________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने नयाः ५५२ सूत्रम्
તે કાશ્યપો. શ્રી મુનિસુવ્રત અને શ્રી નેમિનાથને છોડીને શેષ જિનો અને ચક્રવર્તી વગેરે ક્ષત્રિયો, સાતમા ગણધર (મૌર્યપુત્ર) વગેરે બ્રાહ્મણો અને જંબૂસ્વામિ વગેરે ગૃહપતિઓ (વૈશ્યો) કાશ્યપ ગોત્રવાળા છે. અહિં ગોત્રનો ગોત્રવાળા સાથે અભેદ કરીને આ પ્રમાણે નિર્દેશ (કાશ્યપો) કરેલ છે. અન્યથા ‘કાશ્યપ’ એમ કહેવું થાત. એવી રીતે સર્વત્ર સમજવું. ગૌતમના અપત્યો તે ગૌતમો. શ્રી મુનિસુવ્રત અને શ્રી નેમિનાથ જિન, નારાયણ (લક્ષ્મણ) અને પદ્મ (રામચંદ્ર) સિવાય શેષ વાસુદેવ અને બલદેવો (ક્ષત્રિય), ઇંદ્રભૂતિ વગેરે ત્રણ ગણધરો (બ્રાહ્મણો) અને વૈર (વજ્ર) સ્વામિ (વૈશ્ય) છે. વત્સના અપત્યો તે વત્સો-શષ્યભવ (દશવૈકાલિકના કર્તા) વગેરે. એવી રીતે 'જો ં સિવમૂરૂં પિય' આ વચનથી કુત્સો શિવભૂતિ વગેરે. એમ કૌશિકો ખડુલક (ત્રરાશિક મતને ઉત્પન્ન કરનાર) વગેરે. મંડુના અપત્યો તે મંડવો. વશિષ્ઠના અપત્યો તે વાશિષ્ઠો. છટ્ઠા ગણધર (મંડિક) અને આર્યસુહસ્તિ (સંપ્રતિ રાજાના ગુરુ) વગેરે તથા જે કાશ્યપો છે તે સાત પ્રકારના છે. એક કાશ્યપ શબ્દના વ્યપદેશપણાએ કાશ્યપો જ છે અને બીજા તો કાશ્યપગોત્રવિશેષભૂત શંડિલ વગેરે પુરુષના અપત્યરૂપ શાંડિલ્ય વગેરે જાણવા. ૫૫૧॥
આ મૂળગોત્ર અને પ્રતિગોત્ર (શાખા) નો વિભાગ નયવિશેષના મતથી થાય છે માટે નયના વિભાગને કહે છે— સત્ત મૂળનયા પન્નત્તા, તંનહા–નેળમે, સંશઢે, વવહારે, નુત્તુતે, સદ્દે, સમમિ, વંભૂતે । સૂ॰ ૧૯૨ (મૂળ) સાત મૂળનયો કહેલા છે, તે આ પ્રમાણે—નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત ૫૫૨॥ (ટી૦) 'સત્ત મૂત્તે' ત્યાદ્રિ મૂળભૂત નયો તે મૂળ નયો સાત છે અને ઉત્તર નયો તો સાત સો છે. કહ્યું છે કે— एक्क्को य सयविहो, सत्त नयसया हवंति एवं तु । अन्नो वि य आएसो, पंचेव सया नयाणं तु ।। १७ ।। [आवश्यक नियुक्ति ५४२ विशेषावश्यक २२६४ त्ति] મૂળ નૈગમાદિ સાત નય છે, તે દરેકના સો સો ભેદ ક૨વાથી સાત સો નયો થાય છે. બીજો પણ આદેશ છે–મત છે તે મતથી પાંચસો નયોના ભેદ થાય છે, કેમ કે તે મત વડે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણે નયોને એક શબ્દ નય તરીકે વિવક્ષા કરવાથી મૂળ પાંચ નય થાય છે. ‘અપિ’ શબ્દ વડે નૈગમ નયનો સંગ્રહ અને વ્યવહારમાં અંતર્ભાવ ક૨વાથી છ નય અથવા સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ આ ચાર નય અથવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે મૂળ ભેદ પણ નયના થાય છે. (૧૭)
जावइया वयणपहा, तावइया चेव हुंति नयवाया। जावइया नयवाया, तावइया चेव परसमय ||१८||
[સમ્મતિ॰ રૂ।૪૭ ત્તિ] જેટલા વચનના માર્ગો-પ્રકારો છે તેટલા જ નયના વાદો છે અને જેટલા નયના વાદો છે તેટલા જ પરસમયો– અન્યતીર્થિકોના સિદ્ધાંતો છે. (૧૮)
અનંતધર્માત્મક વસ્તુને વિષે એક ધર્મને સમર્થન ક૨વામાં દક્ષ લક્ષણબોધવિશેષ તે નય છે. તેમાં 'જ્ઞેયે' ત્તિ॰ એક માનો વડે નહિ, પણ મહાસત્તા, સામાન્ય વિશેષ અને વિશેષ જ્ઞાનો વડે માન કરે છે અથવા નિશ્ચય કરે છે તે નૈગમ. કહ્યું છે
કે
.
गाई माणाई, सामन्नोभयविसेसनाणाई । जं तेहिं मिणइ तो, णेगमो णओ णेगमाणो त्ति ।।१९।।
[विशेषावश्यक० २१८६ त्ति]
જેના એક માનો–પ્રમાણો નથી પરંતુ ઘણા માનો છે સામાન્ય-મહાસત્તારૂપ ૧, 1ઉભય, જેમકે–વૃક્ષત્વ, ગાત્વ, ગજત્વાદિ સામાન્ય વિશેષરૂપ અપાંતરાલ સામાન્ય ૨ અને નિત્ય દ્રવ્યમાં રહેલ અંત્ય સ્વરૂપવાળા, ભિન્ન આકારવાળા તથા બુદ્ધિના
1. જેમ વનસ્પતિ એ સામાન્ય છે, વૃક્ષત્વ એ ઉભય સ્વરૂપ છે કેમ કે અન્ય વિશેષ તૃણાદિ વનસ્પતિની અપેક્ષાએ એ વિશેષ છે અને આમ્ર નીંબાદિ વિશેષોની અપેક્ષાએ સામાન્ય છે, એવી રીતે વિશેષ અને સામાન્ય અપેક્ષાએ છે, અત્યંત વિશેષ જેનો ભેદ ન થાય તે કેવલ વિશેષ સ્વરૂપ છે.
168