________________
श्री स्थानाङ्ग सत्र सानुवाद भाग २
स्थानकाध्ययने प्रमादाप्रमादप्रतिलेखनाः लेश्याः शक्रसोमयमाग्रमहिष्यः ईशनामध्यपत्स्थितिः धरणाद्यामहिष्यः ५०३-५०९ सूत्राणि
બેસીને પડિલેહણ કરે છે તે સમ્મદ્દ ૨, મોસલી–પડિલેહણ કરાતા વસ્ત્રના ભાગ વડે તિરછો, ઊર્ધ્વ અથવા નીચે સંઘટ્ટનરૂપ 'ત' ત્તિ ત્રીજી પ્રમાદ યુક્ત પ્રત્યપેક્ષણા, કોઈક સ્થળે મટ્ટાખટ્ટવVI ' ત્તિ એવો પણ પાઠ દેખાય છે, ત્યાં ગુરુના અવગ્રહાદિરૂપ અસ્થાનમાં પડિલેહણ કરેલી ઉપધિનું સ્થાપવું તે અસ્થાનસ્થાપના ૩, પ્રસ્ફોટના-રજથી ખરડાયેલ વસ્ત્રની જેમ વિશેષ કંપાવનારૂપ ચોથી ૪, 'વિત્તિ ' ત્તિ વસ્ત્રને પડિલેહીને ત્યાર બાદ અન્યત્ર-વસ્ત્રના પડદા વગેરે ઉપર જે મૂકે છે અથવા વસ્ત્રના છેડા વગેરેનું જે ઊંચે ઉછાળવું તે વિક્ષિપ્તા કહેવાય છે ૫, '' 7િ૦ વેદિકા પાંચ પ્રકારે છે, તેમાં ઊથ્વી વેદિકા-જેમાં બન્ને જાનુ ઉપર બન્ને હાથ રાખીને પડિલેહણ કરે છે તે ૧, બન્ને જાનુની નીચે બન્ને હાથ રાખીને પડિલેહણ કરે છે . તે અધોવેદિકા ૨, એવી રીતે બન્ને જાનુની પડખે બન્ને હાથને લઈને કરે તે તિર્યગૂ વેદિકા ૩, બન્ને બાહુની અંદર બન્ને જાનુને કરીને કરે તે દ્વિધાવેદિકા ૪ અને એક જાનુને બન્ને બાહુની અંદર કરીને કરે તે એકતોવેદિકા પ-આ પાંચ પ્રકારે છઠ્ઠી પ્રમાદપ્રત્યુપેક્ષણાનો ક્રમ છે ૬. (૨૭-૨૮)
ઉક્ત લક્ષણથી વિપરીત સ્વરૂપવાળી પ્રત્યુપેક્ષણાને જ કહે છે– વદે ત્યાદિ છ પ્રકારે પ્રમાદથી વિપરીતરૂપ અપ્રમાદ વડે પ્રત્યુપેક્ષણા તે અપ્રમાદપ્રત્યુપેક્ષણા, તે આ પ્રમાણે
वत्थे अप्पाणंमि य, चउहा अणच्चावियं अवलियं च । अणुबंधि निरंतरया, तिरिउवऽहघट्टणा मुसली ।।२९।। छप्पुरिमा तिरियकए, नव खोडा तिनि तिन्नि अंतरिया । ते पुण वियाणियव्वा, हत्थंमि पमज्जणतिएणं ।।३०।।
[પવવ૦ ૨૪૦, ૨૪૨ 7િ] ' વાવ' જેમાં વસ્ત્ર અથવા આત્મા (શરીર) નાચનારની જેમ નાચેલ નથી તે અર્તિત પ્રત્યુપેક્ષણ, વસ્ત્રને અથવા પોતાને નચાવે છે એવી રીતે અહિં ચાર ભાંગા થાય છે ૧, જેમાં વસ્ત્ર અથવા શરીર વાળેલું કર્યું નથી તે અવલિત, અહિં પણ તેમજ ચતુર્ભગી જાણવી ૨, જેમાં નિરંતર પ્રસ્ફોટક વગેરેનો અનુબંધ વિદ્યમાન નથી તે અનનુબંધી, (અહિં સમયાંત ઈનું પ્રત્યય થયેલ છે) અથવા અનુબંધી નહિ તે અનનુબંધી ૩, કહેલ લક્ષણવાળી મોસલી જેમાં નથી તે અમોસલી ૪, 1'છપ્પરિમા નવ વો” ત્તિ તેમાં વસ્ત્ર પ્રસારિત કીધે છતે તેના પ્રથમ ભાગને ચક્ષુ વડે જોઈને, તેને પાછો ફેરવીને અને જોઈને ત્રણ પુરિમા-પ્રસ્ફોટકો કરવા તથા તેને પુનઃ ફેરવીને આંખો વડે જોઈને ફરીથી બીજા ત્રણ પ્રસ્ફોટકો કરવા, એવી રીતે આ છ તથા નવ ખોટકો તે ત્રણ ત્રણ પ્રમજનના ત્રણ ત્રણ અંતર વડે અંતરિત કરવા. એમ બે પદ વડે પાંચમી અપ્રમાદ પ્રત્યુપેક્ષણા પુરિમ અને ખોટકોના સદશપણાથી કહી પ, પા—હસ્તની ઉપર કુંથુઆ વગેરે જીવોની વિનોળિ’ ત્તિ વિશોધનારૂપ પ્રમજના તે પ્રત્યુપેક્ષણ કરાતા વસ્ત્રથી જ ઉક્ત ન્યાય વડે ખોટકોથી અંતરિત નવ વાર કરવી. આ છઠ્ઠી અપ્રમાદ પ્રત્યુપેક્ષણા છે. ૬.(૨૯-૩૦)
વસ્ત્ર અને આત્માને વિષે આ બે પદ વડે ચાર ભાંગા થાય છે, તે આ પ્રમાણે–વસ્ત્ર નહિ નચાવેલ અને શરીર નહિ નચાવેલ ૧, વસ્ત્રને નહિ નચાવેલ પણ શરીરને નચાવેલ ૨, વસ્ત્રને નચાવેલ પણ શરીરને નહિ નચાવેલ ૩, વસ્ત્ર અને શરીર બને નચાવેલ ૪–આ ચાર ભાંગામાં પ્રથમ ભાંગો શુદ્ધ છે, એવી રીતે બીજા પ્રકારે અવલિતમાં ચાર ભાંગા કરવા. શેષ ઉક્તાર્થ છે. //પ૦૩||
પ્રમાદયુક્ત અને અપ્રમાદયુક્ત આ પ્રત્યુપેક્ષા લેશ્યાવિશેષથી (શુભાશુભથી) થાય છે માટે વેશ્યા સૂત્ર કહેલ છે. લેશ્યાના અધિકારથી જ પંચેન્દ્રિયતિર્યચ, મનુષ્યો અને દેવ સંબંધી સૂત્રો છે. દેવતા સંબંધી 'સો' ઇત્યાદિક અગ્રમહિષી સંબંધી વગેરે. અવગ્રહમતિ સૂત્રથી પ્રથમવર્તી સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ એ કે–દેવોને જાતિની અપેક્ષાએ (સમુચ્ચય)
અવસ્થિતરૂપ છ લેશ્યાઓ સમજવી. પ૦૪-૫૦૯ો. 1. છ પ્રસ્ફોટકો, નવ ખોટકો, નવ પ્રાર્થના અને એક દૃષ્ટિ પડિલેહણા એમ વસ્ત્રની પડિલેહણાના પચ્ચીશ પ્રકારો છે. 2. દેવોને દ્રવ્ય લેક્ષાઓ (કૃષ્ણવર્ણાદિ દ્રવ્યરૂપ) અવસ્થિત-કાયમ હોય છે અને દ્રવ્ય લશ્યાની સાન્નિધ્યથી થતા આત્માના પરિણામરૂપ
ભાવલેશ્યાઓ પરાવર્ત થાય છે. 122