________________
६ स्थानकाध्ययने दिशातद्दगत्यादि आहारानाहारकारणानि ४९९-५०० सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
છ ધરણો વડે શ્રમણનિગ્રંથ, આહારને કરતો થકો આજ્ઞાનું ઉલ્લંઘે નહિ, તે આ પ્રમાણે—સુધા વેદનીયને ઉપશમાવવા માટે ૧, વૈયાવૃત્યને કરવા માટે ૨, ઈસમિતિને શોધવા માટે ૩, સંયમની રક્ષાને માટે ૪, પ્રાણોના નિર્વાહ માટે ૫ અને સ્વાધ્યાયાદિરૂપ ધર્મના ચિંતન માટે ૬. /૧// છ કારણ વડે શ્રમણનિગ્રંથ આહારનો ત્યાગ કરતો થકો આજ્ઞાનું ઉલ્લંઘ નહિ, તે આ પ્રમાણે–જવરાદિ રોગને વિષે ૧, રાજા કે સ્વજનાદિ વડે કરાયેલ ઉપસર્ગને વિષે ૨, તિતિક્ષણ અધિક સહન કરવાને વિષે-બ્રહ્મચર્યની રક્ષાને અર્થે ૩, જીવોની દયા પાળવાને અર્થે ૪, ઉપવાસાદિ તપને
અર્થે ૫, અને શરીરનો ત્યાગ-અનશન કરવા માટે ૬. //પ૦oll (ટી) છાગો’ રૂ૦િ સૂત્રસમૂહ ત્રીજા સ્થાનકમાં જ વ્યાખ્યાન કરેલ છે તથાપિ કાંઈક કહેવાય છે. પ્રાચીન-પૂર્વ, પ્રતીચીના-પશ્ચિમ, દક્ષિણ પ્રતીત છે, ઉદીચીના-ઉત્તર, ઊર્ધ્વ અને અધોદિશા પ્રતીત છે. વિદિશાઓ, વિદિશારૂપે હોવાથી દિશાઓ નથી માટે “છ” જ દિશાઓ કહેલી છે અથવા એ જ છ દિશાઓ વડે જીવોના કહેવામાં આવનાર ગતિ વગેરે પદાર્થો પ્રાયઃ પ્રવર્તે છે અથવા ષસ્થાનકના' અનુરોધ વડે વિદિશાઓની વિવક્ષા કરી નથી, માટે “છ” જ દિશાઓ કહેલી છે. છ દિશાઓ વડે જીવોની ગતિ અર્થાત્ ઉત્પત્તિસ્થાન પ્રત્યે જવું પ્રવર્તે છે કેમ કે તેઓનું અનુશ્રેણી–સમશ્રેણી વડે ગમન છે. એવી રીતે ચૌદ સૂત્રો સમજવા. વિશેષ એ કે-ગતિ અને આગતિ બન્ને પ્રજ્ઞાપકના સ્થાનની અપેક્ષાવાળા પ્રસિદ્ધ જ છે. ૧-૨, વ્યુત્કાન્તિ-ઉત્પત્તિસ્થાન પામેલાનું ઉપજવું, તે પણ ઋજુગતિમાં છ દિશાઓને વિષે જ હોય છે ૩, આહાર પ્રતીત છે, તે પણ છ દિશાઓમાં જ છે કેમ કે આ છ દિશાઓના પ્રદેશોમાં અવગાહીને રહેલા પુદ્ગલોનું જ જીવ વડે સ્પર્શન છે અને સ્પર્શેલ પુદ્ગલોનો જ આહાર છે જ, એવી રીતે છ દિશાપણું યથાયોગ્ય વૃદ્ધિ વગેરેમાં પણ વિચારવું. શરીરની વૃદ્ધિ પ, નિવૃતિશરીરની જ હાનિ ૬, શરીરની જ વિદુર્વણા-વૈક્રિય કરવું ૭, ગતિપર્યાય તે ગમન માત્ર, પણ પરલોકગમનરૂપ નહિ કેમ કે તેનું ગતિ અને આગતિ શબ્દ વડે ગ્રહણ કરેલ છે ૮, વેદનાદિ સાત પ્રકારના સમુદ્ધાત ૯, કાળસંયોગ-સમયક્ષેત્રની અંદર આદિત્યાદિ પ્રકાશના સંબંધ લક્ષણવાળો ૧૦, દર્શન તે સામાન્યગ્રાહી બોધ, તે અહિં ગુણપ્રત્યય અવધિ વગેરે પ્રત્યક્ષરૂપ લેવા, તેના વડે અભિગમ વસ્તુઓનો પરિચ્છેદ અથવા વસ્તુની પ્રાપ્તિ તે દર્શનાભિગમ ૧૧, એવી રીતે જ્ઞાનાભિગમ પણ જાણવો ૧૨, જીવાભિગમ-ગુણપ્રત્યય અવધિ વગેરે પ્રત્યક્ષથી જીવોને જાણવું ૧૩, અજીવાભિગમ-પુગળાસ્તિકાયને જાણવો તે પણ તેમજ અવધ્યાદિથી પ્રત્યક્ષ જાણવો ૧૪. 'પર્વ' fમતિ ચૌદ સૂત્રો કહ્યા છે તેમ ચોવીશ દંડકની વિચારણામાં "વિડિવિનોળિયાvi fë હિસાહિં જરૂ' રૂત્યાદ્રિ ચૌદ સૂત્રો કહેવા, તેમજ મનુષ્ય સંબંધી ચૌદ સૂત્રો પણ કહેવા. શેષ નારકાદિ (૨૨) દંડકોમાં છ દિશાઓને વિષે ગતિ વગેરેનો સમસ્તપણાએ અસંભવ છે, તે આ પ્રમાણે—નારકાદિ બાવીશ દંડકના જીવવિશેષોને નારક અને દેવોને વિષે ઉત્પન્ન થવાનો અભાવ છે, ઊર્ધ્વ અને અધોદિશાની વિવક્ષા વડે ગતિ અને આગતિનો અભાવ છે તેથી તેઓને દર્શન, જ્ઞાન, જીવ અને અજીવના અભિગમો, ગુણપ્રત્યયિક અવધિલક્ષણ પ્રત્યક્ષરૂપ સંભવતા નથી. ભવપ્રત્યયિક અવધિના પક્ષમાં તો નારક અને જ્યોતિષ્કો તિર્યકુ અવધિવાળા, ભવનપતિ અને વ્યંતરો ઊર્ધ્વ અવધિવાળા અને વૈમાનિકો તો અધોઅવધિવાળા હોય છે. બાકીના દંડકવાળા જીવો અવધિ રહિત છે. આ ભાવના છે અને Pવિવક્ષાપ્રધાન સૂત્રો છે, પ્રાયઃ અન્ય સૂત્રોમાં પણ એમજ જાણવું. ૪૯૯ll
અનંતર સૂત્રમાં મનુષ્યોને અજીવોનો બોધ કહ્યો, માટે મનુષ્યના સંબંધથી સંયત મનુષ્યોને આહાર ગ્રહણ અને અગ્રહણ કરવાના કારણો બે સૂત્ર વડે કહે છે–દી' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-અશનાદિક આહારને વાપરતો થકો પુષ્ટ કારણપણાથી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી, પરંતુ પુષ્ટ કારણ વિના રાગાદિ ભાવથી તો ઉલ્લંઘન કરે છે. તે પુષ્ટ કારણ આ 1. મેરુના ચકથી શરૂ થતી વિદિશાઓની અપેક્ષાએ પ્રવૃત્તિને ન હોવા છતાં પણ પ્રજ્ઞાપકાદિ વિદિશાની અપેક્ષાએ ગતિ વગેરેની પ્રવૃત્તિ છે , માટે છ સ્થાનકના અનુરોધથી એમ કહ્યું. 2. ગુણપ્રત્યય જ અવધિ ગ્રહણ કરવો અને પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યો કહેવા પરંતુ ભવપ્રત્યય * અવધિ ગ્રહણ ન કરવો અને દેવ, નારકો કહેવા નહિં. આ પ્રસંગમાં શો નિયમ છે? માટે કહે છે કે વિવક્ષાદિ
117