિક દેવના સાત દેવો, સાત હજાર દેવોના પરિવારવાળા કહેલા છે. //પ૭૬/L સનકુમાર દેવલોકમાં ઉત્કૃષ્ટથી દેવોની સાત સાગરોપમની સ્થિતિ કહેલી છે. માહેંદ્ર દેવલોકમાં ઉત્કૃષ્ટથી દેવાની કંઈક અધિક સાત સાગરોપમની સ્થિતિ કહેલી છે. બ્રહ્મલોક નામના દેવલોકમાં જઘન્યથી દેવોની સાત સાગરોપમની સ્થિતિ કહેલી છે. //પ૭૭ll બ્રહ્મલોક અને લાંતક નામના દેવલોકને વિષે વિમાનો સાતસો યોજનના ઉદ્ધ ચપણે કહેલા છે. //૫૭૮ ભવનપતિ દેવોના ભવધારણીય શરીરો, ઉત્કૃષ્ટથી સાત હાથના ઊર્વ ઊંચાણાએ કહેલા છે. એવી રીતે વાનવ્યંતરોના એમજ જ્યોતિષ્કોના જાણવા. સૌધર્મ અને ઈશાનદેવલોકને વિષે દેવોના ભવધારણીય શરીર સાત હાથના ર્વ ઊંચપણે કહેલા છે. પ૭૯ો. નંદીશ્વર દ્વીપના અંતર્વર્તી-અંદર રહેલા સાત દ્વીપો કહેલા છે, તે આ પ્રમાણે-જંબુદ્વીપ નામનો દ્વીપ ૧, ધાતકીખંડ દ્વીપ ૨, પુષ્કરવર ૩, વણવર ૪, ક્ષીરવર ૫, વૃતવર ૬ અને ક્ષોદવર , નંદીશ્વર દ્વીપના અંતર્વ સાત સમુદ્રો કહેલા છે, તે આ પ્રમાણે—લવણ ૧, કાલોદ ૨, પુષ્કરોદ ૩, વરુણોદ ૪, ક્ષીરોદ ૫, વૃતોદ ૬, અને લોદોદ ૭. /પ૮oll સાત શ્રેણિઓ અર્થાતુ આકાશના પ્રદેશની પંક્તિઓ કહેલી છે, તે આ પ્રમાણે સરલ-લાંબી શ્રેણી તે ઋજૂઆયતા ૧, એક દિશાએ વાંકી તે એકતોષકા ૨, બે દિશાએ વાંકી તે ઉભયતોવક્રા ૩, એક દિશાએ અંકુશના જેવા આકારવાળી શ્રેણી ૪, બે દિશાએ અંકુશના જેવા આકારવાળી શ્રેણી ૫, વલયના જેવા આકારવાળી શ્રેણી તે ચક્રવાલા ૬ અને અર્બવલયાકારે શ્રેણી તે અદ્ધચક્રવાલા //પ૮૧// ચમર નામના અસુરેંદ્ર, અસુરકુમારના રાજાના સાત અનિકો (સૈન્યો) અને સાત અનિકાધિપતિઓ કહેલ છે તે આ પ્રમાણે—પાદાત્ય અનિક (પદાતિ સૈન્ય) ૧, અશ્વનું સૈન્ય ૨, કુંજર (હાથી) નું સૈન્ય ૩, મહિબ (પાડા) નું સૈન્ય ૪, રથનું સૈન્ય પ, નૃત્યનું સૈન્ય ૬ અને ગાંધર્વનું સૈન્ય ૭. દ્રુમ નામનો પાદીય સૈન્યનો અધિપતિ. એવી રીતે જેમ પાંચમા સ્થાનમાં કહેલું છે તેમ કહેવું યાવત્ કિન્નરનામા રથના સૈન્યનો અધિપતિ પ રિષ્ટ નામનો નૃત્યના સૈન્યનો અધિપતિ ૬, અને ગીતરતિ નામનો ગાંધર્વ સૈન્યના અધિપતિ ૭. બલીનામા, વૈરોચનંદ્ર, વૈરોચન રાજાના સાત સૈન્યો અને સાત સૈન્યના અધિપતિઓ કહેલા છે, તે આ પ્રમાણે—પાદાત્ય સૈન્ય યાવત્ ગાંધર્વ સૈન્ય. મહાલૂમ નામનો પાદાત્ય સૈન્યનો નાયક યાવત્ ઝિંપુરુષ નામનો રથ સૈન્યનો નાયક પ, મહારિષ્ટ નામનો નૃત્યસૈન્યનો નાયક અને ગીતયશા નામનો ગાંધર્વ સૈન્યનો નાયક. ધરણ નામના નાગકુમારેદ્ર નાગકુમારના રાજાના સાત સૈન્ય અને સાત સૈન્યના નાયકો કહેલા છે, તે આ પ્રમાણે–પાદાત્ય સૈન્ય યાવત્ ગાંધર્વ સૈન્ય, રુદ્રસેન નામનો પાદાત્ય સૈન્યનો અધિપતિ યાવત્ આનંદ નામનો રથ સૈન્યના અધિપતિ ૫, નંદન નામનો નૃત્ય સૈન્યનો અધિપતિ અને તેટલી નામનો ગાંધર્વ સૈન્યનો અધિપતિ. ભૂતાનંદ નામના (નાગકુમારના) ઇદ્રના સાત સૈન્ય અને સાત સૈન્યના નાયકો કહેલા છે, તે આ પ્રમાણે–પાદાત્યસૈન્ય યાવત્ ગાંધર્વ સૈન્ય, દક્ષ નામનો પાદાત્ય સૈન્યનો નાયક, યાવતું નંદોત્તર
નામનો રથસૈન્યનો નાયક ૫, રતિ નામનો નાટ્યસૈન્યનો નાયક ૬, અને માનસ નામનો ગાંધર્વસૈન્યનો નાયક. એવી 196