________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
६ स्थानकाध्ययने उन्मादाः प्रमादाः ५०१-५०२ सूत्रे પ્રમાણે નવેય IPITદા' વેદના-ભૂખની બાધા ૧, આચાર્યાદિના કાર્યને કરવું તે વૈયાવૃજ્ય ૨, આ બે પ્રસંગમાં આહારાદિને કરે અર્થાત્ વેદનાને ઉપશમાવવા માટે અને વૈયાવૃજ્યને માટે, ઈર્યા-ગમન, તેની વિશુદ્ધિયુગ માત્ર રાખેલ દૃષ્ટિપણું તે ઈર્યાવિશુદ્ધિ, તે વાતે-ઈર્યાવિશુદ્ધિ અર્થે. (અહિં વિશુદ્ધિ શબ્દના લોપથી ‘ઈર્યાર્થ” એમ કહ્યું છે.) ભૂખ્યો હોય તો ઈર્યાની વિશુદ્ધિને વિષે અશક્ત થાય તેથી ઈર્યાવિશુદ્ધિ માટે, “ચ” સમુચ્ચય અર્થમાં ૩, પ્રેક્ષા, ઉન્મેલા અને પ્રમાર્જનાદિ લક્ષણ સંયમને અર્થે ૪, ‘તથા’ શબ્દ કારણાંતરના સમુચ્ચયમાં ઉચ્છવાસાદિ પ્રાણો અથવા બલરૂપ પ્રાણ, તેઓની અથવા તેની વૃત્તિ-પાલન માટે અર્થાત્ પ્રાણોને સારી રીતે ટકાવવા માટે ૫, વળી છઠું કારણ ધર્મની ચિંતા માટે અર્થાત્ ગુણન (પરાવર્તન) અને અનુપ્રેક્ષા માટે-આ છે કારણો આહાર કરવાના કહેલા છે. આ સંબંધમાં ભાષ્યની બે ગાથા જણાવે છે–
नत्थि छुहाए सरिसा, वियणा अँजिज्ज तप्पसमणट्ठा । छाओ [बुभुक्षितः] वेयावच्चं, न तरइ कार्ड अओ भुंजे ।१७।। इरियं न य सोहेई, पेहाईयं [जहोवइटुं] च संजमं काउं । थामो वा परिहायइ, गुणणुप्पेहासु य असत्तो ।।१८।।
[पिण्ड नियुक्ति २६३-२६४ त्ति] સુધા સમાન કોઈ વેદના નથી તેથી તેને શાંત કરવા માટે આહાર કરે ૧, યુધિત વૈયાવૃત્ત્વ કરી શકે નહિ તેથી આહાર કરે ૨, ઈર્યાને શોધી ન શકે માટે આહાર કરે ૩, યથોક્ત સંયમ પાળી શકે નહિ માટે આહાર કરે છે, બળ ક્ષીણ થાય માટે આહાર ગ્રહણ કરે ૫, અને ગુણન તથા અનુપ્રેક્ષાદિ સ્વાધ્યાયમાં ક્ષધિત અશક્ત થાય માટે આહાર કરે ૬. (૧૭–૧૮)
વોછિદ્રમ' ત્તિ આહારને છોડતો થકો આતંક–જવરાદિ રોગ ઉત્પન્ન થયે છતે ૧, રાજા અને સ્વજનાદિજન્ય પ્રતિકૂળ અને અનુકૂળ સ્વભાવવાળા ઉપસર્ગ થયે છતે ૨, તિતિક્ષણવિશેષ સહન કરવામાં, કોનો? બ્રહ્મચર્ય ગુપ્તિનો અર્થાત્ ચોથા વ્રતના સંરક્ષણનો, કારણ કે આહારના ત્યાગ કરનારનું જ બ્રહ્મચર્ય સુરક્ષિત થાય૩, પ્રાણીદયા–સંપાતિમ (ચોતરફથી) આવીને પડતા ત્રસાદિ જીવોનું સંરક્ષણ અને એક ઉપવાસથી આરંભીને છ માસ પર્યત તપ, પ્રાણીની દયા અને તપ, તે બન્નેનો હેતુ તે દયાના નિમિત્તે ૪, તપના નિમિત્તે પ, તથા શરીર વચ્છેદાર્થ-દેહના ત્યાગ (અનશન) માટે ૬, આહારને છોડતો થકો આજ્ઞા પ્રત્યે ઉલ્લંઘતો નથી. આ સંબંધમાં બે ગાથા નીચે પ્રમાણે જાણવી–
आयंको जरमाई, राया सन्नायगा य उवसग्गे । बंभवयपालणट्ठा, पाणिदया वासमहियाई ।।१९।। तवहेउ चतुत्थाई, जाव य छम्मासिओ तवो होइ । छटुं सरीरवोच्छेयणट्ठया होअणाहारो ।।२०।।
पिण्ड नियुक्ति ६६७-६६८ त्ति] પ્રાયઃ બન્ને ગાથા ઉક્તાર્થ છે. વિશેષ એ કે—'વાસંમહિયારું વર્ષાદ વરસતે છતે, ધૂમસ પડતે છતે અથવા સૂક્ષ્મ દેડકાદિથી વ્યાપ્ત ભૂમિ થયે છતે પ્રાણીદયાને નિમિત્તે મુનિ આહાર વહોરવા ન જાય. આ૫OOL,
શ્રમણને આહાર ન લેવાના કારણો કહ્યા, આ સંબંધથી શ્રમણાદિ જીવને અનુચિતપણે ઉત્પન્ન કરનારા ઉન્માદના સ્થાનો કહે છે– छहिं ठाणेहिं आता उम्मायं पाउणेज्जा, तंजहा–अरहताणमवण्ण वदमाणे १, अरहतपन्नत्तस्स धम्मस्स अवनं वदमाणे २, आयरियउवज्झायाणमवन्नं वदमाणे ३, चाउव्वन्नस्स संघस्स अवनं वदमाणे ४,जक्खांवेसेण चेव ५, मोहणिज्जस्स चेव कम्मस्स उदएणं ६ ।। सू० ५०१।।। छविधे पमाते पन्नत्ते, तंजहा-मज्जपमाते, णिद्दपमाते, विसयपमाते,कसायपमाते,जूतपमाते, पडिलेहणापमाए | સૂ૦ ૧૦૨ાા. (મૂ૦) છ કારણો વડે આત્મા ઉન્માદને પામે, તે આ પ્રમાણે–અર્વતોના અવર્ણવાદને બોલતો થકો ૧, અહંતપ્રરૂપિત ધર્મના
અવર્ણવાદને બોલતો થકો ર, આચાર્ય, ઉપાધ્યાયના અવર્ણવાદને બોલતો થકો ૩, ચતુર્વિધ સંઘના અવર્ણવાદને
118