________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः ३ विमानोच्चताबंधपुद्गला नदीसंगमः कुमारजिनाः सभाः पंचतारकनक्षत्राणि पुद्गलाः ४६९-४७४ सूत्राणि
પંચેન્દ્રિયપણાએ નિવૃત્તિત (એકત્ર કરેલ), એવી રીતે ચય-કર્મ પુદ્ગલોને પ્રદેશો વડે વધાર્યાં, ઉપચય–ફરી ફરી વધાર્યાં, બંધ–શિથિલ બંધવાળા બાંધેલ કર્મને ગાઢ બંધવાળા કર્યા, ઉદીર-ઉદયમાં નહિ આવેલ કર્મને કરણવીર્ય વડે આકર્ષીને ઉદયમાં લાવ્યાં, વેદ–વિપાકથી ભોગવ્યા, નિર્જરાજીવપ્રદેશથી દૂર કર્યાં. પાંચ પ્રદેશવાળા સ્કંધો અનંતા કહેલા છે. પાંચ આકાશ-પ્રદેશને અવગાહીને રહેલા પુદ્ગલો અનંતા કહેલા છે યાવત્ પાંચગુણ લૂખા પુદ્ગલો અનંતા કહેલા છે. ॥ ૪૭૪॥
(ટી૦) આ બધાય સૂત્રો સુગમ છે. વિશેષ એ કે—'વંધિંસુ' ત્તિ શરીરાદિપણાએ બાંધ્યા. ૪િ૬૯
'વૃક્ષિોને' તિ॰ ભરતક્ષેત્રમાં, 'સમન્વંતિ' ત્તિ——સમ્યપ્રકારે પ્રાપ્ત થાય છે–મળે છે. 'ઉત્તરેને' ત્તિ॰ ઐરવત ક્ષેત્રમાં.
||૪૭૦||
પૂર્વતર સૂત્રમાં ભરતક્ષેત્રની વક્તવ્યતા કહી, માટે તેના પ્રસ્તાવથી ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ તીર્થંકર સંબંધી સૂત્ર છે, તે સુગમ છે. વિશેષ એ કે–કુમારોનો રાજ્યસત્તા સિવાય વાસ તે કુમારવાસ, તેમાં 'અન્નાવસિત્તે' તિ॰ વસીને. I૪૭૧॥
ભરતાદિક્ષેત્રના પ્રસ્તાવથી ક્ષેત્રભૂત ચમરચંચાદિ વક્તવ્યતાને કહેનાર બે સૂત્ર છે. ચમરચંચા તે અસુરકુમારના રાજા ચમરેન્દ્રની રત્નપ્રભા પૃથ્વીમાં રાજધાની છે. સુધર્મા સભા એટલે જેમાં શય્યા છે, જેમાં ઉત્પન્ન થાય છે તે ઉપપાત સભા, જેમાં રાજ્યાભિષેક વડે સિંચન કરાય છે તે અભિષેક સભા, જેમાં વિભૂષા કરાય છે તે અલંકાર સભા, જ્યાં પુસ્તકના વાંચનથી વ્યવસાય-તત્ત્વના નિશ્ચયને કરે છે તે વ્યવસાય સભા. આ સભાઓ યથાક્રમે ઈશાન કોણમાં જાણવી. I૪૭૨॥
દેવના નિવાસ સંબંધી અધિકારથી નક્ષત્ર સૂત્ર છે. I૪૭૩
નક્ષત્રાદિરૂપ દેવપણું તો જીવોને કર્મપુદ્ગલના સંચયથી થાય છે માટે ચયાદિ સૂત્રષટ્ક જણાવેલ છે. પુદ્ગલો વિવિધ પરિણામવાળા છે માટે પુદ્ગલો સંબંધી સૂત્રો છે. એની વ્યાખ્યા પૂર્વની જેમ અધ્યયનની સમાપ્તિ પર્યંત સુગમ જ છે. II૪૭૪ II પંચમસ્થાનકના તૃતીય ઉદ્દેશકનો ટીકાનુવાદ સમ્રાપ્ત II II પંચમ અધ્યયન સંપૂર્ણ ॥
ધર્માનુષ્ઠાનના ત્રણ ભેદ : (૧) સતત અભ્યાસ (૨) વિષય અભ્યાસ (૩) ભાવ અભ્યાસ
(૧) સતત અભ્યાસ : લોકોત્તર ગુણની પ્રાપ્તિની યોગ્યતા પ્રાપ્ત કરવાવાળા માતાપિતા વગેરે વિનયી યોગ્ય આત્માઓની સાથે વિનયાદિ યુક્ત વર્તન કરવું.
(૨)વિષયાભ્યાસ : પૂજાના ઉત્કૃષ્ટ વિષયરૂપ જે માર્ગના સ્વામી અરિહંત છે એમના વિષયમાં પૂજા કરવા રૂપ જે અભ્યાસ અર્થાત્ ધર્મક્રિયા કરવાનો અભ્યાસ.
(૩) ભાવાભ્યાસ : સંસારથી ઉદ્વેગના ભાવપૂર્વક સમ્યગ્દર્શન વગેરે ભાવોનો અભ્યાસ.
સતતાભ્યાસ તેમજ વિષયાભ્યાસમાં ધર્માનુષ્ઠાન વ્યવહારનયથી ઉપાદેય માનેલ છે, નિશ્ચયનયથી આ બન્ને પ્રકારના ધર્માનુષ્ઠાન સમકિત યુક્ત ન હોવાથી અધર્મરૂપથી માન્યા છે.
ભાવાભ્યાસ વ્યવહાર તેમજ નિશ્ચય બન્ને નયોથી ધર્મરૂપ જ છે.
સંસારથી ઉદ્વેગપૂર્વકની જે ક્રિયા તે મોક્ષફળ સાધક સંપૂર્ણ રૂપથી બને છે તેમજ સંસારથી ઉદ્વેગ નથી અને ધર્માનુષ્ઠાન થાય છે તે મોક્ષ ફળ સાધક બને છે તેમજ મોક્ષ ફળબાધક પણ બની શકે છે. એટલે આરાધક આત્માને ભાવાભ્યાસ અનુષ્ઠાનની તરફ જાગૃત રહેવું જોઈએ. - જયાનંદ
104