________________
७ स्थानकाध्ययने नयाः ५५२ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ હેતુરૂપ જે વિશેષો ૩, તે સામાન્ય, ઉભય અને વિશેષ સ્વરૂપના ગ્રાહક જે જ્ઞાનો તે સામાન્ય, ઉભય અને વિશેષ-ગ્રાહક જ્ઞાનો છે, તેના વડે જે પ્રમાણ ક૨ે છે અથવા નિશ્ચય કરે છે તેથી નૈગમનય એક માનવાળો નથી પરંતુ વિચિત્ર પરિચ્છેદવાળો છે. (૧૯)
અથવા નિગમ–અર્થના બોધોને વિષે કુશળ અથવા બોધોને વિષે થયેલ તે નાગમ અથવા નૈ ગમાઃ—નથી એક માર્ગો જેના તે નૈકગમ. કહ્યું છે કે—
लोगत्थनिबोहा वा, निगमा तेसु कुसलो भवो वाऽयं । अहवा जं णेगगमो, णेगपहो गमो तेणं ॥ २० ॥
[विशेषावश्यक २१८७ त्ति]
લોકમાં રહેલા જીવાદિ પદાર્થોને જાણવાના અનેક પ્રકારોને વિષે જે કુશળ હોય અથવા બોધોને વિષે થયેલ હોય અથવા વસ્તુને જાણવાના જેના એક માર્ગો-પ્રકારો નથી તે નૈગમ કહેવાય છે. (૨૦)
આ નય સર્વત્ર ‘સત્’ એવી રીતે અનુરૂપ આકારના અવબોધના હેતુભૂત મહાસત્તાને ઇચ્છે છે ૧, અનુવૃત્ત (અભિન્ન) અને વ્યાવૃત્ત (ભિન્ન) અવબોધના હેતુભૂત સામાન્ય વિશેષરૂપ દ્રવ્યત્વ વગેરે ૨, અને વ્યાવૃત્ત (ભિન્ન) અવબોધના હેતુભૂત નિત્ય દ્રવ્યમાં રહેલું અંત્ય સ્વરૂપવાળું વિશેષને ઇચ્છે છે ૩. શંકા-એવી રીતે આ નૈગમનય, સમ્યગ્દષ્ટિ જ થાઓ, કેમ કે સામાન્ય અને વિશેષ (બન્ને) ને સાધુની જેમ સ્વીકારવામાં તત્પર હોય છે. સમાધાન–એમ નથી કારણ કે સામાન્ય અને વિશેષ વસ્તુઓને અત્યંત ભેદ વડે સ્વીકારવામાં તત્પર હોવાથી તેને સમ્યગ્દૃષ્ટિપણું નથી. ભાષ્યકાર કહે છે કે—
जं सामन्नविसेसे, परोप्परं वत्थुओ य सो भिन्ने । मन्नइ अच्चतमओ, मिच्छादिट्ठी कणादो व्व ॥ २१ ॥ दोहि वि नएहिं नीयं, सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसयप्पहाणत्तणेण अन्नोन्ननिरवेक्खा ।।२२।। [વિશેષાવશ્ય ૨૨૧૪-૧૫ fi]
જે કારણથી સામાન્ય અને વિશેષને નૈગમનય, વસ્તુથી એટલે દ્રવ્ય, ગુણ, કર્મ અને ૫૨માણુરૂપ આધારથી પરસ્પર અત્યંત ભેદરૂપ (ભિન્ન) માને છે, આ કારણથી કણાદ (વૈશેષિક મત સ્થાપક) ની જેમ મિથ્યાર્દષ્ટિ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકરૂપ ઉભય નય વડે બધું પોતાનું શાસ્ત્ર ઉલૂકે (કણાદે) સમર્થેલું છે તો પણ મિથ્યાર્દષ્ટિ છે કારણ કે સ્વસ્વ વિષયના પ્રધાનપણાએ કરીને અન્યોન્ય નિરપેક્ષ સ્વીકારેલ છે અને જૈનાગમમાં તો ‘સ્યાત્’ શબ્દ વડે લાંચ્છિત હોવાથી પરસ્પર સાપેક્ષ સ્વીકારેલ છે. (૨૧–૨૨)
ભેદોનું સંગ્રહવું અથવા ભેદોને સંગ્રહે છે અથવા જેના વડે ભેદો સંગ્રહ કરાય છે તે સંગ્રહ. કહ્યું છે કે—'સંગદળ તિહર, સંનિષ્કૃતે વ તેજ નં મેવા । તો સંગહો' [વિશેષાવશ્ય ૨૨૦૩ ત્તિ] સામાન્ય રૂપે સર્વ વસ્તુઓને એકઠી કરવી તે સંગ્રહ, અથવા સામાન્ય રૂપે સર્વ વસ્તુને જે એકઠી કરે તે સંગ્રહ અથવા તેથી સર્વ ભેદો સામાન્ય રૂપે સંગ્રહાય તે સંગ્રહ. તાત્પર્ય એ છે કે—આ નય નિશ્ચયે સામાન્યનું પ્રતિપાદન કરવામાં તત્પર છે. ‘સત્’ એમ કહે છતે સામાન્ય જ સ્વીકારે છે, પરંતુ વિશેષ નહિં અને તેમજ માને છે. (આ નયવાદી કહે છે કે−) વિશેષો, સામાન્યથી અર્થાતરભૂત (ભિન્ન) છે કે અનર્થાંતરભૂત (અભિન્ન) છે? જો ભિન્ન છે તો તે નથી જ, કેમ કે આકાશના પુષ્પની જેમ, સામાન્યથી જુદા છે અને જો અભિન્ન છે તો વિશેષો સામાન્ય માત્ર છે કેમ કે જુદા નથી. કહ્યું છે કે—
सदिति भणियंमि जम्हा, सव्वत्थाणुप्पवत्तए बुद्धी । तो सव्वं तम्मत्तं, नत्थि तदत्थंतरं किंचि ||२३|| कुंभ भावान्नो, जइ तो भावो अहऽन्नहाऽभावो । एवं पडादओ वि हु, भावा नन्न त्ति तम्मत्तं ॥ २४ ॥
[વિશેષાવશ્ય૦ ૨૨૦૭-૮ \]
જે કારણથી ‘સત્’ (વિદ્યમાન) છે એમ કહે છતે સર્વત્ર ત્રણ ભુવનમાં રહેલ વસ્તુઓને વિષે બુદ્ધિ પ્રવર્તે છે એવી કોઈ પણ વસ્તુ નથી કે જે ‘સત્’ કહે છતે જણાતી નથી તે કારણથી સર્વ તન્માત્ર—સત્તા માત્ર જ છે તેથી અર્થાતર-જુદી કોઈ વસ્તુ
169