________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने वायुसंस्थानभयानि केवलित्वकेवत्विज्ञानहेतवः ५४७-५५० : सूत्राणि સત્ત મયદાળા પશત્તા, તંનજ્ઞા-હોમતે, પરતો મતે, આવા મતે, બમ્હામત્તે, વેયખાતે, મરામતે, असिलोगभते ।। सू० ५४९ ।।
सत्तहिं ठाणेहिं छउमत्थं जाणेज्जा, तंजहा-पाणे अतिवातेत्ता भवति, मुसं वदित्ता भवति, अदिन्नमातित्ता મતિ, સદ્-રિસ-રસ-રૂવ-બંધે આસાવેત્તા મતિ, પૂતાતારમનુવૃદેત્તા મવતિ,મં સાવખંતિ પાવેત્તા, पडिसेवेत्ता, भवति, णो जधावादी तधाकारी यावि भवति । सत्तहिं ठाणेहिं केवली जाणेज्जा, तंजहा - णो पाणे अतिवातेत्ता भवति जाव जधावादी तधाकारी यावि भवति ॥ ५५० ।।
(મૂળ) સાત પ્રકારના બાદર વાયુકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે—પૂર્વનો વાયુ ૧, પશ્ચિમનો વાયુ ૨, દક્ષિણનો વાયુ ૩,
ઉત્તરનો વાયુ ૪, ઊંચો વાયુ ૫, અધોવાયુ ૬ અને વિદિશાનો વાયુ ૭. II૫૪૭॥
સાત સંઠાણો કહેલા છે, તે આ પ્રમાણે—દીર્ઘ-લાંબું ૧, ડ્રસ્વ (ટૂંકુ) ૨, વર્તુલ-ગોળાકાર ૩, વ્યસ–શીંગોડાના આકારે અર્થાત્ ત્રિકોણ ૪, ચતુરસ–ચોખૂણું ૫, પૃથુલ-પહોળું ૬, પરમંડળ–વલયના જેવા આકારવાળું ૭. II૫૪૮૫ સાત ભયના સ્થાનો કહેલા છે, તે આ પ્રમાણે—ઈહલોક ભય-મનુષ્યને અન્ય મનુષ્યથી ઉત્પન્ન થયેલ ૧; પરલોકભયવિજાતીય તિર્યંચાદિથી ઉત્પન્ન થયેલ ૨, આદાનભય-ધનને અર્થે ચોરાદિથી ઉત્પન્ન થયેલ ૩, અકસ્માત્મય-બાહ્ય નિમિત્ત સિવાય વીજળી વગેરેથી ઓચિંતો થયેલ ૪, વેદનાભય-જ્વરાદિની પીડાથી ઉત્પન્ન થયેલ પ, મરણભય ૬ અને અપકીર્ત્તિનો ભય ૭. ॥૫૪૯॥
બોલનાર
સાત હેતુભૂત સ્થાનો વડે છદ્મસ્થને જાણી શકાય, તે આ પ્રમાણે—જીવોનો વિનાશ કરનાર હોય છે ૧, મૃષા હોય છે ૨, અદત્ત લેનાર હોય છે ૩, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો ભોગવનાર હોય છે ૪, પૂજા સત્કારને અનુમોદનાર હોય છે અર્થાત્ પૂજા સત્કાર થવાથી રાજી થાય છે ૫, ‘આ સાવદ્ય-પાપસહિત છે’ એમ પ્રરૂપીને પણ આધાકર્માદિ દોષને સેવનાર હોય છે ૬, જેવું બોલે છે તેવું આચરણ કરનારો હોતો નથી ૭. આ સાત લક્ષણ વડે છદ્મસ્થને જાણીએ, સાત લક્ષણ વડે કેવલીને જાણીએ. તે આ પ્રમાણે—પ્રાણીઓનો વિનાશ કરનાર હોતો નથી યાવત્ જેવું બોલે છે તેવું આચરણ પણ કરનાર હોય છે. ૫૫૦
(ટી૦) 'સત્તવિહા વાયરે' ત્યાવિ॰ સૂક્ષ્મ વાયુઓમાં ભેદ નથી તેથી બાદ૨નું ગ્રહણ કરેલ છે. ભેદ તો દિશા અને વિદિશાઓના
ભેદથી સ્પષ્ટ જ છે. I૫૪૭||
વાયુઓ અદૃશ્ય જ છે તો પણ સંસ્થાનવાળા અને ભયવાળા છે, માટે સંસ્થાન અને ભયસૂત્ર કહ્યાં છે. સંસ્થાનસૂત્રો અને ભયસૂત્રો પ્રસિદ્ધ છે. તેના વિશેષરૂપ પ્રતરઘન વગેરે અન્ય (શાસ્ત્ર) થી જાણવા. I૫૪૮॥
'સત્ત મયદાને' ત્યાદ્િ॰ મોહનીયની પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ આત્માનો (વિકૃત) પરિણામ તે ભય. તેના સ્થાનો આશ્રયો તે ભયસ્થાનો. તેમાં મનુષ્યાદિકને સ્વજાતીય અન્ય મનુષ્યાદિથી થયેલ ભય તે ઇહલોકભય. અહિં અધિકૃત ભયવાળાની જાતિને વિષે જે લોક તે ઇહલોક, તેથી જે ભય તે ઇહલોકભય. આ વ્યુત્પત્તિ છે ૧, વિજાતીય-તિર્યંચ, દેવાદિથી મનુષ્યાદિને જે ભય થાય છે તે પરલોકભય ૨, ગ્રહણ કરાય છે તે આદાન અર્થાત્ ધન, તેના અર્થે ચોરાદિથી થતો જે ભય તે આદાનભય ૩, અકસ્માતથી જ–બાહ્ય નિમિત્તની અપેક્ષા સિવાય ઘર વગેરમાં જ રહેલાને રાત્રિ વગેરેને વિષે જે ભય થાય તે અકસ્માત્મય ૪, વેદના–પીડાદિથી જે ભય થાય તે વેદનાભય પ, મરણભય તો પ્રતીત છે ૬, અશ્લોકભય-અપકીર્દિનો ભય અર્થાત્ આ પ્રમાણે કાર્ય ક૨વામાં મહાન્ અપયશ થાય છે તેમ વિચારી તેવા ભયથી અકાર્યમાં પ્રવર્તે નહિ ।૫૪૯૫
ભય તો છદ્મસ્થને જ હોય છે અને તે જે સ્થાનો વડે જણાય છે તે સ્થાનોને કહે છે—'સત્તહિં વાળેäિ' હત્યાિ હેતુભૂત સાત સ્થાનો વડે છદ્મસ્થને જાણે, તે આ પ્રમાણે—પ્રાણીઓનો અતિપાત (નાશ) કરનાર, તેઓને ક્યારેક નાશ કરનાર
166