________________
६ स्थानकाध्ययने आयुर्बन्धा भावाश्च ५३६-५३७ सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
હોય છે. ઉપશમ એ જ ઔપથમિક, ઉપશમનિષ્પન્ન તો ઉપશાંત ક્રોધ ઇત્યાદિ ઉદયના અભાવ ફળરૂપ આત્માનો પરિણામ છે. આ ભાવના. ઉપશમ વડે થયેલું તે ઔપથમિકક્ષાયિક બે પ્રકારે ક્ષય અને ક્ષયનિષ્પન્ન. તેમાં ક્ષય તે જ્ઞાનાવરણાદિ ભેદરૂપ અષ્ટ કર્મપ્રકૃતિઓનો નાશ અર્થાત્ કર્મોનો અભાવ એ જ ક્ષય. ક્ષય એ જ ક્ષાયિક (આ વ્યુત્પત્તિ છે.) ક્ષયનિષ્પન્ન તો તલરૂપ વિચિત્ર કેવળજ્ઞાન-દર્શનચારિત્રાદિ આત્મપરિણામ છે. તેમાં ક્ષય વડે થયેલ તે ક્ષાયિક. આ વ્યુત્પત્તિ છે. ક્ષાયોપથમિક ત્રિવિધ છે. ક્ષયોપશમ અને ક્ષયોપશમનિષ્પન્ન. કેવળજ્ઞાનના પ્રતિબંધક (રોધક) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયરૂપ ચાર ઘાતિકર્મોનો ક્ષયોપશમ છે. અહિં ક્ષયોપશમ એટલે ઉદયમાં આવેલ કર્મનો ક્ષય અને ઉદયમાં નહિ આવેલ કર્મના વિપાકને આશ્રયીને ઉપશમ, એમ ગ્રહણ કરાય છે. (પ્રદેશોદયથી વેદાય છે) શંકા-ઔપશમિક પણ એમ જ છે. સમાધાન-એમ નથી, ઉપશમને વિષે પ્રદેશના અનુભવ વડે પણ વેદવાનું નહિં હોવાથી અને ક્ષયોપશમમાં તો પ્રદેશ વડે વેદવું હોવાથી બન્નેમાં તફાવત છે. આ ક્ષયોપશમ ક્રિયારૂપ જ છે. ક્ષયોપશમ જ ક્ષાયોપથમિક અને ક્ષયોપશમનિષ્પક્ષ તો આત્માનો આભિનિબોધિક (મતિ) જ્ઞાનાદિ લબ્ધિપરિણામ જ છે. ક્ષયોપશમ વડે ઉત્પન્ન થયેલ તે ક્ષાયોપથમિક. આ વ્યુત્પત્તિ છે. પરિણમવું તે પરિણામ-પૂર્વાવસ્થાને નહિ ત્યાગ કરેલનો જ તે ભાવમાં જવું. કહ્યું છે કે परिणामो ह्यन्तिरगमनं न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः परिणामस्तद्विदामिष्टः ॥९१।।
પરિણામ જ અર્થાતરમાં જવારૂપ છે પરંતુ સર્વથા વ્યવસ્થાન (સ્થિતિ) રૂપ નથી તેમ સર્વથા નાશરૂપ નથી. એવી રીતે પરિણામના સ્વરૂપને જાણનારાઓને ઈષ્ટ છે. (૯૧)
અને તે જ પારિણામિક કહેવાય છે, તે સાદિ અને અનાદિભેદ વડે દ્વિવિધ છે. તેમાં સાદિ જૂના ઘી વગેરેનો તેના ભાવના સાદિપણાથી અને અનાદિ પારિમાણિક ભાવ તો ધર્માસ્તિકાયાદિને છે કેમ કે તેના ભાવનું તેઓને અનાદિપણું છે. સન્નિપાત તે મેલક (મિલાપ) તેના વડે થયેલ તે સાન્નિપાતિક. આ ભાવ ઔદયિકાદિ પાંચ ભાવોના યાદિ સંયોગથી સંભવ 'અને અસંભવની અપેક્ષા સિવાય કવીશ ભંગરૂપ છે. તેમાં બ્રિકસંયોગે દશ, ત્રિકસંયોગે પણ દશ જ, ચતુષ્ક સંયોગમાં પાંચ અને - પંચક સંયોગમાં તો એક જ ભંગ છે. એવી રીતે એકંદર છવીશ ભાંગા છે. અહિં અવિરુદ્ધ પંદર સાસિપાતિક ભેદો ઇચ્છાય છે. - તે આ પ્રમાણે __ ओदइय खओवसमिए, परिणामिक्के को गइचउक्के वि । खयजोगेण वि चउरो, 'तयभावे चुवसमेणं पि ॥१२॥ उवसमसेढी एक्को, केवलिणो वि य तहेव सिद्धस्स । अविरुद्धसन्निवाइयभेया एमेते पन्नरस ॥९३।।
આ બન્ને ગાથાની વ્યાખ્યા ટીકાકાર સ્વયં કરે છે–ઔદયિક, ક્ષાયોપથમિક અને પરિણામિકનિષ્પન્ન (ત્રિકસંયોગથી થયેલ) સાત્રિપાતિક એકેક ભેદ ચારે ગતિમાં પણ હોય છે, તે આ પ્રમાણે–ઔદયિક નારકપણું, ક્ષાયોપથમિક ઇન્દ્રિયદિપણું (ભાવેન્દ્રિયની અપેક્ષાએ) અને પરિણામિક જીવપણું, એવી રીતે તિર્યચ, મનુષ્ય અને દેવમાં પણ જોડવું. એમ ગતિભેદ વડે - ચાર ભેદો તથા ક્ષય (ક્ષાયિક) ના યોગ વડે ચાર ભાંગા તે જ ચાર ગતિમાં (ચતુષ્કસંયોગી) થાય છે. અભિશાપ આ પ્રમાણે
ઔદયિક નારકપણું, ક્ષાયોપથમિક ઇન્દ્રિયો, ક્ષાયિક સમ્યકત્વ અને પરિણામિક જીવપણું છે. એવી રીતે તિર્યંચાદિ ગતિમાં પણ કહેવું. એઓને વિષે પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવો હોય છે. જો એમ નહિ માનીએ તો અધિકૃત–ઉક્ત ભંગોની ઉપપત્તિ (પ્રાણ) નહિ થાય. તયમાવે' રિક્ષાયિકના અભાવમાં અને ચ શબ્દથી શેષ ત્રણના સદ્ભાવમાં ઉપશમભાવ (ના સંયોગ) 1. तुलना अनुयोगद्वारे हारि० पृ० २९१ 2. પાયિક સમ્યક્ત ચારે ગતિમાં હોય છે, કેમ કે પૂવો ૩ મજુસ્સો, નિદ્રવ ય હો વડસ ગજ્જુ' અર્થાત્ સાયિક સમ્યક્તનો પ્રારંભ મનુષ્ય જ હોય પરંતુ નિષ્ઠાપક ચારે ગતિમાં હોય કેમ કે મરણ પામીને ચારે ગતિમાં (પૂર્વે આયુષ્ય બાંધેલ હોવાથી) જાય તેમાં અસંખ્ય વર્ષવાળા મનુષ્ય, તિર્યંચ અને નરકગતિમાં ત્રીજી સુધી તથા વૈમાનિક દેવમાં જાય ત્યાં ક્ષાયિક સખ્યત્ત્વનો નિષ્ઠાપક હોય, વિશેષ જિજ્ઞાસુએ * કમ્મપયડી કે વિશેષાવશ્યક જોવું.
[149