________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने नयाः ५५२ सूत्रम् જ નથી. કુંભ-ઘડો, ભાવથી અર્થાત્ સત્તાથી અન્ય (જુદો) છે કે અનન્ય (અભિન્ન) છે? જો અનન્ય છે તો સત્તા માત્ર જ છે ? અથવા જો ભાવ-સત્તાથી ભિન્ન છે તો તે ખરવિષાણ (સસલાના શીંગડા) વત્ અભાવરૂપ છે એમ પટ (વસ્ત્ર) વગેરે પણ પ્રત્યેક અનન્ય સત્તા માત્ર જ છે. (૨૩-૨૪)
વ્યવહરવું, વ્યવહારે છે અથવા વ્યવહાર છે-જેના વડે સામાન્યને દૂર કરાય છે અથવા વિશેષોને આશ્રયીને વ્યવહારમાં તત્પર તે વ્યવહારનય છે. કહ્યું છે કેववहरणं ववहरए, स तेण ववहीरते व सामन्नं । ववहारपरो य जओ, विसेसओ तेण ववहारो ।।२५।।
[વિશેષાવર ૨૨૧૨ ઉત્તર વ્યવહાર કરવો તે વ્યવહાર, અથવા જે વ્યવહાર કરે છે તે વ્યવહાર. અથવા જે સામાન્યનો તિરસ્કાર કરે છે તે વ્યવહાર અથવા જે માટે વિશેષથી લોકવ્યવહારમાં તત્પર છે, તેથી તે વ્યવહારનય કહેવાય છે. (૨૫).
આ નય તો વિશેષને પ્રતિપાદન કરવામાં તત્પર છે. “સત’ એમ કહે છતે ઘટાદિ વિશેષોને જ સ્વીકારે છે કેમ કે તેઓને જ વ્યવહારમાં પ્રયોજનપણું છે, પરંતુ ઘટાદિ વિશેષોથી સામાન્ય જુદું નથી, કેમ કે તેનું વ્યવહારયુક્તપણું છે. (આ નયવાદી કહે છે કે સામાન્ય, વિશેષોથી ભિન્ન છે કે અભિન્ન? જો ભિન્ન હોત તો વિશેષોથી જુદું જણાત, પરંતુ જુદું જણાતું નથી અને જો અભિન્ન છે તો વિશેષ માત્ર જ છે, કારણ કે તેના સ્વરૂપની જેમ વિશેષોથી જુદું નથી. કહ્યું છે કેउवलंभव्ववहाराभावाओ 'तव्विसेसभावाओ । तं नत्थि खपुप्फ पिव, संति विसेसा सपच्चक्खं ।।२६।।..
[વિરોષાવરથ૦ ૨૨૨૪ ઉત્ત] પ્રાપ્ત થતા જણાતા) વ્યવહારના અભાવથી તથા નિર્વિશેષ ભાવથી એટલે વિશેષ વડે જુદો હોવાથી સામાન્ય, આકાશપુષ્પની જેમ નથી અને વિશેષો તો પ્રત્યક્ષ છે-ઘટ પટાદિ વિશેષો જણાય છે. (૨
લોકના સંવ્યવહારમાં તત્પર તે વ્યવહાર નય છે, તે બતાવે છે-આ નય, પાંચ વર્ણવાળી ભમરાદિ વસ્તુમાં પણ અતિશયપણાથી કૃષ્ણપણાને જ માને છે. કહ્યું છે કેबहुतरओ त्ति य तं चिय, गमेइ संते वि सेसए मुयइ । संववहापरतया, ववहारो लोगमिच्छंतो ।।२७।।
[विशेषावश्यक० २२२१ इति] સંવ્યવહારમાં તત્પર હોઈને લોકને ઇચ્છતો થકો વ્યવહારનય, બહુતરપણાથી કૃષ્ણવર્ણાદિ મુખ્યને માને છે અને શેષ વર્ણો, ગૌણપણાએ વિદ્યમાન છતાં પણ તેને છોડે છે. (૨૭)
ઋજુ-વક્રના વિપર્યયપણાથી અર્થાત્ સરલપણાથી સન્મુખ શ્રુતજ્ઞાન છે જેનું તે ઋજુશ્રુત અથવા જુ-અતીત અને અનાગત (કાળરૂપ) વક્રના પરિત્યાગથી વર્તમાન વસ્તુને સૂત્રત–જણાવે છે તે ઋજુસૂત્ર. કહ્યું છે કેउज्जु रिउ (रूजु) सुयं, नाणमुज्जु सुयमस्स सोऽयमुज्जुसुओ । सुत्तयइ वा जमुज्जूं, वत्थु तेणुज्जुसुत्तो त्ति ।।२८।।
[વિશેષાવર ૨૨૨૨ ]િ. ઋજુ એટલે અવક્ર અને શ્રુત એટલે બોધ. આથી જેનો અવક્રબોધ તે ઋજુ શ્રત અથવા જે વસ્તુને અવક્રપણે સરળતાથી કહે તે ઋજુસૂત્ર. (૨૮)
આ નય તો વર્તમાનકાલીન, સ્વકીય વસ્તુને લિંગ, વચન અને નામાદિ વડે ભિન્ન છતાં પણ એકરૂપે સ્વીકારે છે, શેષ અવસ્તુ છે, તે આ પ્રમાણે—અતીત અને ભવિષ્ય કાળ ભાવરૂપ નથી કેમ કે અતીતકાળ વિનષ્ટ હોવાથી અને ભવિષ્યત્ કાળ અનુત્પન્ન હોવાથી બન્ને અદશ્ય હોઈને અર્થાત્ જણાતા ન હોવાથી આકાશપુષ્પવત્ (અવસ્તુ) છે તથા પરકીય પણ (પરધનની 1. સવિશેષભાવથી આ પાઠનો આવો અર્થ કરવો કે, સામાન્ય એ વિશેષના જ ભાવરૂપ હોવાથી.
170.