________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने दुर्लभानि इंद्रियार्थाः संवरासंवरौ सातासाते प्रायश्चित्तं ४८५ - ४८९ सूत्राणि छवि साते पत्ते, तंजहा- सोतिंदियसाते जाव नोइंदियसाते । छव्विहे असाते पन्नत्ते, तंजहा- सोतिंदिय असाते' जाव नोइंदित असते ।। सू० ४८८ ।।
ઇન્દ્રિને પાયચ્છિન્ને પદ્મત્તે, તંનહા-આજોયાદ્દેિ, પડિમરહે, તડુમયારિદે, વિવેટ્ટે, વિવસરિà, वारि ॥ सू
૪૮૨||
(મૂળ) છ સ્થાનો સર્વ જીવોને સુલભ હોતા નથી, તે આ પ્રમાણે—મનુષ્ય સંબંધી ભવ ૧, આર્યક્ષેત્રને વિષે જન્મ ૨, ઉત્તમ કુળને વિષે ઉત્પન્ન થવું ૩, કેવલીપ્રરૂપિત ધર્મનું સાંભળવું ૪, સાંભળેલ ધર્મની સદહણા કરવી ૫, શ્રદ્ધા કરેલનું અથવા પ્રતીત કરેલનું અથવા રુચિ વિષય કરેલ ધર્મનું સમ્યગ્ રીતે કાયા વડે સ્પર્શવું-આચરવું ૬-આ છ દુર્લભ
9.1186411
છ ઇન્દ્રિયોના વિષયો કહેલા છે, તે આ પ્રમાણે—શ્રોત્રન્દ્રિયનો વિષય યાવત્ સ્પર્શેન્દ્રિયનો વિષય અને નોઇન્દ્રિય (મન) નો વિષય. ૪૮૬॥
છ પ્રકારે સંવર કહેલ છે, તે આ પ્રમાણે—શ્રોત્રેન્દ્રિયનો સંવર યાવતુ સ્પર્શનેન્દ્રિયનો સંવર અને નોઇન્દ્રિય (મન) નો સંવર, છ પ્રકારે અસંવર કહેલ છે, તે આ પ્રમાણે—શ્રોત્રેન્દ્રિયનો અસંવર યાવત્ સ્પર્શનેન્દ્રિયનો અસંવર અને નોઇન્દ્રિયનો અસંવર. ૪૮૭॥
છ પ્રકારે સાત–સુખ કહેલું છે, તે આ પ્રમાણે—મનોજ્ઞ શબ્દ સાંભળવાથી સુખ થાય તે શ્રોત્રેન્દ્રિયસાતા, યાવત્ ઇષ્ટ વિષયના ચિંતનથી સુખ થાય તે નોઇન્દ્રિય (મન)ની સાતા. છ પ્રકારે અસાત-દુઃખ કહેલ છે, તે આ પ્રમાણે— અમનોજ્ઞ શબ્દ સાંભળવાથી દુઃખ થાય તે શ્રોત્રેન્દ્રિયઅસાતા યાવત્ અનિષ્ટ વિષયના ચિંતનથી દુઃખ થાય તે નોઇન્દ્રિય (મન) ની અસાતા. ૪૮૮॥ છ પ્રકારે પ્રાયશ્ચિત્ત કહેલ છે, તે આ પ્રમાણે—ગુરુને નિવેદન કરવાથી જે પાપની શુદ્ધિ થાય તે આલોચના યોગ્ય, મિથ્યા-દુષ્કૃત દેવાથી જે પાપની શુદ્ધિ થાય તે પ્રતિક્રમણ યોગ્ય, આલોચના અને પ્રતિક્રમણએ બન્નેથી જે પાપની શુદ્ધિ થાય તે તદુભય યોગ્ય, આધાકર્માદિ અશુદ્ધ આહારને પરઠવવાથી જે પાપની શુદ્ધિ થાય તે વિવેક યોગ્ય, કાયોત્સર્ગ કરવાથી જે પાપની શુદ્ધિ થાય તે વ્યુત્સર્ગ યોગ્ય અને નીવી વગેરે તપ કરવાથી જે પાપની શુદ્ધિ થાય તે તપ યોગ્ય. ૪૮૯)
(ટી૦) 'છઠ્ઠારૂં' ત્યા॰િ છ વસ્તુઓ, સર્વ જીવોને સુલભ–સુખે પ્રાપ્ત થતી નથી અર્થાત્ દુઃખે મળે છે, પરંતુ અલભ્ય નથી, કારણ કે–કેટલાએક જીવોને તેનો લાભ થાય છે, તે આ પ્રમાણે—મનુષ્ય સંબંધી ભવ તે સુલભ નથી. કહ્યું છે કે
ननु पुनरिदमतिदुर्लभमगाधसंसारजलधिविभ्रष्टम् । मानुष्यं खद्योतकतडिल्लताविलसितप्रतिमम् ।।५।।
ખદ્યોત અને વીજળીના ઝબકારાના વિલાસ જેવું ચંચલ આ મનુષ્યપણું અગાધ સંસારરૂપ સમુદ્રમાં જે ગુમાવ્યું તે ફરીથી મળવું અતિ દુર્લભ છે. (૫) એમ સાડાપચ્ચીશ દેશરૂપ આર્યક્ષેત્રને વિષે જન્મ થવો તે પણ દુર્લભ છે.
અહિં પણ કહ્યું છે કે—
सत्यपि च मानुषत्वे दुर्लभतरमार्यभूमिसम्भवनम् । यस्मिन् धर्माचरणप्रवणत्वं प्राप्नुयात् प्राणी ।।६।।
મનુષ્યપણું પ્રાપ્ત થયે છતે પણ આર્યભૂમિમાં ઉત્પન્ન થવું અત્યંત દુર્લભ છે, જે ક્ષેત્રને વિષે પ્રાણી ધર્મના આચરણથી રુચિપણાને પ્રાપ્ત થાય. (૬) ઈક્ષ્વાકુ વગેરે કુળને વિષે પ્રત્યાયાતિ (જન્મ) સુલભ નથી. કહ્યું છે કે—
आर्यक्षेत्रोत्पत्तौ सत्यामपि सत्कुलं न सुलभं स्यात् । सच्चरणगुणमणीनां पात्रं प्राणी भवति यत्र ॥७॥ આર્યક્ષેત્રને વિષે ઉત્પન્ન થયે છતે પણ સત્ફળ મળવું સુલભ હોતું નથી, જે સત્પુળમાં પ્રાણી ચારિત્રના ગુણરૂપ
110