________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने आहारविषपरिणामाः प्रश्नाः चमरचञ्चादिषु विरहः ५३३ - ५३५ सूत्राणि છબિને, પટ્ટે પન્નત્તે, તનહા-સંયઢે, વુાહકે, અનુગોની, અનુલોમે, તદ્દાને, બતદાન્તે । સૂ૦ ૧૩૪|| चमरचंचा णं रायहाणी उक्कोसेणं छम्मासा विरहिता उववातेणं । एगमेगे णं इंदद्वाणे उक्कोसेणं छम्मासा विरहिते उववातेणं । अधेसत्तमा णं पुढवी उक्कोसेणं छम्मासा विरहिता उववातेणं । सिद्धिगती णं उक्कोसेणं छम्मासा विरहिता उववातेणं ।। सू० ५३५ ।।
(મૂળ) છ પ્રકારે ભોજનનો પરિણામ–સ્વભાવ કહેલ છે, તે આ પ્રમાણે—૧. મનોજ્ઞ-ઇચ્છવા યોગ્ય, ૨. રસિક-મધુરતાદિ
યુક્ત, ૩. પ્રીણનીય–રસાદિ ધાતુઓને શાંત કરનાર, ૪. બૃહણીય–ધાતુઓને પુષ્ટ કરનાર, ૫. મદનીય-કંદર્પનો ઉદય કરનાર અથવા દીપનીય–જઠરાગ્નિને વધારનાર અને ૬. દર્પણીય-બલ અથવા ઉત્સાહને વધારનાર. છ. પ્રકા૨ે વિષનો પરિણામ કહેલ છે, તે આ પ્રમાણે—સર્પ વગેરેની દાઢના ઝેરથી ડંખ મારેલ પ્રાણીને જે પીડા કરનાર વિષ તે દૃષ્ટ-જંગમ વિષ ૧, જે વિષ ખાવાથી પીડા કરે છે તે ભુક્ત-સોમિલ વગેરે ૨, જે વિષ મનુષ્યાદિ ઉપર પડ્યું છતું પીડા કરે છે નિપતિત-ત્વચાનું વિષ કે ‘દૃષ્ટિવિષ ૩, માંસાનુસારી–કંઈક માંસધાતુ પર્યંત વ્યાપક વિષ ૪, શોણિતાનુસારી–કંઈક લોહી પર્યંત વ્યાપક વિષ ૫, અસ્થિમિંજાનુસારી–કંઈક હાડકાની મિંજા પર્યંત વ્યાપક વિષે ૬. ||૫૩૩૦
છ પ્રકારે પ્રશ્ન કહેલ છે, તે આ પ્રમાણે—કોઈક અર્થમાં સંશય પડવાથી પ્રશ્ન પૂછાય તે સંશયપ્રશ્ને ૧, કદાગ્રહ વડે બીજાના પક્ષને દોષ દેવા માટે પ્રશ્ન પૂછાય તે યુગ્રહપ્રશ્ન ૨, વ્યાખ્યાનમાં પ્રરૂપણાને માટે જે ગ્રંથકાર જ પ્રશ્ન કરે છે તે અનુયોગી ૩, બીજાને અનુકૂળ કરવા માટે જે પ્રશ્ન કરાય તે અનુલોમ ૪, જે પ્રશ્નમાં પૂછવા યોગ્ય અર્થને વિષે ગુરુનું જેવું જ્ઞાન છે તેવું જ પૂછનારનું પણ જ્ઞાન છે તે તથાજ્ઞાન-જાણવાવાળાનો પ્રશ્ન પ, નહિ જાણતો થકો પૂછે છે
તે અતથાજ્ઞાન ૬. I૫૩૪॥
ચરમચંચા રાજધાની, ઉત્કૃષ્ટથી ઉપપાત વડે છ માસના વિરહવાળી છે. દરેક ઇન્દ્રના સ્થાન, ઉત્કૃષ્ટથી ઉપપાત વડે છ માસના વિરહવાળા છે. અધઃ સપ્તમ પૃથ્વી–સાતમી નરક, ઉત્કૃષ્ટથી ઉપપાત વડે છ માસના વિરહવાળી છે. સિદ્ધગતિ ઉત્કૃષ્ટથી ઉપપાત વડે છ માસના વિરહવાળી અર્થાત્ ઉત્કૃષ્ટથી છ મહિના પર્યંત કોઈ જીવનું ઉપરોક્ત સ્થાનમાં ઉપજવું થાય નહિ. ૫૩૫
(ટી0) 'ઇન્નેિ મોયને' ત્યાદ્િ॰ ભોજન-આહારવિશેષનો પરિણામ અર્થાત્ પર્યાય, સ્વભાવ કે ધર્મ. 'મળુન્ને' ત્તિ મનોજ્ઞઇચ્છા યોગ્ય ભોજન, આ એક તેનો પરિણામ, પરિણામવાળાની સાથે અભેદ ઉપચાર હોવાથી ૧, રસિક-માધુર્યાદિ યુક્ત ૨, પ્રીણનીય–રસાદિ ધાતુઓને શમન કરનારું (પ્રસન્ન કરનારું) ૩, બૃહણીય-ધાતુઓની વૃદ્ધિ કરનારું ૪, દીપનીય-જઠરના અગ્નિબળને ઉત્પન્ન કરનારું, પાઠાંતરમાં તો મદનીય છે તેનો અર્થ કામનો ઉદય કરનારું ૫, દર્પણીય–બળ વધારનારું, અન્ય આચાર્યો ઉત્સાહને વધારનારું કહે છે ૬. અથવા ભોજનનો પરિણામ-વિપાક તે મનોજ્ઞ છે તે શુભપણાથી અથવા મનોજ્ઞ ભોજનના સંબંધીપણાથી, એવી રીતે અન્ય પણ જાણવા. પરિણામના અધિકારથી આવેલું વિષ-પરિણામસૂત્ર પણ એમ જ જાણવું. વિશેષ એ કે—'n' ત્તિ દાઢના વિષાદિ વડે ડસાયેલ પ્રાણીને જે પીડા કરનારું વિષ તે દંષ્ટ્ર-જંગમવિષ ૧, જે વિષ ખાધું છતું પીડે છે તે ભુક્ત કહેવાય છે તે સ્થાવર વિષ ૨, વળી જે વિષ નિપતિત–ઉપર પડ્યું છતું પીડે છે તે નિપતિત–ત્વચાનું વિષ અને દૃષ્ટિનું વિષ ૩, આ પ્રમાણે સ્વરૂપથી ત્રિવિધ વિષ છે. કિંચિત્ માંસાનુસારી–માંસ ધાતુ સુધી વ્યાપક ૪, કિંચિત્ શોણિતાનુસારી ૫ અને કિંચિત્ અસ્થિમિંજાનુસા૨ી વિષ તેમજ જાણવું ૬. આ ત્રિવિધ વિષ કાર્યથી છે. એવી રીતે એકંદર છ પ્રકારે વિષ છે તેથી તેના પરિણામ પણ છ પ્રકારે છે. I૫૩૩
1. દૃષ્ટિનું વિષ સર્પાદીમાં તથા મનુષ્યમાં પણ હોય છે.
144