________________
७ स्थानकाध्ययने दर्शनानि कमस्थवीतरागवेद्यकर्माणि, नभस्थेतरज्ञेयाज्ञेयाः वीरोच्चता विकथाः सूतिशयाः संयमाः ५६५-५७१ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
- બધા મુનિઓએ વર્ષાકાળની અગાઉથી જ વસ્ત્રો ધોવા યોગ્ય છે, પરંતુ આચાર્યાદિને વિશેષ છે તે બતાવે છે–સિદ્ધાંતના અર્થની વ્યાખ્યાના અધિકારી આચાર્ય, ઉપાધ્યાયાદિને તથા ગ્લાનોને મલિન વસ્ત્રો વારંવાર ધોવાયોગ્ય છે, કેમ કે મલિન વસ્ત્રને પહેરવાથી ગુરુનો અવર્ણવાદ લોકમાં “મ” થાઓ અને ગ્લાન મુનિઓને અજીર્ણ “મ” થાઓ. (૬૯) આ હેતુથી તેઓને વિશેષ છે.
૬ ભક્તપાનનો અતિશેષ-શ્રેષ્ઠતર ભાત પાણીનો ઉપભોગ. કહ્યું છે કેकलमोयणो उ पयसा, परिहाणी जाल कोद्दवुब्भज्जी । तत्थ उ मिउ तुप्पतरं, जत्थ य जं अच्चियं दोसुं ॥७०॥
[ગોવ. નિમા૩૦૭ત્તિ] કલમોદન-કલમશાલિ ચોખા, દૂધ વડે મિશ્રિત ઉત્કૃષ્ટથી ગ્રહણ કરવા યોગ્ય છે, તેના અલાભમાં હીનતાએ યાવત્ કોદ્રવાની ભાજી લેવી પરંતુ તેમાં કોમળ અને વિશેષ ચીકાશવાળી પથ્ય લેવી. વળી જે ક્ષેત્ર અને દેશને વિષે અર્ચિત-બહુ લોકોને ઇષ્ટ ઉત્કૃષ્ટ દ્રવ્ય હોય તે લેવું. (૭૦)
ગુણો આ પ્રમાણે सुत्तत्थथिरीकरणं, विणओ गुरुपूय सेहबहुमाणो । दाणवतिसद्धवुड्डी, बुद्धीबलवद्धणं चेव ।।७।।
[ોષ૦ નિ ૬૦૬ ત્તિ આચાર્યની સેવામાં રહેલા ગુણોને કહે છે-સૂત્ર અને અર્થનું સ્થિર કરવું, આચાર્યનો વિનય, ગુરુની પૂજા, શિષ્યનું બહુમાન, 'દાતારની શ્રદ્ધામાં વૃદ્ધિ અથવા રા–અર્થોનું દાન, વ–વચનની શુદ્ધિ, સદ્ધ-શબ્દ અને અપશબ્દનું જ્ઞાન થાય અને બુદ્ધિબલનું વદ્ધન-વિશેષ બોધની શક્તિ પ્રાપ્ત થાય. (૭૧) //૫૭ll - આ આચાર્યના અતિશયો, સંયમના ઉપકારને માટે જ કરાય છે પરંતુ રાગાદિ વડે નહિ. આ હેતુથી સંયમને અને તેના વિપક્ષભૂત અસંયમને તથા અસંયમના ભેદભૂત આરંભાદિ ત્રણને વિપક્ષ સહિત પ્રતિપાદન કરતા થકા સૂત્રકાર, અતિદેશ સહિત સૂત્રાષ્ટકને કહે છે–“સત્તવિ' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-સંયમ-પૃથ્વી વગેરેને સંઘરુ, પરિતાપ અને મારવા વગેરેના વિષયથી વિરામ પામવું તે. 'મનીવાયસંનને' ત્તિ પુસ્તકાદિરૂપ અવકાયનું ગ્રહણ અને ઉપભોગનો વિરામ તે સંયમ અને વિરામ નહિ પામવું તે અસંયમ છે. આરંભાદિ તો અસંયમના ભેદો છે, તેનું લક્ષણ આ પૂર્વે કહેલું છે___आरंभो उद्दवओ, परितावकरो भवे समारंभो । संकप्पो संरंभो, सुद्धनयाणं तु सव्वेसि ॥७२॥ આ જીવોને જે ઉપદ્રવ કરવો-મારવો તે આરંભ. જીવોને પરિતાપ કરવો-પીડા કરવી તે સમારંભ અને જીવોને મારવાનો સંકલ્પ કરવો તે સંરંભ કહેવાય છે. આ બધાય શુદ્ધ નયના મત વડે છે. (૭૨)
શંકા-અપદ્રાવણ-મારવું અને પરિતાપરૂપ આરંભાદિ કહ્યા, તે અજીવતાયને અચેતનપણાએ કરી યુક્ત નથી અને તેના અયોગથી-અવકાયોને આરંભાદિ પણ યુક્ત નથી. સમાધાન-પુસ્તકાદિ અજીવોને વિષે જે આશ્રય કરેલ જીવો છે તેની અપેક્ષાએ અજીવકાર્યની પ્રાધાન્યતાથી અજીવકાયના આરંભાદિ વિરુદ્ધ થતા નથી. પ૭૧TI.
અનંતર સંયમ વગેરે કહ્યા, તે જીવના વિષયવાળા છે, માટે જીવવિશેષોને સ્થિતિથી પ્રતિપાદન કરતા થકા સૂત્રકાર સૂત્રચતુષ્ટયને કહે છે– 1. 'રાઈવ સદ્ધિ ' નો અર્થ પ્રથમ સમુદાયનો અર્થ છે, અને બીજો અર્થ પદનો છેદ કરી ભિન્ન ભિન્ન અર્થ કરેલ છે. ગાથાવૃત્તિમાં આ
પ્રમાણે છે. . 2. तुलना संकप्पो संरंभो परितावकरो भवे समारंभो । आरंभो उद्दवओ सव्वणयाणं तु सुद्धाणं ।। [१८१३ इति निशीथ भाष्ये
193