________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने अण्डजादियोनिसंग्रहः गणसंग्रहेतरैपिण्डापानैषणावग्रहाद्याः ५४३-५४५ सूत्राणि आयरियउवज्झायस्स णंगणंसि सत्त असंगहठाणा पन्नत्ता, तंजहा-आयरियउवज्झाए गणंसि आणं वा धारण वा नो सम्म पउंजित्ता भवति १ । एवं जाव उवगरणाणं नो सम्म सारक्खेत्ता संगोवेत्ता भवति ७ ।। सू० ५४४।। सत्त पिंडेसणाओ पन्नत्ताओ सत्त पाणेसणाओ पन्नत्ताओ । सत्त उग्गहपडिमातो पन्नत्ताओ । सत्त सत्तिक्कया पण्णत्ता । सत्त महज्झयणा पण्णत्ता । सत्तसत्तमिया णं भिक्खुपडिमा एकूणपण्णत्ताते रातिदिएहिमेगेण य छण्णउतेणं भिक्खासतेणं अहासुत्तं (अहा अत्थं) जाव आराहिया वि भवति ।। सू० ५४५।। (મૂ૦) સાત પ્રકારે ઉત્પત્તિસ્થાનવિશેષ વડે જીવોના સંગ્રહરૂપ યોનિસંગ્રહ કહેલ છે, તે આ પ્રમાણે–અંડજોઇડાથી ઉત્પન્ન
થયેલ પક્ષી વગેરે ૧, પોતજો–વસ્ત્રાકાર ચામડી વિશેષ વડે વીંટળાઈને ઉત્પન્ન થયેલા હાથી, વાગુલ વગેરે ૨; જરાયુજો–ગર્ભ (આળ) ના વીંટાવામાં જન્મેલા મનુષ્ય, ગાય વગેરે ૩, રસજો–બોળો કે કાંજી વગેરેમાં ઉત્પન્ન થયેલા ૪, સંસ્વદજો-પસીનાથી ઉત્પન્ન થયેલ યૂકા (જૂ), લીખ વગેરે પ, સમ્મચ્છિમ-કૃમિ વગેરે ૬ અને ઉભિજ્જ-ભૂમિને ભેદીને ઉત્પન્ન થયેલા ખંજનક વગેરે ૭. અંડજા સાત ગતિવાળા અને સાત આગતિવાળા કહેલા છે, તે આ પ્રમાણેઅંડજ–અંડજ સંબંધી આયુષ્યના ઉદયવાળો જીવ, અંડજોને વિષે ઉપજતો થકો અંડજોમાંથી અથવા પોતજોમાંથી, યાવતું ઉભિજ્જોમાંથી ઉત્પન્ન થાય, તે જ અંડજ, અંડજપણાને છોડતો થકો અંડજપણાએ અથવા પોતજાણીએ યાવતું ઉભિજ્જપણાએ જાય તેમાં ઉત્પન્ન થાય. પોતજો સાત ગતિવાળા અને સાત આગતિવાળા છે, એવી રીતે સાત પ્રકારના જીવભેદોને સાત ગતિ તથા આગતિ કહેવી. યાવત્ ઉભિજ્જ સુધી એમ જ છે. //પ૪૩/l આચાર્ય–ઉપાધ્યાયના ગચ્છમાં જ્ઞાનાદિના અથવા શિષ્યાદિના સંગ્રહરૂપ સાત સંગ્રહસ્થાનો કહેલા છે, તે આ પ્રમાણેઆચાર્ય-ઉપાધ્યાય, ગચ્છમાં વિધિના આદેશરૂપ આજ્ઞા અને અકૃત્યના નિષેધરૂપ ધારણાને સારી રીતે પ્રવર્તાવનાર હોય છે ૧, એવી રીતે જેમ પાંચમા સ્થાનકમાં કહ્યું છે તેમ અહિં કહેવું. તે હકીકત બતાવે છે–યથાયોગ્ય મોટા પ્રત્યે વંદન કરનારા હોય છે ૨, શાસ્ત્રને જાણનારાઓ શિષ્યોને ઉચિત કાળે સારી રીતે ભણાવનારા હોય છે ૩, ગ્લાન અને શૈક્ષના વૈયાવૃત્ય માટે સારી રીતે તત્પર હોય છે જ, આચાર્ય-ઉપાધ્યાય, ગચ્છને પૂછીને પ્રવૃત્તિ કરનાર હોય છે પરંતુ ગચ્છને પૂછડ્યા સિવાય પ્રવૃત્તિ કરનાર હોતા નથી ૫, નહિં મેળવેલ ઉપકરણોને નિર્દોષપણે મેળવનાર હોય છે ૬ અને આચાર્ય-ઉપાધ્યાય, ગચ્છમાં પૂર્વે મેળવેલ ઉપકરણના સારી રીતે રક્ષણ કરનાર અને ગોપવનાર હોય છે, પરંતુ જેમ તેમ ન રાખે છે. આચાર્ય-ઉપાધ્યાયના ગચ્છમાં સાત અસંગ્રહસ્થાનો કહેલા છે, તે આ પ્રમાણે–આચાર્યઉપાધ્યાય, ગચ્છમાં આજ્ઞા અથવા ધારણા પ્રત્યે સમ્યગૂ રીતે પ્રવર્તાવનાર હોય નહિ ૧, એવી રીતે યાવત્ ઉપકરણને સારી રીતે સાચવનાર કે ગોપવનાર હોય નહિ ૭. //પ૪૪ સાત પિંડેષણાઓ-આહાર લેવાના પ્રકાર કહેલ છે, તે આ પ્રમાણે—અસંતૃષ્ટા, સંસૃષ્ટા, ઉદ્ધતા, અલ્પલેપા, અવગૃહીતા, પ્રગૃહીતા અને ઉઝિતધર્મા. સાત પાણી સંબંધી એષણાઓ એમ જ કહેલી છે, પરંતુ ચોથામાં વિવિધપણું છે. સાત વસતિ સંબંધી અવગ્રહરૂપ અવગ્રહ પ્રતિમાઓ કહેલ છે. સાત સમકકો કહેલ છે, તે આ પ્રમાણે—સ્થાન સૌકક ૧, નિષેલિકીસમૈકક ૨, ઉચ્ચારપ્રશ્રવણવિધિસૌકક ૩, શબ્દસૌકક ૪, રૂપસમૈકક ૫, પરક્રિયાસતૈકક ૬, અન્યોન્યક્રિયાસતૈકક ૭. આ આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધને વિષે ચૂડારૂપ અધ્યયનવિશેષ છે. સાત મહાઅધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે—પંડરીક ૧, ક્રિયાસ્થાન ૨, આહારપરિજ્ઞા ૩, પ્રત્યાખ્યાનક્રિયા ૪, અનાચારશ્રુત ૫, આદ્રકકુમારીય ૬ અને નાલંદીય ૭. સુગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં આ સાત અધ્યયનો છે. સસસસમિકા નામની ભિક્ષુપ્રતિમા ઓગણપચ્ચાસ અહોરાત્ર વડે તથા એક સોને છન્ન ભિક્ષાની દત્તિ વડે થાય છે. એ વિધિ વડે એ પ્રતિમા સૂત્રમાં કહ્યા પ્રમાણે, નિર્યુક્તિ વગેરે અર્થમાં કહ્યા પ્રમાણે કલ્પ પ્રમાણે આરાધન કરેલી થાય છે. //પ૪પી :
160