________________
६ स्थानकाध्ययने दुर्लभानि इंद्रियार्थाः संवरासंवरौ सातासाते प्रायश्चित्तं ४८५ - ४८९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
મણિઓનું પાત્ર થાય છે. (૭) કેવલીપ્રજ્ઞપ્ત ધર્મની શ્રવણતા (સાંભળવું) પણ દુર્લભ છે. કહ્યું છે કે—
सुलभा सुरलोयसिरी, रयणायरमेहला मही सुलहा । निव्वुइसुहजणियरुई, जिणवयणसुई जए दुलहा ||८|| દેવલોકની લક્ષ્મી મળવી સુલભ છે, સમુદ્રના છેડા સુધી પૃથ્વી મળવી સુલભ છે; પરંતુ મોક્ષસુખમાં ઉત્પન્ન થયેલ છે રુચિ જેનાથી એવી જિનવચનની શ્રુતિ (સાંભળવું) જગતમાં દુર્લભ છે. (૮)
અથવા શ્રવણ કરેલ ધર્મની શ્રદ્ધાનતા દુર્લભ છે. કહ્યું છે કે—
आहच्च सवणं लद्धुं, सद्धा परमदुल्लहा । सोच्चा नेआउयं मग्गं, बहवे परिभस्स ||९|| [3ત્તરા॰ રૂ।o H] કદાચિત્ ધર્મના શ્રવણને પ્રાપ્ત કરીને પણ શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે, કારણ કે ઘણા જીવો ન્યાયી–સમ્યગ્ માર્ગને સાંભળીને પણ પરિભ્રષ્ટ થાય છે. (૯)
સામાન્યથી શ્રદ્ધાન કરેલને, યુક્તિઓ વડે પ્રતીત (નિશ્ચય) કરેલને અથવા પ્રીતિક-સ્વવિષયમાં ઉત્પન્ન કરેલ પ્રીતિવાળાને અથવા રોચિત–કરેલ ઇચ્છાવાળા ધર્મને સમ્યગ્–અવિરતની જેમ મનોરથમાત્ર વડે નહિ પરંતુ યાવત્ કાયા વડે સ્પર્શવું દુર્લભ છે. કહ્યું છે કે—
धम्मं पि हु संद्दहंतया, दुल्लहया कारण फासया । इह कामगुणेसु मुच्छिया, समयं गोयम! मा पमायए ।। १० ।। [૩ત્તરા॰ ૨૦/૨॰ fi]
આ જગતમાં શબ્દાદિ
સર્વજ્ઞપ્રણીત ધર્મને સદહતાં છતાં પણ કાયા વડે સ્પર્શનતા-આચરણા કરવી દુર્લભ છે કેમ કે -વિષયોને વિષે જીવો મૂચ્છિત–વૃદ્ધ છે. આથી ધર્મની સામગ્રી પામીને 'હે ગૌતમ! સમય માત્ર પ્રમાદ ન કર. (૧૦) મનુષ્યભવ વગેરેનું દુર્લભપણું પ્રમાદ વગેરેમાં આસક્ત પ્રાણીઓને જ હોય છે પરંતુ સઘળાને નહિ, તેથી મનુષ્ય ભવને આશ્રયીને કહ્યું છે કે—
एयं पुण एवं खलु, अन्नाण- पमायदोसओ नेयं । जं दीहा कायठिई, भणिया एगिंदियाईणं ॥ ११ ॥
एसा य असइदोसासेवणओ धम्मवज्जचित्ताणं । ता धम्मे जइयव्वं, सम्मं सइ वी [ धी] रपुरिसेहिं ॥१२॥
[૪૫૦ ૧૬ ૧૬, ૨૮ ત્તિ]
આ મનુષ્ય જન્મનું દુર્લભપણું આ પ્રકારે નિશ્ચયે જાણવું. અજ્ઞાન અને પ્રમાદના દોષથી એકેન્દ્રિયાદિ જીવોની દીર્ઘકાયસ્થિતિ કહેલી છે અર્થાત્ એકેન્દ્રિયાદિમાં ગયેલ પ્રાણીનો અસંખ્યાત કે અનંતકાળ નીકળી જાય છે. વારંવાર દોષના સેવવાથી ધર્મથી રહિત ચિત્તવાળા જીવોની આ પ્રકારે કાયસ્થિતિ હોય છે તે કારણથી ધીરપુરુષોએ હંમેશા સારી રીતે ધર્મને વિષે યત્ન કરવો ‘યોગ્ય છે. I૪૮૫૫
મનુષ્યપણું વગેરે સુલભ અને દુર્લભ, ઇંદ્રિયોના વિષયોનો સંવર અને અસંવર કર્યો છતે હોય છે અને તે બન્ને છતે સાતા અને અસાતા થાય છે અને તે બન્નેનો નાશ પ્રાયશ્ચિત્તથી થાય છે, માટે ઇન્દ્રિયના વિષયોને, ઇન્દ્રિયના સંવર અને અસંવરને, સાતા તેમજ અસાતાને અને પ્રાયશ્ચિત્તને પ્રરૂપતા થકા સૂત્રષટ્કને કહે છે-આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે—'છ ફૈયિત્વ’ ત્તિ મનનું આંતરકરણપણાએ કરણપણું હોવાથી અને કરણનું ઇન્દ્રિયપણું હોવાથી અથવા અન્ય દર્શનના શાસ્ત્રની રૂઢિ વડે મનનું ઇન્દ્રિયપણું હોવાથી છ ઇન્દ્રિયાર્થો છે એમ કહ્યું. તેમાં શ્રોત્રેન્દ્રિય વગેરેના અર્થો-વિષયો શબ્દ વગેરે, 'નોન્ડ્રિયત્થ' ત્તિ 2ઔદારિકાદિત્વ અને વિષયના રૈપરિચ્છેદક (બોધક) રૂપ ઉભયધર્મયુક્ત ઇન્દ્રિય છે તે ઇન્દ્રિયના ઔદારિકાદિત્વ ધર્મલક્ષણ દેશના નિષેધથી નોઇન્દ્રિય-મનઃ, અથવા ‘નો’ શબ્દનું સાદૃશ્ય અર્થપણું હોવાથી વિષયના પરિચ્છેદકપણાએ
1. ગૌતમસ્વામીને ઉદ્દેશીને વીરપ્રભુએ કહેલ શ્રીઉત્તરાધ્યયન સૂત્રની આ ગાથા છે. 2. દ્રવ્યેન્દ્રિય-નિવૃત્તિ અને ઉપકરણરૂપ, 3. ભાવેન્દ્રિય-લબ્ધિ અને ક્ષયોપશમરૂપ, મન દ્રવ્યેન્દ્રિયરૂપ નથી, ભાવેન્દ્રિયરૂપ છે.
111