________________
६ स्थानकाध्ययने क्षिप्राद्या अवग्रहादिभेदाः ५१० सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અનંતર દેવની વક્તવ્યતા કહી અને દેવો ભવપ્રત્યયથી જ વિશિષ્ટ મતિવાળા હોય છે માટે મતિના ભેદોને સૂત્રચતુષ્ટય વડે કહે છે– छव्विहा उग्गहमती पन्नत्ता, तंजहा–खिप्पमोगिण्हति, बहुमोगिण्हति, बहुविधमोगिण्हति, धुवमोगिण्हति, अणिस्सियमोगिण्हति, असंदिद्धमोगिण्हति । छव्विहा ईहामती पन्नत्ता, तंजहा–खिप्पमीहति, बहुमीहति, जाव असंदिद्धमीहति । छव्विधा अवायमती पन्नत्ता, तंजहा–खिप्पमवेति, जाव असंदिद्धं अवेति । छव्विधा धारणा पन्नत्ता, तंजहा–बहुं धरेति, बहुविधं धरेति, पोराणं धरेति, दुद्धरं धरेति, अणिस्सितं धरेति, असंदिद्धं धरेति // તૂ૧૨૦|| (મૂળ) છ પ્રકારે સામાન્ય ગ્રહણરૂપ અવગ્રહમતિ કહેલ છે, તે આ પ્રમાણે—ક્ષિપ્ર-ક્ષયોપશમની નિર્મળતાથી શંખ વગેરેના
શબ્દને શીધ્ર ગ્રહણ કરે છે ૧, બહુ-શંખ, ભેરી વગેરે સમુદાયની અપેક્ષાએ ઘણી જાતના શબ્દને ગ્રહણ કરે છે ૨, બહુવિધ-શંખ વગેરેના શબ્દને મધુરાદિ ઘણા પર્યાયોથી ગ્રહણ કરે છે ૩, ધ્રુવ-જે એક વખત ગ્રહણ કરેલ હોય તે સ્થિરપણે ગ્રહણ કરે છે ૪, અનિશ્ચિત-ધ્વજ વગેરે લિંગ (ચિહ્ન) સિવાય ગ્રહણ કરે છે ૫, અસંદિગ્ધ-સંશય રહિત ગ્રહણ કરે છે. ૬. છ પ્રકારે ઈહા-વિચારણા તર્કરૂપ મતિ કહેલ છે, તે આ પ્રમાણે—ક્ષિપ્ર-શીધ્ર વિચારે છે, બહુ વિચારે છે યાવતુ-સંદેહ રહિત વિચારે છે. છ પ્રકારે અવાયનિર્ણયરૂપ મતિ કહેલી છે, તે આ પ્રમાણે—ક્ષિપ્ર-નિશ્ચય કરે છે યાવત્ સંદેહ રહિત નિશ્ચય કરે છે. છ પ્રકારે યાદ રાખવારૂપ ધારણા કહેલી છે, તે આ પ્રમાણે—બહુ ધારણા કરે છે, બહુ-પ્રકારે ધારણ કરે છે, પુરાણ-બહુકાલીન (જૂની) ને ધારણ કરે છે, દુર્બર-ગહનને ધારણ કરે છે. ધ્વજ
વગેરે લિંગ સિવાય ધારણ કરે છે અને અસંદિગ્ધ-સંશય રહિત ધારણ કરે છે. //પ૧all (ટી) 'છબિંદી ૩પ' ત્યવિ મતિ-અભિનિબોધિકરૂપ, તે ચાર પ્રકારે છે. અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. પ્રથમ સામાન્યતઃ અર્થને ગ્રહણ કરવું તે અવગ્રહ અને તરૂપ મતિ તે અવગ્રહમતિ બે પ્રકારે છે : વ્યંજનાવગ્રહમતિ અને અર્થાવગ્રહમતિ. અર્થાવગ્રહમતિ બે પ્રકારે-નિશ્ચયથી અને વ્યવહારથી. વ્યંજનાવગ્રહના ઉત્તરકાળ પછી એક સમયની સ્થિતિવાળી પહેલી (નૈઋયિકી) અને બીજી તો અંતર્મુહૂર્ત પ્રમાણવાળી અવાયરૂપ છતાં પણ તે ઉત્તરકાળરૂપ ઈહા અને અપાયના કારણભૂત - થવાથી અવગ્રહમતિરૂપે ઉપચાર કરેલ છે. કહ્યું છે કે. सामन्त्रमेत्तगहणं, नेच्छइओ समयमोग्गहो पढमो । तत्तोऽणंतरमीहियवत्थुविसेसस्स जोऽवाओ ॥३१।। सो पुण ईहावायावेक्खाउऽवग्गहो त्ति उवयरिओ । एस विसेसावेक्खं, सामन्नं गेण्हए जेण ॥३२॥
[વિશેષાવશ્ય ૨૮૨-૮૩ 7િ] સામાન્ય માત્રનું ગ્રહણ તે પ્રથમ એક સમયનો નૈૠયિક અર્થાવગ્રહ છે, ત્યારબાદ તરત ઇહિત વસ્તુવિશેષનો જે નિશ્ચય તે અવાય. તે અપાય પુનઃ (આગળના) ઈહા અને અપાયની અપેક્ષાએ ઉપચારથી અર્થાવગ્રહ છે, કેમ કે ભાવી વિશેષની અપેક્ષાએ સામાન્ય અર્થને ગ્રહણ કરે છે. (૩૧-૩૨)
तत्तोऽणंतरमीहा, तत्तोऽवाओ य तव्विसेसस्स । इय सामनविसेसाक्खा जावंतिमो भेओ ।३३।। सव्वत्थेहावाया निच्छयओ मोत्तुमाइ सामन्नं । संववहारत्थं पुण, सव्वत्थावग्गहोऽवाओ ।।३४।। तरतमजोगाभावे-ऽवाउ च्चिय धारणा तदंतंमि । सव्वत्थ वासणा पुण, भणिया कालंतर सई य ।।३५।।
[વિશેષાવશ્ય ૨૮૪-૮૬ ત્તિ] ઉપચરિત અર્થાવગ્રહ પછી તદ્ધિશેષની ઈહા અને ત્યારપછી અવાય એ પ્રમાણે સામાન્ય વિશેષની અપેક્ષાએ છેક છેલ્લા ભેદ સુધી બન્ને કરવા. પ્રથમના સામાન્યને મૂકીને સર્વત્ર નિશ્ચયથી ઈહા અને અવાય છે પણ સંવ્યવહાર માટે સર્વત્ર અવાય તે
123