________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने अर्थावग्रहा अवधयोऽवचनानि ५२५-५२७ सूत्राणि
પણ એમ જ કહેવું ૫૫. I/૫૨૨|| છ ઋતુ કહેલી છે, તે આ પ્રમાણે–પાઉસ (પ્રાવ) આષાઢ શ્રાવણ માસ, વર્ષાઋતુ-ભાદ્રપદ અને આશ્વિન, શરદકાર્તિક અને માર્ગશીર્ષ, હેમંત-પોષ તથા માઘમાસ, વસંત-ફાલ્ગન તથા ચૈત્ર અને ગ્રીખ-વૈશાખ, જ્યેષ્ઠમાસ ૧. //પ૨૩. છ અવરાત્રદિવસનો ક્ષય કહેલ છે, તે આ પ્રમાણે—અમાવસ્યા કે પૂર્ણિમા વડે ઓળખાતો પણ તે પર્વતેમાં લૌકિક ગ્રીષ્મઋતુની અપેક્ષાએ જે ત્રીજો પક્ષ-આષાઢ કૃષ્ણપક્ષ તેમાં, સાતમો પર્વ ભાદ્રપદ કૃષ્ણપક્ષમાં, અગ્યારમો પર્વ . કાર્તિક કૃષ્ણપક્ષમાં, પંદરમે પર્વ પોષ કૃષ્ણપક્ષમાં, ઓગણીશમી પર્વ ફાગણ કૃષ્ણપક્ષમાં અને ત્રેવીસમો પર્વ વૈશાખ કૃષ્ણપક્ષમાં તિથિનો ક્ષય થાય છે ૨, છ અતિરાત્ર-દિવસની વૃદ્ધિ કહેલી છે, તે આ પ્રમાણે–ચતુર્થ પર્વ–આષાઢ શુક્લપક્ષમાં, અષ્ટમ પર્વભાદ્રપદ શુક્લપક્ષમાં, દ્વાદશમ પર્વ-કાર્તિક શુક્લ પક્ષમાં, પાડશ પર્વ-પોષ શુક્લપક્ષમાં
વીસમો પર્વ-ફાલ્ગન શુક્લપક્ષમાં અને ચોવીશમો પર્વ-વૈશાખ શુક્લપક્ષમાં દિનની વૃદ્ધિ થાય છે. //પ૨૪// (ટી૦) આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-કૂટ સંબંધી સૂત્રોમાં હિમવત વગેરે વર્ષધર પર્વતોને વિષે દ્વિસ્થાનકમાં કહેલ ક્રમ વડે બે બે કૂટો જાણી લેવા. //પ૨૨/
અનંતર વર્ણન કરેલ ક્ષેત્રમાં કાળ હોય છે, માટે કાળવિશેષના નિરૂપણ માટે છ ૩' ઇત્યાદિ ત્રણ સૂત્ર છે તે સુગમ છે. વિશેષ એ કે-'ટુ ત્તિ બે માસપ્રમાણ કાળવિશેષ ઋતુ, આષાઢ અને શ્રાવણ માસ પ્રાવૃછે, એવી રીતે બીજી ઋતુઓ ક્રમથી જાણવી. લૌકિક વ્યવહારમાં તો શ્રાવણ વગેરે બે બે માસની'વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ એવી તુઓ જણાવી છે. //પ૨all
'કોમરત્ત' ત્તિ અવમા-હીન રાત્રિ તે અવરાત્ર અર્થાત્ દિનક્ષય. પત્ર’ ત્તિ અમાવસ્યા અથવા પર્ણમાસી, તેના વડે ઓળખાતો પક્ષ પણ પર્વ છે. લૌકિક ગ્રીષ્મઋતુમાં જે ત્રીજો પર્વ-આષાઢ કૃષ્ણપક્ષ તેમાં તિથિ ઘટે છે, સપ્તમ પર્વ-ભાદ્રપદ કૃષ્ણપક્ષ તેમાં, એવી રીતે એક માસ વડે અંતરિત માસના કૃષ્ણપક્ષો સર્વત્ર પર્વો જાણવા. કહ્યું છે કે
आषाढबहुलपक्खे, भद्दवए कत्तिए अ पोसे य । फग्गुण वइसाहेसु य, बोद्धव्वा ओमरत्ताउ ।।५।।
અષાઢ કૃષ્ણ પક્ષમાં, ભાદ્રપદ, કાર્તિક, પોષ, ફાલ્ગન અને વૈશાખ માસમાં હીર રાત્રિ અર્થાત્ દિન ક્ષય જાણવો.(૫૫)
'સફર' ત્તિ અતિરાત્ર-અધિક દિન અર્થાત્ દિવસની વૃદ્ધિ, ચતુર્થ પર્વ-આષાઢનો શુક્લપક્ષ એવી રીતે અહિં એક માસ વડે અંતરિત મહિનાઓના શુક્લપક્ષો સર્વત્ર પર્વો છે. પરજો.
આ અતિરાત્રાદિક અર્થ જ્ઞાનથી જણાય છે માટે અધિકૃત અધ્યયનમાં અવતરનાર જ્ઞાનના કથન માટે સૂત્રદ્રયને કહે
आभिणिबोहियणाणस्स णं छव्विहे अत्थोग्गहे पन्नत्ते, तंजहा–सोईदियत्थोग्गहे जाव नोइंदियत्थोग्गहे
छविहे ओहिणाणे पन्नत्ते, तंजहा–आणुगामिते, अणाणुगामिते, वड्डमाणते, हायमाणते, पडिवाती, अपडिवाती // સૂ૦ વરદા! 1. શ્રાવણ, ભાદરવો વર્ષાઋતુ એ ક્રમથી છ ઋતુ બે બે માસની જાણવી. એમાં પ્રવૃત્ ઋતુ ગણેલ નથી અને શિશિર ઋતુ ગણેલ છે. એકંદર
ઋતુની સંખ્યા છ છે. સારંગધર નામના વૈદ્યક ગ્રંથ (લૌકિક) માં છ ઋતુઓના ક્રમમાં પ્રાવૃત્ ઋતુ ગણેલ છે, પરંતુ શિશિર ગણેલ નથી,
134
–