________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
६ स्थानकाध्ययने क्षिप्राद्या अवग्रहादिभेदाः ५१० सूत्रंम् અવગ્રહ છે. તરતમયોગના અવાયમાં અભાવ જ થાય અને તેનાં અંતમાં ધારણા થાય તથા ધારણાના ભેદરૂપ વાસના અને સ્મૃતિ તો કાળાંતરમાં પણ હોય છે. (૩૩–૩૪-૩૫)
વ્યવહારથી અવગ્રહરૂપ મતિને આશ્રયીને પ્રાયઃ 'ખવિધપણું વ્યાખ્યાન ક૨વા યોગ્ય છે, તે આ પ્રમાણે—શીઘ્ર ગ્રહણ કરે છે અર્થાત્ ક્ષયોપશમની પટુતાથી મતિ, તળાઈ વગેરેના સ્પર્શને તરત જ જાણે છે અથવા મતિવિશિષ્ટ પુરુષ જાણે છે. 'વહું' તિ॰ શય્યા ઉપર બેસતો થકો પુરુષ તેમાં રહેલ સ્ત્રી, પુષ્પ, ચંદન અને વસ્ત્રાદિના સ્પર્શને બહુ–ભિન્ન જાતીય છતાં દરેકને જાણે છે. આ સ્ત્રીનો સ્પર્શ છે ઈત્યાદિ. 'વવિદ્દ' તિ॰ ઘણા પ્રકારના ભેદો છે જેના તે બહુવિધ, અર્થાત્ સ્ત્રી વગેરેના ભિન્ન ભિન્ન શીત, સ્નિગ્ધ, મૃદુ, કઠિન વગેરે ભેદરૂપ સ્પર્શને ગ્રહણ કરે છે–જાણે છે. 'વ' તિ॰ અત્યંત સર્વદા. જ્યારે જ્યારે સ્ત્રી વગેરેની સાથે તે સ્પર્શ વડે યોગ થાય છે ત્યારે ત્યારે તે તે સ્પર્શને તે પુરુષ જાણે છે. મતલબ કે–ઇન્દ્રિય છતે અને ઉપયોગ છતે જ્યારે આ વિષય સ્પર્શેલો હોય છે ત્યારે તેને જાણે છે જ. 'અનિસિયં' તિ॰ લિંગ-ચિહ્નથી નિશ્રિત થયેલ તે નિશ્રિત કહેવાય છે, જેમ પહેલાં જૂઈના પુષ્પોનો અત્યંત શીત, મૃદુ અને સ્નિગ્ધાદિરૂપ સ્પર્શ અનુભવેલ છે તે અનુમાન-લિંગ વડે તે વિષયને ન જાણતો થકો જ્યા૨ે (સ્વતઃ) જ્ઞાન થાય છે ત્યારે લિંગ સિવાય અનિશ્રિતને ગ્રહણ કરે છે એમ કહેવાય છે. 'અસદ્ધિ' તિ અસંદિગ્ધ-સકળ સંશયાદિ દોષ રહિત નિશ્ચિત, યથા સ્ત્રી વગેરેના સ્પર્શને ગ્રહણ કરતો થકો સ્ત્રીનો જ આ સ્પર્શ છે, આ ચંદનનો જ સ્પર્શ છે એવી રીતે ચોક્કસ કરે છે. એવી રીતે ઈહા, અપાય અને ધારણા મતિનું ષવિધપણું છે. વિશેષ એ કેધારણામાં ક્ષિપ્ર અને ધ્રુવ આ બે પદને છોડીને ‘પુરાણ અને દુર્ધર’ આ બન્ને પદયુક્ત ષવિધપણું કહ્યું, તેમાં પુરાણ એટલે બહુકાલીન, દુર્જાર એટલે ગહન ચિત્ર વગેરે. ક્ષિપ્ર, બહુ અને બહુવિધાદિ પદષટ્કના પ્રતિપક્ષથી પણ છ પ્રકારે અવગ્રહાદિ મતિ હોય છે માટે મતિના અઠ્યાવીશ ભેદોને બાર પ્રકાર વડે ગુણવાથી ત્રણ સો ને છત્રીશ ભેદો થાય છે. ભાષ્યકારે કહ્યું છે કે— बहु १ बहुविह २ खिप्पा ३, ऽणिस्सिय ४ निच्छिय ५ धुवे ६ यर १२ विभिन्ना । पुणरोग्गहादओ तो, तं छत्तीसत्तिसयभेदं ॥३६॥
[विशेषावश्यक ३०७ त्ति ]
બહુ ૧, બહુવિધ ૨, ક્ષિ ૩, અનિશ્રિત ૪, નિશ્ચિત ૫ અને ધ્રુવ ૬, ઈતર-અબહુ ૭, અબહુવિધ ૮, અક્ષિપ્ર ૯, નિશ્ચિત ૧૦, અનિશ્ચિત ૧૧ અને અધ્રુવ ૧૨ આ બાર ભેદો થાય છે, તેને અવગ્રહાદિ અઠ્યાવીશ ભેદો વડે ગુણવાથી ત્રણ સોને છત્રીશ? ભેદો થાય છે. (૩૬)
नानासद्दसमूहं, बहुं पिहं मुणइ भिन्नजाइयं १ । बहुविहमणेग भेदं, एक्केकं निद्धमहुरादि २ ।। ३७ ।।
खिप्पमचिरेण ३ तं चिय, सरूवओ जं अनिस्सियमलिंगं ४ ।
निच्छ (च्छि?) यमसंसयं जं ५ धुवमच्चंतं न उ कयाइ ६ || ३८ ॥ [ विशेषांवश्यक० ३०८ - ९त्ति ]
નગારું, શંખ વગે૨ેના વિવિધ પ્રકારના શબ્દને ભિન્નભિન્ન જાતિપણે જાણે તે બહુ ૧; તે દરેક ભેદને સ્નિગ્ધ, મધુરાદિ પ્રકાર વડે જાણે તે બહુવિધ ૨, શીઘ્ર જાણે તે ક્ષિપ્ર ૩, તેને લિંગરહિત સ્વરૂપથી જાણે તે અનિશ્રિત ૪, સંશય રહિત જાણે તે નિશ્ચિત-અસંદિગ્ધ ૫ અને કદાચિત્ નહિ પણ નિરંતર જાણે તે ધ્રુવ ૬. (૩૭–૩૮)
3,
एत्तो च्चिय पडिवक्खं, साहेज्जा निस्सिए विसेसो वा । परधम्मेहि विमिस्सं, निस्सियमविनिस्सियं इयंरं ॥ ३९ ॥ [विशेषावश्यक ३१० त्ति ]
આ બહુ વગેરેના પ્રતિપક્ષભૂત અબહુ વગે૨ે છ ભેદોને જાણી લેવા. નિશ્ચિત અને અનિશ્રિતમાં તફાવત છે. પરધર્મો વડે મિશ્ર તે નિશ્ચિત અને પરધર્મોથી અમિશ્રિત તે અનિશ્ચિત સમજવું. (૩૯)
અહિં ભાવના આ પ્રમાણે વિચારવી–ચિ૨કાળ વડે જાણવું તે અક્ષિપ્ર, લિંગ (ધૂમાદિ) થી અગ્નિ વગેરેનું જાણવું તે
1. નૈૠયિક અર્થાવગ્રહ એક સમયનું હોવાથી તેના ક્ષિપ્રાદિ ભેદો ન થઈ શકે.
2. આમાં ચાર બુદ્ધિના ભેદો મેળવવાથી મતિજ્ઞાનના ત્રણ સોને ચાલીશ ભેદો થાય છે.
124