________________
६ स्थानकाध्ययने आत्मानात्मवन्तौ जातिकुलार्याः लोकस्थितिः ४९६ - ४९८ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ परियाले ज्जाव पूतासक्कारे ।। सू० ४९६ ।।
छव्विहा जाइ आरिया मणुस्सा पत्रत्ता, तंजहा
अंबट्टा य कलंदा य, वेदेहा वैदिगा दिया। हारिता चुंचुणा चेव, छप्पेता इब्भजातिओ || १ ||
છબિદા તારિયા મજુસ્સા પન્નત્તા, તંનહીં-૩ા, મોના, રામા, રૂવબ્રા, ખાતા, જોરા ।। સૂ॰ ૪૬૭।। छव्विधा लोगट्ठिती पन्नत्ता, तंजहा - आगासपतिट्ठिते वाते, वायपतिट्ठिए उदधी, उदधिपतिट्ठिता पुढवी, पुढविपइट्ठिया तसा थावरा पाणा, अजीवा जीवपइट्ठिया, जीवा कम्मपतिट्ठिया ।। सू० ४९८ ।।
(મૂ0) છ સ્થાનકો માનના કારણથી, અનાત્મવાળાને અર્થાત્ કષાયવાળાને અહિતને માટે, અશુભને માટે, અશાંતિને માટે, અકલ્યાણને માટે અને અશુભની પરંપરાને માટે થાય છે, તે આ પ્રમાણે—પર્યાય—વયની અપેક્ષાએ અથવા દીક્ષાની અવસ્થાએ મોટાઈ ૧, શિષ્યાદિનો ધણો પરિવાર ૨, મહાન્ પૂર્વગતાદિ શ્રુત ૩, અનશનાદિ મહાતપ ૪, અન્નપાનાદિનો મહાલાભ ૫ અને મહાન્ પૂજાપૂર્વક સત્કાર ૬-આ અહંકારના કારણરૂપ થાય છે. છ સ્થાનકો આત્મવાનને-કષાય રહિતને હિતને માટે યાવત્ શુભની પરંપરાને માટે થાય છે, તે આ પ્રમાણે—મહાન્ પર્યાય, મહાન્ પિરવાર યાવત્ મહાન્ પૂજાસત્કાર. Il૪૯૬॥
છ પ્રકારે જાતિઆર્ય (વિશુદ્ધ માતૃપક્ષવાળા) મનુષ્યો કહેલા છે, તે આ પ્રમાણે—અંબો–બ્રાહ્મણ પુરુષ અને વૈશ્ય સ્ત્રીથી ઉત્પન્ન થયેલા, કલંદો, વૈદેહો, વૈદિગાતિતો, હરિતો અને ચુંચણો આ છ ઈભ્યજાતિઓ છે. (૧) છ પ્રકારે કુલાર્યો (વિશુદ્ધ પિતૃપક્ષવાળા) મનુષ્યો કહેલા છે, તે આ પ્રમાણે—૧. ઉગ્રકુળના, ૨. ભોગકુળના, ૩. રાજન્યકુળના, ૪. ઇક્ષ્વાકુ વંશના, ૫. જ્ઞાતકુળના અને ૬. કૌરવકુળના મનુષ્યો. ।।૪૯૭।।
છ પ્રકારે લોકની સ્થિતિ કહેલી છે, તે આ પ્રમાણે—આકાશને આધારે વાયુ રહેલ છે ૧, વાયુને આધારે ઘનોદધિ રહેલ છે ૨, વનોદિયને આધારે પૃથ્વી રહેલ છે ૩, પૃથ્વીને આધારે ત્રસ સ્થાવર જીવો રહેલા છે ૪, જીવને આધારે અજીવો–ઔદારિકાદિ પુદ્ગલો રહેલા છે ૫, અને જ્ઞાનાવરણાદિ કર્મને આધારે જીવો રહેલા છે ૬. ll૪૯૮૦
(ટી૦) 'સત્તવો' ત્તિ॰ કષાય રહિત આત્મા જ આત્મા હોય છે કેમ કે પોતાના સ્વરૂપમાં અવસ્થિત છે, પરંતુ જે કષાય રહિત ન હોય તે અનાત્મવાન્ અર્થાત્ કષાય સહિત, તેને અહિત–અપથ્યને માટે, અશુભ–પાપને માટે અથવા અસુખ-દુઃખને માટે, અક્ષમ-અસંગતપણા માટે અથવા અશાંતિ માટે, અનિઃશ્રેયસ્–અકલ્યાણ માટે, અનનુગામિકત્વ-અશુભના અનુબંધ– પરંપરાને માટે થાય છે; કેમ કે માનના કારણપણાથી ઐહિક અને પારલૌકિક દોષને ઉત્પન્ન કરનાર છે, પર્યાય–જન્મકાળ અથવા પ્રવ્રજ્યાકાળ, તે મહાન માનનું કારણ છે, માટે ‘મહાન’ એવું વિશેષણ ગ્રહણ કરવું. અથવા ગૃહસ્થની અપેક્ષાએ અલ્પ દીક્ષાપર્યાય પણ માનનો હેતુ જ થાય છે, તેમાં મહાન જન્મપર્યાય 'બાહુબલિની જેમ અહિતને માટે થાય છે ૧, એમ બીજા પણ યથાસંભવ કહેવા, વિશેષ એ કે—'પરિયાતે' ત્તિ॰ શિષ્યાદિ પરિવાર ૨, શ્રુત-પૂર્વગતાદિ. કહ્યું છે કે—
ह ह बहुस्सुओ संमओ य सीसगणसंपरिवुडो य । अविणिच्छिओ य समए, तह तह सिद्धंतपडिणीओ ||१६|| [સમ્મતિ॰ ૩/૬૬] કૃતિ બહુશ્રુત હોય, બહુ જનને સમ્મત હોય, શિષ્યના સમુદાય સહિત હોય પરંતુ જો સિદ્ધાંતના વિષયમાં અનિશ્ચિત, તત્ત્વનો જાણનાર ન હોય તો સિદ્ધાંતનો પ્રત્યનીક-શત્રુ થાય છે. ૩ (૧૬)
તપ-અનશનાદિ ૪, અન્નાદિનો લાભ ૫, સ્તુત્યાદિ પૂજાપૂર્વક સત્કાર તે વસ્ત્રાદિ વડે અભ્યર્ચન અથવા પૂજાને વિષે 1. બાહુબલિ દીક્ષાપર્યાયે લઘુ હોવા છતાં પણ જન્મપર્યાયે મોટા હોવાથી ‘મારાથી નાના અટ્ઠાણુ ભાઈઓને વંદન કેમ કરાય?' એવું માનનું કારણ થયું હતું.
115