________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने स्वरप्रकरणम् ५५३ सूत्रम्ं
જેના વડે જીવનને મેળવે છે. આ જીવન મનુષ્યની અપેક્ષાએ સમજાય છે કારણ કે આ મનુષ્યનું લક્ષણપણું છે. તેનું કરેલું કાર્ય વિનાશ પામતું નથી અર્થાત્ તેનો પ્રયાસ નિષ્ફળ થતો નથી તથા ગાયો, મિત્રો અને પુત્રો હોય છે. 'સપ્ન’—ઐશ્વર્ય, ગાંધારસ્વરમાં ગીતની યુક્તિને જાણનારાઓ વર્યવૃત્તયઃ—શ્રેષ્ઠ આજીવિકાવાળા, કલા વડે અધિક, કવિઓ-કાવ્યને કરનારા, પ્રાજ્ઞા–સદ્બોધવાળા અને કહેલ ગીતયુક્તિ વગેરેથી અન્ય ધનુર્વેદોથી શાસ્ત્રમાં પારંગત તેઓ થાય છે. શકુન–સિચાણારૂપ પક્ષી વડે જે નિર્વાહ કરે છે, પાપદ્ધિશિકારને કરે છે અથવા પક્ષીઓને મારે છે તે શાકુનિકો, વાગુરા એટલે મૃગનું બંધન (પાશ), તેના વડે જે નિર્વાહ કરે છે, વારિકો. સૂવર વડે કે સૂવરના વધને અર્થે ભ્રમણ કરે છે અથવા સૂવરોને મારે છે તે સૌકરિકો, મૌષ્ટિકો–મલ્લો ।।૮-૧૪।। 'તેષાં' રૂત્યાદ્િ॰ તેમાં વ્યાખ્યાન ગાથા—
सज्जाइ तिहा गामो, स समूहो मुच्छणाण विष्णेओ । ता सत्त एक्कमेक्के, तो सत्त सराण इगवीसा ॥५३॥ अन्नन्नसरविसेसे, उप्पायंतस्स मुच्छणा भणिया । कत्ता व मुच्छिओ इव, कुणई मुच्छ व सो व त्ति ॥५४॥
ખડ્ગાદિ ત્રણ-ષડ્જ, મધ્યમ અને ગાંધાર ત્રણ ગ્રામો છે, ગીત તે નાદસ્વરૂપ છે વાઘ, નાદની શક્તિ વડે વખાણાય છે અને ગીત તથા વાઘ (વાજિંત્ર) ને અનુસરીને નૃત્ય છે આ હેતુથી ગીત, વાદ્ય અને નૃત્ય એ ત્રણે નાદને આધીન છે. અને તે નાદ વિશેષ મૂર્ચ્છનાના સમૂહરૂપ ગ્રામ છે, તે દરેક ગ્રામમાં સાત સાત મૂર્ચ્છનાઓ છે. તે બધીય મળીને સાત સ્વરોની એકવીશ મૂર્ચ્છનાઓ થાય છે. અન્યોન્ય સ્વરવિશેષોને ઉત્પન્ન કરનાર નાદને મૂર્ચ્છના કહેવાય છે અર્થાત્ એક સ્વર ઉપાડીને જ્યારે બીજો સ્વર ઉત્પન્ન કરે છે ત્યારે મૂર્ચ્છના થાય છે અથવા નાદનો કર્તા, સાંભળનારા મનુષ્યોને મૂચ્છિતની જેવા કરે છે અથવા કર્તા પોતે પણ સૂચ્છિતની જેવો થાય છે તેથી મૂર્ચ્છના કહેવાય છે. (૫૩-૫૪)
અહિં મંગી વગેરે એકવીશ મૂર્ચ્છનાઓના સ્વરવિશેષો પૂર્વગત (પૂર્વ સંબંધી) સ્વર–પ્રાકૃતમાં કહેલા છે, હમણાં તો તે શાસ્ત્રથી નીકળેલા ભરત, વૈશાખિલાદિ શાસ્ત્રથી જાણવા ||૧૫-૧૮।। 'સત્તસરા ગો' ગાહા॰ અહિં ચાર પ્રશ્નો છે તેમાં ઝુતઃ–કયા સ્થાનથી ૧, ા યોનિઃ—કઈ જાતિ ૨, તથા કેટલા સમયો છે જેમાં તે તિસમયા, ઉચ્છ્વાસા-કેટલા પરિમાણ કાલવાળા ૩, તથા આારો-આકૃતિઓ અર્થાત્ સ્વરૂપો ૪ ।।૧૯।। 'સત્તસરો' હીં॰ પ્રશ્નના જવાબરૂપ અર્થવાળી ગાથા સ્પષ્ટ છે. વિશેષ એ કે-રુદિતયોનિ-જાતિ સમાનરૂપપણાએ છે જેને તે રુદિતયોનિક, પાદસમયા ઉચ્છ્વાસા-જેટલા સમયથી છંદનો ચરણ લઈ જવાય છે–કહેવાય છે તેટલા સમયપ્રમાણ ઉચ્છ્વાસો ગીતમાં હોય છે. II૨૦II આકારોને કહે છે 'આ' ICI॰ આદિમાં મૃદુ-કોમલ તે આદિ મૃદુ ગીત. આર્મમાળા (આ) અહીં સમુદિત ત્રણની અપેક્ષાએ બહુવચન છે, પ્રારંભ કરતાં થકાં અન્યથા એક જ આકાર છે. બીજા બે આકારો કહેવામાં આવતાં લક્ષણવાળા જૂદા છે તથા 'સમુહન્તશ્ન' મોટા ગીતની ધ્વનિથી, મધ્યકા૨ે-મધ્યભાગમાં તથા અવસાને-છેવટમાં ક્ષર્પયન્તો ગીતધ્વનિને મંદ કરતો થકો (એમ) ગીતના ત્રણ આકારો–સ્વરૂપો થાય છે. અર્થાત્ ગીતધ્વનિ શરૂમાં કોમલ, મધ્યમાં તાર (ઉચ્ચ) અને અંતમાં મંદ થાય છે ।।૨૧।। વળી બીજું'છ ોસે' વારાહા છ દોષો છોડવા યોગ્ય છે તેને કહે છે—'મીય' હા॰ ભીત-ડરપોક માણસ ૧, વ્રુત-ઉતાવળું ૨, 'રહİ' ડ્રસ્વ સ્વર–લઘુ શબ્દ, પાઠાંતરથી 'પ્પિ∞' શ્વાસયુક્ત અને ઉતાવળું ૩, 'ઉત્તાŕ' ‘ઉર્દૂ’ પ્રાબલ્ય અર્થમાં છે તેથી અતિતાલ અથવા અસ્થાનમાં તાલ અને તાલ તો કંશિકાદિ શબ્દવિશેષ છે ૪, 'સ્વિર' સ્લક્ષાશ્રવ્ય સ્વર–ઘોઘરું સ્વર ૫, અનુનાસ–સાનુનાસિક અર્થાત્ નાસિકાથી કરેલું સ્વર ૬, શું? તે કહે છે-ગાથામાં પ્રવર્તોલ હે ગાયક! તું ગાઈશ નહિં શું? જે આ ગેયના છ દોષો છે અર્થાત્ છ દોષયુક્ત ગાઈશ નહિ ।।૨૨-૨૩।। આઠ ગુણોને કહે છે—'પુત્ર' ગાહા॰ સ્વર કલા વડે પૂર્ણ ૧, ગેયના રાગ વડે અનુરક્ત તે રક્ત ૨, અન્ય અન્ય સ્ફુટ શુભ સ્વરોને કરવાથી અલંકૃત ૩, અક્ષર અને સ્વરને સ્ફુટ ક૨વાથી વ્યક્ત ૪, ગવિયુદ્—વિક્રોશનની જેમ જે ખરાબ સ્વર ન હોય તે અવિષ્ટ ૫, કોકિલાના અવાજની જેમ મધુર સ્વર તે મધુર
1. અત્ર ગાથાવૃત્તિમાં ૯૬ શ્લોકો છે અને ઘણી જ વિસ્તૃત વ્યાખ્યા છે.
178