________________
७ स्थानकाध्ययने अण्डजादियोनिसंग्रहः गणसंग्रहेतरैपिण्डापानैषणावग्रहाद्याः ५४३-५४५ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
તેમાં “આવા પ્રકારનો ઉપાશ્રય મારે ગ્રહણ કરવો પણ બીજા પ્રકારનો નહિ.” એવી રીતે પ્રથમથી જ વિચારીને તેને જ યાચીને લેવાથી પ્રથમા ૧, જે સાધુને આવો અભિગ્રહ હોય છે તે કહે છે-“હું નિશ્ચય આ સાધુઓને વાસ્તે અવગ્રહને ગ્રહણ કરીશ અને બીજાઓના ગ્રહણ કરેલ અવગ્રહ હોતે છતે તેમાં વાસ કરીશ' આવા અભિગ્રહવાળાને બીજી, પહેલી સામાન્યથી છે અને બીજી તો ગચ્છમાં રહેલા સાંભોગિક અને અસાંભોગિક એવા ઉદ્યત વિહારી મુનિઓને છે, જે માટે તેઓ એક બીજાને અર્થે યાચે છે , ત્રીજી આ પ્રમાણે—બીજાને અર્થે હું યાચીશ પરંતુ બીજાઓએ ગ્રહણ કરેલ વસતિમાં હું રહીશ નહિ. આ પ્રતિમા તો અહા' (યથા) નંદિક સાધુઓને હોય છે, જે માટે તે સાધુઓ અવશેષ રહેલ સૂત્રને આચાર્ય પાસેથી (ભણવા સારુ) ઇચ્છતો થકી આચાર્યને અર્થે વસતિ યાચે છે ૩, ચતુર્થી-વળી હું બીજાઓને અર્થે વસતિને યાચીશ નહિ પરંતુ બીજાઓએ ગ્રહણ કરેલ વસતિને વિષે રહીશ, આ પ્રતિમા તો ગચ્છમાં જ જિનકલ્પાદિના (સ્વીકારો માટે પરિકમ્મ (પૂર્વ સેવા) કરનારા અભ્યઘત વિહારી સાધુઓને હોય છે જ, પાંચમી-હું પોતાના વાસ્તે અવગ્રહને ગ્રહણ કરીશ પરન્તુ બીજા બે, ત્રણ, ચાર, પાંચને વાસ્તે નહિ, આ પ્રતિમા જિનકલ્પિકને હોય છે પ, છઠ્ઠી-હું જે સંબંધી અવગ્રહને ગ્રહણ કરીશ તે સંબંધી જો કટ (સાદડી) વગેરે
તારક હોય તો ગ્રહણ કરીશ, નહિતર ઉત્કટક (ઉભડક) અથવા નિષણ (કાયોત્સર્ગ) ના એક ભેદમાં અથવા બેસીને રાત્રિને વ્યતીત કરીશ. આ છઠ્ઠી પણ જિનકલ્પિકાદિને હોય છે ૬, આ જ પૂર્વોક્ત સપ્તમી છે. વિશેષ એ કે-પાથરેલ જ શિલાદિકને ગ્રહણ કરીશ, પણ બીજું નહિ ૭. આ સૂત્રત્રાર્થ કોઈક સૂત્રપુસ્તકમાં જ દેખાય છે. 'સાસરિય’ ત્તિ ઉદેશક ન હોઈને એક સરપણાએ એક્કો-અધ્યયનવિશેષો, આચારાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધમાં ચૂડારૂપ એવા તે સમુદાયથી સાત છે તેને લઈને સતૈકકો કહેવાય છે, તેનું એક પણ અધ્યયન સૌકક કહેવાય છે, તેમજ નામ હોવાથી એવી રીતે તે સાત છે. પ્રથમ સ્થાનસતૈકક, બીજો નૈષધિકીસતકેક, ત્રીજો ઉચ્ચારપ્રશ્રવણવિધિસતૈકક, ચોથો શબ્દસમૈકક, પાંચમો રૂપસમૈકક, છઠ્ઠો પરક્રિયાસમૈકક અને સાતમો અન્યોન્યક્રિયાસમૈકક છે. 'સત્ત મલ્ફિયા' ત્તિ સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં મહાન્તિ-પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયનોથી (ગ્રંથથી) મોટા અધ્યયનો તે મહાઅધ્યયનો, તેના નામ આ પ્રમાણે–પુંડરીક ૧, ક્રિયાસ્થાન ૨, આહારપરિજ્ઞા ૩, પ્રત્યાખ્યાનક્રિયા ૪, અનાચારશ્રત પ, આર્તકકુમારીય ૬ અને નાલંદીય ૭, 'સત્તસમય' ૦િ સપ્તસતમ-ઓગણપચાસ દિવસો છે જેણીમાં તે સસસસમિકા, તે પ્રતિમા, સાત દિવસના સાત સપ્તક વડે યથોત્તર-આગળ આગળ વધતી જતી દત્તિઓ વડે થાય છે. તેમાં પ્રથમ સપ્તકમાં એક દત્તિ ભક્તની અને એક દત્તિ પાણીની પાવતુ સપ્તમ સપ્તકમાં બન્નેની સાત-સાત દત્તિઓ હોય છે. ભિક્ષુની પ્રતિમા–સાધુનો અભિગ્રહવિશેષ, તે ઓગણપચાસ અહોરાત્ર વડે થાય છે, કેમ કે સાત સતક એટલે ઓગણપચાસ જ થાય. વળી એક સો છન્ન ભિક્ષા (દત્તિ) થાય કેમ કે પ્રથમ સપ્તકમાં સાત, બીજામાં તેથી બમણી ચૌદ વગેરે યાવત્ સાત સપ્તકમાં ઓગણપચાસ હોય છે. બધી એકત્ર કરતાં એક સો છશું થાય છે. ભક્તની ભિક્ષા (દત્તિ) એટલી છે અને પાણીની ભિક્ષા પણ એટલી જ છે પરંતુ તે અહીં ગણેલ નથી. એનું સ્વરૂપ આ પ્રમાણે–
पडिमासु सत्तगा सत्त, पढमे तत्थ सत्तए । एक्केक्कं गिण्हए भिक्खं, बिइए दोन्नि दोनि ऊ ॥१०॥ एवमेक्कक्कियं भिक्खं, छुभेज्जेक्केक्कसत्तए । गिण्हई अंतिमे जाव, सत्त सत्त दिणे दिणे ॥११॥ अहवाएक्कक्कियं दत्ति, जा सत्तेक्केक्कसत्तए । आएसो अत्थि एसो वि, सिंहविक्कमसन्निभो ।।१२।।
પ્રથમ સપ્તકમાં દરરોજ એક એક દત્તિ લેવાથી સાત, બીજામાં બે બે લેવાથી ચૌદ, ત્રીજામાં એકવીશ, ચોથામાં અઢાવીશ, પાંચમામાં પાંત્રીશ, છઠ્ઠામાં બેંતાલીશ અને સાતમા સતકમાં સાત સાત દત્તિ દરરોજ લેવાથી ઓગણપચાસની. સંખ્યા થાય છે. અથવા બીજી રીતે એકેકા સતકમાં એકેક દત્તિને ઘટાડવી અર્થાતુ વિપરીત ક્રમથી લેવી તે પેલા સપ્તકમાં ઓગણપચાસ યાવતું સાતમા સતકમાં સાત થાય, આ આદેશ (કથન) પણ સિંહની ગતિ માફક છે. એકંદર બન્ને રીતે એક સો. 1. પ્રવચનસારોદ્ધારમાં યથાલદિક મુનિનો કલ્પ બતાવેલ છે.