________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
६ स्थानकाध्ययने अर्थावग्रहा अवधयोऽवचनानि ५२५-५२७ सूत्राणि
ક્ષેત્રથી અંગુલના અસંખ્યય ભાગાદિ વિષયવાળું અવધિજ્ઞાન, પ્રતિસમય અસંખ્યભાગ અધિક, કોઈક સંખ્યભાગ અધિક, અન્ય સંખ્યગુણ અધિક અને વળી કોઈક અસંખ્યેય ગુણ અધિક વધતું જુએ છે તે વર્ધમાન. આ પરિણામની વિશુદ્ધિથી થાય છે. કોઈક અવધિજ્ઞાન વડે ઉત્કર્ષથી સર્વ લોકપર્યંત દેખીને પણ સંક્લેશવશાત્ ઓછું જુએ છે તો કોઈક અસંખ્યભાગહીન, અન્ય સંખ્યભાગહીન, કોઈ સંખ્યગુણહીન અથવા કોઈક અસંખ્યગુણહીન પણ જુએ છે તે હીયમાન અવધિજ્ઞાન કહેવાય છે. એવી રીતે કાળના વિષયમાં પણ જાણવું. (૫૭)
જે જઘન્યથી અંગુલના અસંખ્યેય ભાગમાત્ર ક્ષેત્ર વિષયવાળું અને ઉત્કર્ષથી સર્વ લોક-ચૌદ રાજપ્રમાણ વિષયવાળું ઉત્પન્ન થઈને પણ ફરીથી સંક્લેશના વશથી ક્રમથી વિષયની સંકોચાત્મક (ઓછાશરૂપ) હાનિને પામે છે યાવત્ અંગુલના અસંખ્યેય ભાગમાત્ર ક્ષેત્રને જુએ છે તે હીયમાન ૪, પડવાના સ્વભાવવાળું તે પ્રતિપાતી. ઉત્કૃષ્ટથી લોકના વિષયવાળું થઈને (સમગ્ર લોકને જોઈને) પણ પડે છે પ, તેથી વિપરીત–નહિ પડનારું તે અપ્રતિપાતી છે. જે અવધિ વડે અલોકનો એક પ્રદેશ પણ જોવાય તે અવધિ અપ્રતિપાતી જ છે. કહ્યું છે કે—''ોસ નોનમિત્તો પડિવારૂ, પર અપડિવારૂ'' [આવશ્ય નિયુક્તિ બરૂ ત્તિ] ઉત્કૃષ્ટથી સમગ્ર લોકને જોનારું અવધિજ્ઞાન પણ પ્રતિપાતી છે તેથી ઉપર એક પ્રદેશ અલોકમાં જોનારું જ્ઞાન અપ્રતિપાતી જ છે ૬. ૫૨૬ |
આવા પ્રકારના જ્ઞાનવાળાઓને જે વચનો બોલવા માટે કલ્પે નહિ તેને કહે છે—'નો પ્પતી' ત્યાદ્રિ સુગમ છે. વિશેષ એ કે—'અવયળારૂં' તિ॰ નનઃ—કુત્સિત અર્થવાળું હોવાથી કુત્સિત વચનો, તે અવચનો અલીક એટલે—‘દિવસે તું કેમ પ્રચલા કરે છે અર્થાત્ ઊભા કે બેઠા નિદ્રા કેમ લે છે’ ઇત્યાદિ પ્રશ્નમાં ‘હું પ્રચલા કરતો નથી’ ઇત્યાદિ કહેવું ૧, હીલિંતઈર્ષ્યાપૂર્વક ગણિ, વાચક, જ્યેષ્ઠાર્ય ઇત્યાદિ કહેવું તે ૨, ખિસિત-જન્મકર્માદિને ઉઘાડવાથી ૩, પરુષ-દુષ્ટ, શૈક્ષ ઇત્યાદિ કહેવું તે જ, 'i' તિ॰ અગાર–ગૃહની વૃત્તિવાળા અર્થાત્ ગૃહમાં રહેલા તે ગૃહસ્થો, તેઓનું જે વચન તે અગારસ્થિતવચન, પુત્ર, મામા, ભાણેજ ઇત્યાદિ. કહ્યું છે કે—
अरिरे माहणपुत्ता, अव्वो बप्पो त्ति भाय मामो त्ति ।
મટ્ટિય સામિય જોમિય (મોનિ), [તદુઓ લઘુબો ય ગુહા 5] II
[बृहत्कल्प ० ६११६ त्ति]
અરેરે બ્રાહ્મણ અથવા પુત્ર! એ પ્રમાણે આમંત્રણ વચન બોલે તો માસલઘુ, બાપ, ભાઈ, મામો ઇત્યાદિ જો કહે તો ચતુર્ભુઘુ અને ભર્તા, સ્વામિન્‚ ભોગિન્ ઇત્યાદિ ગૌરવવાળા વચનો કહે તો ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય. ૫ (૫૮) વ્યવશમિત–ઉપશાંત થયેલને ફરીથી ઉદીરવા માટે બોલવું કલ્પે નહિ. આ પ્રક્રમ અવચનપણાથી એનું છે. આ કથન વડે ઉદીરણ–વચન નામનું છઠ્ઠું અવચન કહ્યું.
खामिय वोसमियाईं, अहिगरणाई तु जे उदीरेंति । ते पावा नायव्वा, तेसिं चारोवणा इणमो ।। ५९ ।। -
[बृहत्कल्प ० ६११८ निशीथ भाष्य १८१८ इति ] ખમાવીને ઉપશાંત કરેલા અધિકરણો–કલહોને જે જીવો પુનઃ ઉદીરે છે તે પાપાત્માઓ જાણવા. તેઓને આ આરોપણા છે. (૫૯) I૫૨૭॥
અવચનોને વિષે પ્રાયશ્ચિત્તોનો પ્રસ્તાર થાય છે માટે તેને કહે છે—
1. તેજોવર્ગણાના દ્રવ્યથી ઉપર અર્થાત્ સૂક્ષ્મ હોવાથી તેજસ શરીરને અગ્રહણરૂપ દ્રવ્ય અને ભાષાથી પ્રથમ અર્થાત્ બાદર હોવાથી ભાષાને અગ્રહણરૂપ તે તેજોભાષામધ્યવર્તિ દ્રવ્ય,
2. અલોક અરૂપી હોવાથી રૂપી પદાર્થના વિષયવાળું અવધિજ્ઞાન અલોકને જોઈ શકે નહિ પરંતુ શક્તિરૂપે સમજવું અર્થાત્ અલોકમાં જો લોક જેવા અસંખ્યાતા બીજા લોક હોય તો તેને પણ જોઈ શકે.
136