________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने कुलकराद्या नीतयः, रत्नानि, अवगाढदुष्षमाससुषमे ५५६-५५९ सूत्राणि
દિશાની સન્મુખ વહનવાળી નદીઓ લવણસમુદ્રમાં મળે છે અને પશ્ચિમ દિશાની સન્મુખ વહનવાળી નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. શેષ સૈમજ છે. પુષ્કરવરદ્વીપાદ્ધમાં પૂર્વાદ્ધને વિષે સાત ક્ષેત્રો, પર્વતો, નદીઓ વગેરે તેમજ છે. વિશેષ એ કે–પૂર્વદિશાની સન્મુખ વહનવાળી નદીઓ પુષ્કરોદ સમુદ્રમાં મળે છે અને પશ્ચિમ દિશાની સન્મુખ વહનવાળી નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. શેષ તેમજ છે. એવી રીતે પુષ્કરવરદ્વીપાદ્ધના પશ્ચિમાદ્ધને વિષે પણ જાણવું. વિશેષ એ કે-પૂર્વ દિશાની સન્મુખ વહનવાળી નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે અને પશ્ચિમ દિશાની સન્મુખ વહનવાળી નદીઓ પુષ્કરોદ સમુદ્રમાં મળે છે. સર્વત્ર ક્ષેત્રો, વર્ષધર પર્વતો અને નદીઓ કહેવા યોગ્ય છે. //૫૫૫ જંબૂદીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે અતીત ઉત્સર્પિણી કાળમાં સાત કુલકરો હતા, તે આ પ્રમાણે–મિત્રદામ ૧, સુદામ ૨, સુપાર્શ્વ ૩, સ્વયંપ્રભ ૪, વિમલઘોષ ૫, સુઘોષ ૬ અને સાતમો મહાઘોષ નામનો હતો. ૭ /૧// જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે આ વર્તમાન અવસર્પિણી કાળમાં સાત કુલકરો હતા, તે આ પ્રમાણે— તેમાં પ્રથમ વિમલવાહન ૧, ચક્ષુખાન ૨, યશસ્વાન ૩, ચોથો અભિચંદ્ર ૪, ત્યારબાદ પ્રસેનજિત પ, છઠ્ઠો મરુદેવ ૬ અને સાતમો નાભિ નામનો કુલકર હતો ૭. //૧// આ સાત કુલકારોની ક્રમશઃ સાત ભાર્યાઓ હતી, તે આ પ્રમાણે–ચંદ્રયશા ૧, ચંદ્રકાંતા ૨, સુરૂપા ૩, પ્રતિરૂપા ૪, ચક્ષુકાંતા ૫, શ્રીકાંતા ૬ અને મરુદેવી ૭. આ કુલકરની સ્ત્રીઓના નામો જાણવા //ર// જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે આવતી ઉત્સર્પિણીમાં સાત કુલકરો થશે. તે આ પ્રમાણે—મિત્રવાહને ૧, સુભોમ ૨, સુપ્રભ ૩, સ્વયંપ્રભ ૪, દત્ત ૫, સુહુમ ૬, [૫ શુભ-૬ સુરૂપ] અને સુબંધુ ૭. આ સાત કુલકરો આગામી ઉત્સર્પિણીમાં થશે. //ર II વિમલવાહન નામના કુલકરના સમયમાં સાત પ્રકારના કલ્પવૃક્ષો, ઉપભોગપણાએ શીધ્ર આવતા હતા. તેથી પૂર્વે (દશ પ્રકારના હતા) મત્તાંગક-સુખે પીવા યોગ્ય મદ્યને દેવાવાળા ૧, ભંગા-ભંગારાદિ વિવિધ ભાજનને આપનારા ૨, ચિત્રાંગા-વિવિધ પ્રકારની પુષ્પમાળાને દેનારા ૩, ચિત્રરસ-મધુર વગેરે વિચિત્ર રસને દેનારા ૪, મર્યાગા-ભૂષણને આપનારાં ૫,અનગ્રા-વિશિષ્ટ વસ્ત્રોને દેવાવાળા ૬, અને કલ્પવૃક્ષો-કહેલ વૃક્ષોથી જુદા–સામાન્યથી ઈચ્છિત ફળને દેનારા હતા ૭ /૧/I/પપ૬// અપરાધીને શિક્ષા દેવારૂપ સાત પ્રકારની દંડનીતિ કહેલી છે, તે આ પ્રમાણે—પહેલા, બીજા કુલકરના સમયમાં અપરાધીને ફક્ત “હ” એટલું જ કહેવામાં આવતું તેથી યુગલીઆઓ અત્યંત લજ્જિત થતા હતા તે 'હાર' નામની દંડનીતિ ૧, ત્રીજા, ચોથા કુલકરના સમયમાં સ્વલ્પ અપરાધને વિષે ‘હકાર” પરંતુ વિશેષ અપરાધમાં “મ’ કહેવામાં આવતું તે માર’ દંડનીતિ ૨, પાંચમા, છઠ્ઠા અને સાતમા કુલકરનાં સમયમાં ઉત્કૃષ્ટ અપરાધને વિષે ‘વિફ કહેવામાં આવતું તે ‘ધિક્કાર” દંડનીતિ ૩, પરિભાષા-અપરાધી પ્રત્યે કોપના આવેશપૂર્વક કહેવું કે તું અહિં આવીશ નહિ” તે ૪, મંડલબંધ–“આ સ્થાનથી તું જઈશ નહિ' ઇત્યાદિ કહેવારૂપે દંડ ૫, ચારક-કેદખાનામાં નાખવું, ૬ અને છવિચ્છેદ-હસ્ત, પાદ વગેરેનું છેદવું. ૭. આ સાત દંડનીતિ છે. //૫૫૭// પ્રત્યેક ચાતુરંગ ચક્રવર્તી રાજાને પૃથ્વીના પરિણામરૂપ સાત એકેંદ્રિય રત્નો કહેલા છે, તે આ પ્રમાણે–ચક્રરત્ન ૧, છત્રરત્ન ૨, ચર્મરત્ન ૩, દંડર– ૪, અસિરત્ન ૫, મણિરત્ન ૬ અને કાકણિરત્ન ૭. દરેક ચાતુરંગ ચક્રવર્તી રાજાને સાત પંચેંદ્રિય રત્નો કહેલા છે, તે આ પ્રમાણે—સેનાપતિરત્ન ૧, ગૃહપતિરત્ન-કોઠારનો અધિપતિ ૨, વર્ધકીરત્ન(સૂતાર) ૩, પુરોહિતરત્ન-શાંતિકર્મ કરનાર ૪, સ્ત્રીરત્ન પ, અશ્વરત્ન ૬ અને હસ્તિરત્ન ૭. //૫૫૮ll સાત પ્રકાર વડે ઉતરેલો–આવેલો દુષમકાળને જાણવો, તે આ પ્રમાણે અકાળમાં વરસે ૧, યોગ્ય કાળમાં ન વરસે ૨, અસાધુજનો લોકો વડે પૂજાય છે ૩, સાધુજનો પૂજાતા નથી ૪, માતા, પિતા અને ધર્માચાર્યાદિ ગુરુઓને વિષે વિનયના અભાવરૂપ મિથ્યાભાવને લોકોએ આશ્રયેલ છે ૫, માનસિક દુઃખપણું ૬ અને વાચિક દુઃખપણું ૭. સાત
પ્રકાર વડે ઉતરેલો-આવેલ સુષમકાળને જાણવો, તે આ પ્રમાણે–અકાળે વરસે નહિ ૧, યોગ્ય કાળે વરસે રે, 182