________________
७ स्थानकाध्ययने कुलकराद्या नीतयः, रत्नानि, अवगाढदुष्षमाससुषमे ५५६-५५९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
અાધુઓ પૂજાતા નથી ૩, સાધુઓ પૂજાય છે ૪, ગુરુઓને વિષે વિનય કરવારૂપ સમ્યભાવને લોકોએ સ્વીકારેલ છે ૫, માનસિક સુખપણું છે ૬ અને વાચિક સુખપણું છે ૭. I૫૫૯॥
(ટી૦) 'સત્તવિદે' ત્યાદ્િ॰ પ્રાયઃ પૂર્વેજ આ વ્યાખ્યાન કરાયું છે તો પણ કિંચિત્ લખીએ છીએ. જાયસ્ય—શરીરને ક્લેશખેદ પીડા તે કાયક્લેશ-બાહ્યતપવિશેષ, સ્થાનાયતિક, સ્થાનાતિગ અથવા સ્થાનાતિદ એટલે કાયોત્સર્ગ ક૨ના૨, અહિં ધર્મ અને ધર્મીના અભેદથી એવી રીતે ઉપન્યાસ કરેલ છે, અન્યથા કાયક્લેશના પ્રકૃષ્ટપણાથી તે જ કહેવા યોગ્ય થાય, પરંતુ કાયક્લેશવાળો નહિ અને અહિં તો કાયક્લેશવાળો કહેલ છે, એવી રીતે સર્વત્ર સમજવું ૧, ઉત્કટુકાસનિક પ્રસિદ્ધ છે ૨, પ્રતિમાસ્થાયી—ભિક્ષુની પ્રતિમાને ક૨ના૨ ૩, વીરાસનિક-જે સિંહાસન પર બેઠેલાની જેમ જ રહે છે તે જાણવો ૪, નૈષધિક સમ પદ પુતા વગે૨ે નિષદ્યામાં બેસનાર ૫, દંડાયતિક-પ્રસારિતદેહ-દંડની જેમ શરીરને લંબાવના૨ ૬ અને લગંડશાયી–ભૂમિને પીઠ નહિ લગાડનાર ૭. ૧૫૫૪॥
આ કાયક્લેશરૂપ તપ મનુષ્યલોકમાં જ છે, માટે તેના પ્રતિપાદનમાં તત્પર 'નંબુદ્દીને' ત્યાદ્િ॰ પ્રકરણ કહેલ અર્થવાળું છે. ૫૫૫
મનુષ્યક્ષેત્રના અધિકારથી જ તત્સંબંધી કુલકર, કલ્પવૃક્ષ, નીતિ, રત્ન અને દુષ્મમાદિ ચિહ્નવાળા આ સૂત્રો પાઠસિદ્ધ છે. વિશેષ એ કે—'નિસ્સેળ હોવફ' ત્તિ॰ આવતા કાલરૂપ હેતુ વડે થશે તથા વિમલવાહન નામના પ્રથમ કુલકર હોતે છતે સાત પ્રકારના હતા, તેની પૂર્વે દશ પ્રકારના હતા. હવા-કલ્પવૃક્ષો. 'ડવો f('—ઉપભોગપણાએ 'હળ્યું' શીઘ્ર આવેલા હતા અર્થાત્ ભોજનાદિના સંપાદન વડે તત્કાલીન મનુષ્યોને ઉપભોગમાં આવેલા હતા. 'મન્નયા યુ' હીં॰ મત્તમદ, તેના કારણપણાથી મઘ, અહિં મત્ત શબ્દ વડે કહેવાય છે તેના અંગભૂત-કારણભૂત અથવા તે જ અંગો-અવયવો છે જેના તે મત્તાંગકો અર્થાત્ સુખે પીવા લાયક મદ્યનાં દેવાવાળા (‘ચકાર’ પૂર્ણ અર્થમાં છે.) 'મૈિં॥'—સંજ્ઞા શબ્દ હોવાથી શૃંગારાદિ વિવિધ ભાજનને એકત્ર કરનાર તે ભૂંગા ૨, 'વિત્ત॥'—ચિત્ર-અનેક પ્રકારની માલ્ય (પુષ્પમાળા) ના કારણપણાથી ચિત્રાંગો ૩, 'પિત્તરસા’—મધુરાદિ મનોહર વિચિત્ર રસો જેની પાસેથી મેળવાય છે તે ચિત્રરસો ૪, 'મળિયું'—આભરણના કારણભૂત મણિઓ એ અંગો છે જેઓને તે મથંગો–ભૂષણને આપનારા ૫, 'અળિયા' અનગ્નને કરનારા હોવાથી અનગ્ના–વિશિષ્ટ વસ્ત્રને દેનારા અથવા-આ સંજ્ઞા શબ્દ છે. ૬, 'પ્પરુવલ્લુ' ત્તિ॰ ઉક્ત વૃક્ષોથી વ્યતિરિક્ત (જૂદા) સામાન્યથી કલ્પેલ ફળને દેવા વડે કલ્પના, કલ્પમાં પ્રધાન વૃક્ષો તે કલ્પવૃક્ષો. I૫૫૬॥
'દંડનીફ' ત્તિ દંડવું તે દંડ-અપરાધીને શિક્ષા. તેમાં અથવા તેની અથવા તે જ નીતિ-ન્યાય તે દંડ નીતિ 'દ્દારે ત્તિ ‘હ’ આ પ્રેરણા અર્થમાં છે, તેનું કરવું તે હક્કાર. આ ભાવાર્થ છે–પ્રથમ અને દ્વિતીય કુલકરના સમયમાં અપરાધીને દંડ હક્કાર માત્ર હતો. તેટલા માત્રથી જ અપરાધી, બધુંય લઈ લેવાએલાની જેમ પોતાને માનતો થકો ફરીથી અપરાધ કરતો નહિ. એ પ્રમાણે તેને દંડનીતિપણું હતું. ૧. એવી રીતે ‘મા’ એમ અપરાધીને નિષેધાર્થનું કરવું તેનું નામ ‘માકાર’. તૃતીય, ચતુર્થ • કુલકરના સમયમાં મહાન્ અપરાધ થયે છતે ‘માકાર’ દંડ હતો અને થોડા અપરાધમાં તો ‘હક્કાર’ જ હતો ૨ તથા ‘ધિક્’ અર્ષિક પ્રેરણા (તિરસ્કાર) ના અર્થમાં છે. તેનું કરવું–ઉચ્ચારવું તે ધિક્કાર. પાંચમા, છઠ્ઠા અને સાતમા કુલકરના સમયમાં મહાન્ અપરાધને વિષે ધિક્કારનો દંડ, જઘન્ય અપરાધમાં હક્કાર અને મધ્યમ અપરાધમાં માકાર દંડ હતો ૩. કહ્યું છે કે— પમ-નીયા પમા, તત્ત્વ-૨તત્થા અભિનવા વીયા ।પંચમ-દસ્ત ય સત્તમમ્સ તથા અભિવા ૐ ।૬।। [आव० नियुक्ति गाथा १६८ ]
પહેલા અને બીજા કુલક૨ની પહેલી હક્કાર નીતિ, ત્રીજા-ચોથાની અભિનવ–બીજી મક્કાર નીતિ, તથા પાંચમા-છઠ્ઠા અને સાતમાની ત્રીજી અભિનવ ધિક્કાર નીતિ જાણવી. (૫૬)
ખૂબ કહેવું તે પરિભાષા–અપરાધી પ્રત્યે, કોપના આટોપ વડે, તું અહિંથી જઈશ નહિ એમ કહેવું તે ૪, મંડલબંધ–
183