________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने आत्मानात्मवन्तौ जातिकुलार्याः लोकस्थितिः ४९६ - ४९८ सूत्राणि તે સેવાર્તા નામનું છઠ્ઠું સંઘયણ જાણવું. શક્તિવિશેષપક્ષમાં તો શક્તિવિશિષ્ટ લાકડા વગેરેની જેમ દૃઢપણું તે સંહનન સમજવું. કહ્યું છે કે—
वज्जरिसहनारायं, पढमं बीयं च रिसभनारायं । नारायमद्धनाराय [य], खीलिया तहय छेवट्टं ॥ १३ ॥ रिसहो य होइ पट्टो, वज्जं पुण खीलियं वियाणाहि । उभओ मक्कडबंधं, नारायं तं वियाणाहि ॥ १४ ॥
[બૃહત્સં॰ ૨૭૩-૭૪ fi] પ્રથમ વજૠષભનારાચ, બીજું ઋષભનારાચ, નારાચ, અર્જુનારાચ, કીલિકા અને છઠ્ઠું સેવાર્તા સંઘયણ છે. (૧૩) ઋષભ અર્થાત્ પાટો, વજ્ર અર્થાત્ કીલિકા જાણવી, બન્ને બાજુ મર્કટબંધ તે નારાચ જાણવું. (૧૪) વિવેચન ઉપર કરેલ
છે. ૪૯૪॥
સંસ્થાન–અવયવોની રચનાત્મક શરીરની આકૃતિરૂપ છે. તેમાં સમાઃ—શરીરના લક્ષણરૂપ કહેલ પ્રમાણથી અવિરોધી એવી ચાર અગ્નિ (હાંસ) છે જેને તે સમચતુરસ્ર સંસ્થાન, અહિં અગ્નિ એટલે ચાર દિશાના વિભાગ વડે જણાતા શરીરના અવયવો છે તેથી જેના બધાય અવયવો શરીર સંબંધી લક્ષણના કહેલ પ્રમાણથી અવ્યભિચારવાળા છે પરંતુ ન્યૂનાધિક પ્રમાણવાળા નથી તેના જેવું તે સમચતુરસ ૧, વડના ઝાડ જેવા વિસ્તાર (ઘેરાવા) વાળું તે ન્યગ્રોધપરિમંડલ, જેમ વવૃક્ષ ઉપરના ભાગમાં સંપૂર્ણ અવયવવાળો હોય છે અને નીચેના ભાગમાં તેવો હોતો નથી તેમ આ સંસ્થાન પણ નાભિથી ઉપ૨ બહુલ વિસ્તારવાળું છે અને નીચેના ભાગમાં તો હીનાધિક પ્રમાણવાળું હોય છે ૨, 'સારી' તિ॰ અહિં ‘આદિ’ શબ્દથી ઊંચાઈરૂપ નાભિની નીચેનો દેહભાગ ગ્રહણ કરાય છે, તે શરીર–લક્ષણના કહેલ પ્રમાણને ભજનાર તે આદિ સાથે જે વર્તે છે તે સાદિ, આખું શરીર અવિશિષ્ટ આદિ સાથે વર્તે છે, માટે આ વિશેષણ છે. અન્યથા (નહિતર) ઉપપત્તિ–સંગતિ ન થવાથી અહિં વિશિષ્ટતા પ્રાપ્ત થાય છે. સાદિ-ઉત્સેધબહુલ અર્થાત્ પરિપૂર્ણ ઊંચાઈ ૩, 'ત્રુધ્ને' ત્તિ અધસ્તનકાયમડભ-ન્યૂનાધિક, અહિં ‘અધસ્તનકાય’ શબ્દથી પગ, હાથ, શિર અને ગ્રીવા કહેવાય છે, તે જેમાં શરી૨ક્ષક્ષણના કહેલ પ્રમાણથી વ્યભિચારી (અસુંદ૨) હોય અને વળી જે શેષ શરીર (પીઠ, ઉદર, હૃદય) યથોક્ત પ્રમાણવાળું હોય તે કુબ્જ સંસ્થાન ૪, 'વામા' ત્તિ મડહકોષ્ઠ, જેમાં હાથ, પગ, શિર અને ગ્રીવા યથોક્ત પ્રમાણવાળાં હોય અને શેષ શરીર મડભ-ન્યૂનાધિક પ્રમાણવાળું હોય તે વામન ૫, 'દુડિ' ત્તિ॰ સર્વત્ર અસંસ્થિત–અયુક્ત હોય, પ્રાયઃ જેનું એક પણ અવયવ શરીરલક્ષણના કહેલ પ્રમાણની સાથે મળતું ન હોય તે અસંસ્થિત હુંડક નામનું સંસ્થાન છે ૬. કહ્યું છે કે—
તુi ? વિત્થરબહુાં ૨, સ્નેહનદું ૨ રૂ મડદોઢું ૪ ૬ । દેટ્ટિાયમડદું, સવ્વસ્થાસયિં ફ્રુડ ૬ ।।।। [બૃહત્સં॰ ૨૭૬ ત્ત]
પ્રથમ સંસ્થાન તુલ્ય-પ્રમાણોપેત શ૨ી૨વાળું છે, બીજું નાભિના ઉપરના ભાગમાં શ્રેષ્ઠ છે, ત્રીજું નાભિથી નીચેના ભાગમાં સુંદર છે, ચોથું શિર, ગ્રીવા, હસ્ત અને પાદ સિવાય શેખ અવયવથી અસુંદર છે, પાંચમામાં શિર, ગ્રીવા, હસ્ત અને પાદ અસુંદર હોય, છટ્ઠામાં બધાય અવયવો અસુંદર હોય. (૧૫) આ ગાથામાં સૂત્રમાં કહેલ ક્રમની અપેક્ષાએ ચોથા અને પાંચમા સ્થાનમાં વ્યત્યય-ઊલટસુલટ દેખાય છે. I૪૯૫॥
છઠ્ઠાના બાત્તવો ગહિતાતે, બસુમાતે, ગદ્યમાતે, બનીશેત્તાપ, બાનુમિયત્તાતે ભવંતિ, તંનહા-પરિતા, परियाले, सुते, तवे, लाभे, पूयासक्कारे। छट्टाणा अत्तवओ हिताते जाव आणुगामितत्ताते भवंति, तंजहा - परियाए
1. सव्वत्थ सुलक्खणं पढमं । नाहीइ उवरि बीअं, तइअमहो पिट्ठिउयरउरवज्जं । सिरिगीव पाणि पाए, सुलक्खणं तं चउत्थं तु ।।૬૪।। વિવરીય પંચમાં, સવ્વસ્થ અતવહાં મને છઠ્ઠું ।
2. ઘણે સ્થળે ચોથું વામન અને પાંચમું મુખ્ય સંસ્થાન જોવાય છે. સંગ્રહણી વગેરે ગ્રંથમાં તેમ અન્ય સૂત્રમાં પણ તેમજ જોવાય છે. કર્મગ્રંથમાં તો આ સૂત્રમાં જણાવેલ જ ક્રમ દેખાય છે.
114