________________
श्री स्थानान सूत्र सानुवाद भाग २
६ स्थानकाध्ययने आयुर्बन्धा भावाश्च ५३६ - ५३७ सूत्रे વડે પણ ચાર ભંગ જ થાય છે, કેમ કે ઉપશમ માત્રનો ચારે ગતિમાં સદ્ભાવ છે. અભિલાપ પણ તેમજ કરવો; પરંતુ એટલું વિશેષ કે—સમ્યક્ત્વના સ્થાનમાં 'ઉપશાંત કાપપણું કહેવું. આ ચતુષ્કસંયોગી આઠ ભાંગા અને પૂર્વે કહેલ ત્રિકસંયોગી ચાર ભાંગા મળી બાર ભાંગા થયા. ઉપશમશ્રેણીમાં (પંચસંયોગી) એક ભાંગો કેમ કે ઉપશમશ્રેણીનો મનુષ્ય (ગતિ) માં જ સદ્ભાવ છે. અભિલાપ પૂર્વની જેમ. વિશેષ એ કે–મનુષ્યના વિષયમાં જે (ઉપશમભાવે ચારિત્ર અને ક્ષાયિકભાવે સમ્યક્ત્વ. શેષ ત્રણ ભાવ પૂર્વવત્) કેવલીનો તો એક જ (ત્રિકસંયોગી) ભંગ છે–ઔદયિક મનુષ્યપણું, ક્ષાયિક સમ્યક્ત્વ વગેરે અને પારિણામિક જીવત્વ તેમજ સિદ્ધનો (દ્વિકસંયોગી) એક જ ભંગ છે–ક્ષાયિક સમ્યક્ત્વ વગે૨ે અને પારિણામિક જીવત્વ, એવી રીતે આ કહેલ ત્રણ ભંગ સહિત પૂર્વોક્ત અવિરુદ્ધ બાર ભેદો મેળવતાં એકંદર સાન્નિપાતિક પંદર ભાંગાઓ થાય છે. (૯૨-૯૩) उवसमिए २ खइए वि य ९, खयउवसम १८ उदय २१ पारिणामे य ३ । दो नव अट्ठारसगं, इगवीसा तिन्नि एणं ॥ ९४ ॥ ઔપર્મિક ભાવ બે ભેદે છે, શાર્ષિક ભાવ નવ ભેદે છે, અઢાર ભેદે લાોપશમિક ભાવ છે, ઔદયિક ભાવ એકવીશ ભેદે છે અને પારિણામિક ભાવ ત્રણ ભેદે છે. એકંદર ત્રેપન ભેદ થાય છે. (૯૪)
सम्म १ चरित्ते २ पढमे, दंसण १ नाणे य २ दाण ३ लाभे य ४ ।
उवभोग ५ भोग ६ वीरिय ७ सम्म ८ चरिते य ९ तह बीए २ ।।१५।।
>
પ્રથમ ઔપશમિક ભાવમાં ઉપશમ સમકિત અને ઉપશમ ચારિત્ર એ બે ભેદ હોય છે, ઉપશમ સમતિ દર્શનમોહનીયના ઉપશમથી અને ઉપશમ ચારિત્ર ચારિત્રમોહનીયના ઉપશમથી હોય છે. બીજા ક્ષાધિક ભાવમાં કેવલદર્શન ૧, કૈવલજ્ઞાન ૨, દાન ૩, લાભ ૪, ભોગ પ, ઉપભોગ ૬, વીર્ય ૭, જ્ઞાર્ષિક સમ્યક્ત્વ ૮ અને ક્ષાયિક ચારિત્ર (ક્ષાયિક લબ્ધિ) ૯. આ નવ ભેદો હોય છે. (૫)
૫,
i ?,
चउनाण ४ ऽन्नाणतियं ३, दंसणतिय ३ पंच दाणलद्धीओ ५ । सम्मत्तं १ चारितं च १ संजमासंजमे १ तइए || १६ || ત્રીજા ક્ષાયોપશમિક ભાવમાં મતિ વગે૨ે ચાર જ્ઞાન ૪, ત્રણ અજ્ઞાન ૩, ચક્ષુદ્દર્શનાદિ ત્રણ દર્શન ૩, દાનાદિ પાંચ ક્ષયોપશમિક લબ્ધિ પ, ક્ષયોપશમ સમકિત ૧, લોપશમ સર્વવિરતિરૂપ ચારિત્ર ૧ અને સંયમાસંયમ એટલે દેશવિરતિપણું ૧આ અઢાર ભેદો હોય છે. (૯૬)
चठगइ ४ चठकसाया ४ लिंगतियं ३ लेस छक्क ६ अन्नाणं १ ।
मिच्छत्त १ मसिद्धत्तं १ असंजमे १ तह चउत्थे उ ४ ।। ९७ ।।
ચોથા ઔયિક ભાવમાં ચાર ગતિ ૪, ચાર કષાય ૪, ત્રણ લિંગ (વદ) ૩, લેંશ્યા ૬, ’અજ્ઞાન ૧, મિથ્યાત્વ ૧, અસિદ્ધત્વ (સંસારીપણું) ૧ અને અસંયમ ૧–આ એકવીશ ભેદો છે.
पंचमम्मिय भावे, जीव १ अभव्वत्त २ भव्वता ३ चेव । पंचण्ह वि भावाणं, भेया एमेव तेवन्ना ।। ९८ ।।
પાંચમા પાહિણાર્મિક ભાવમાં જીવત્વ ૧, અભવ્યત્વ ૨ અને વ્યત્વ ૩ આ ત્રણ ભેદ છે. એવી રીતે પાંચ ભાવોના મળીને એકંદર ત્રેપન ભેદો થાય છે. (૯૮) ૫૩૭ની
અનંતર ભાવો કહ્યા, તેમાં અપ્રશસ્તભાવોને વિષે પ્રવર્તન કર્યું હોય ૧, અને પ્રશસ્ત ભાવોને વિષે પ્રવર્તન ન કર્યું હોય ૨, તથા વિપરીત શ્રદ્ધાન ૩, અથવા વિપરીત પ્રરૂપણા કરી હોય ૪, તેને વિષે પ્રતિક્રમણ કરવા યોગ્ય છે માટે પ્રતિક્રમણને કહે $
1. પૂર્વે ઉપરાંત ક્રોધ ઇત્યાદિ નિર્દેશ કરેલ હોવાથી પૂજ્યું એમ કહ્યું સૂત્રનું અનુકરણ કરવા માટે એ પ્રમાણે બન્ને નિર્દેશ કરેલ છે. અનંતાનુબંધી ક્રોધાદિ શત થયે છો ઉપશમ સત્વ હોય જ. 2. કૈવલશાનાદિના ઉપપ છે.
૩. પૂર્વે અજ્ઞાનના ત્રણ ભેદો ક્ષાયોપશમિક ભાવમાં ગણ્યા તે જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમરૂપ બોધલક્ષણ જાણવા અને અહિં ઉદયભાવમાં સામાન્યતઃ અજ્ઞાન ૧ કહ્યું તે જ્ઞાનાવરણ અને મિથ્યાત્વમોહનીયના ઉદયજન્ય સમજવું.
4. વિશેષ જિજ્ઞાસુએ આ વિષયમા ચતુર્થ કર્મગ્રંથ જોવો.
150