________________
६ स्थानकाध्ययने गणधरगुणा निर्ग्रथीग्रहणं बहिर्नयनादि ४७५ - ४७७ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
|| મથ ષષ્ઠરથાનાધ્યયનમ્ ||
પાંચમા અધ્યયનનું વ્યાખ્યાન કર્યું. હવે સંખ્યાક્રમના સંબંધવાળું જ ષટ્ચાનક નામનું આ છઠ્ઠું અધ્યયન શરૂ કરાય છે. આ અધ્યયનનો વિશેષ સંબંધ એ છે કે-આ અધ્યયનની પૂર્વના અધ્યયનમાં જીવાદિ પર્યાયની પ્રરૂપણા કરી, અહિં પણ તે જ કરાય છે. એવી રીતે આવેલ સંબંધવાળા ચાર અનુયોગવિશિષ્ટ આ અધ્યયનનું આદિ સૂત્ર—
• छहिं ठाणेहिं संपन्ने अणगारे अरिहति गणं धारेत्तए, तंजहा - सड्डी पुरिसज्जाते १, सच्चे पुरिसज्जा २, मेहावी પુલિખ્ખાતે રૂ, વહુસ્તુતે પુત્તિન્માતે ૪, સત્તિમં ધ, અપ્પાધિરને ૬ । સૂ૦ ૪૭૧ ||
छर्हि ठाणेहिं निग्गंथे निग्गंथिं गिण्हमाणे वा अवलंबमाणे वा नाइक्कमइ, तंजहा - खित्तचित्तं दित्तचित्तं, નવદ્યાતિક, મ્માતપત્ત, વળપત્ત, સાહિરĪ ॥ સૂ॰ ૪૭૬।।
छर्हि ठाणेहिं निग्गंथा निग्गंथीओ य साहम्मितं कालगतं समायरमाणा णाइक्कमंति, तंजहा - अंतोहिंतो वा बाहि णीणेमाणा १, बाहिंहिंतो वा निब्बाहिं णीणेमाणा २, उवेहमाणा वा ३, उवासमाणा वा ४, अणुन्नवेमाणा वा ५, तुसिणी वा संपव्वयमाणा ६ ।। सू० ४७७ ।।
(મૂ0) છ સ્થાનક–ગુણ વડે સંપન્ન (યુક્ત) અણગાર, ગચ્છને મર્યાદામાં ધારણ કરવા માટે યોગ્ય હોય છે, તે આ પ્રમાણે
ધર્મમાં શ્રદ્ધાવાન્ પુરુષવિશેષ ૧, સર્વ જીવો માટે હિતકારક સત્યવાન્ પુરુષવિશેષ ૨, મેધાવી–મર્યાદાવાળો અથવા બુદ્ધિમાન્ પુરુષવિશેષ ૩, બહુશ્રુત પુરુષવિશેષ ૪, શક્તિમાન-શરીરાદિના સામર્થ્યવાળો ૫, અને અધિકરણ એટલે કલહ રહિત ૬. I૪૭૫॥
છ કારણ વડે નિગ્રંથ સાધુ, સાધ્વીને હસ્તાદિ વડે ગ્રહણ કરતો થકો અથવા અવલંબન-ટેકો આપતો થકો આજ્ઞાને ઉલ્લંઘતો નથી, તે આ પ્રમાણે—શોક વગેરેથી શૂન્ય ચિત્તવાળીને, હર્ષથી ગર્વિત ચિત્તવાળીને, યક્ષાદિના આવેશવાળીને, વાયુ વગેરેથી ઉન્માદ પામેલી (ઘેલી) ને, ઉપસર્ગપ્રાપ્તા–મનુષ્યાદિ વડે લઈ જવાતી તેમ જ કલહ કરતીને, II૪૭૫ છ પ્રકાર વડે સાધુ અને સાધ્વીઓ (તથાવિધ સાધુઓનો અભાવ હોતે છતે એકત્ર મળીને) કાળગત થયેલ સાધર્મિકસાધુ પ્રત્યે આદર કરતા થકા અર્થાત્ ઉપાડવું વગેરે વ્યવહારને કરતા થકા આજ્ઞાને ઉલ્લંઘતા નથી, તે આ પ્રમાણેગૃહસ્થો ન હોય તો ઉપાશ્રયથી બહાર લઈ જતા થકા ૧, બહારથી અત્યંત દૂર વનાદિમાં લઈ જતા થકા ૨, ઉપેક્ષા કરતા થકા અર્થાત્ ‘ઉપેક્ષા' શબ્દ વડે નીહરણ ક્રિયા–છેદન બંધનાદિને કરતા થકા અથવા તેના સ્વજનાદિ વડે કરાતી અગ્નિસંસ્કારાદિ ક્રિયામાં ઉપેક્ષા કરતા થકા ૩, રાત્રિના જાગરણ વડે તેની ઉપાસના-મૃતકની રક્ષા કરતા થકા ૪, આજ્ઞા આપતા થકા-મૃતકના શરીરને પરઠવવા માટે તેના સ્વજનવર્ગને આજ્ઞા આપતા થકા પ, ગૃહસ્થોના અભાવમાં સાધુઓ સ્વયં તેને પરઠવવા માટે મૌનપણે જાતા થકા ૬-આ છ પ્રકારે આજ્ઞાને ઉલ્લંઘે નહિં. ।।૪૭૭।। (ટી૦) સૂત્રનો અભિસંબંધ આ પ્રમાણે છે. પૂર્વ સૂત્રને વિષે પાંચગુણવાળા રૂક્ષ પુદ્ગલો અનંતા કહ્યા છે. આ ભાવોને કહેવાવાળા અર્થથી અહંતો અને સૂત્રથી ગણધરો છે એમ કહ્યું. ગુણો વડે યુક્ત અણગારને ગણ ધા૨ણ ક૨વાની યોગ્યતા હોય છે તે ગુણવાળા જ ગણધરોના ગુણોને દેખાડવા માટે આ સૂત્ર કહેલું છે. આવા પ્રકારના સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા કરાય છે. સંહિતાદિનો વિસ્તાર તો પ્રતીત જ છે. વિશેષ એ કે–ગુણવિશેષ છ સ્થાનો વડે સંપન્ન (યુક્ત) અનગાર–ભિક્ષુ, ગચ્છને મર્યાદામાં ધારણ કરવા માટે અથવા પાલન કરવા માટે યોગ્ય હોય છે. 'સદ્ધિ' ત્તિ શ્રદ્ધાવાન–અશ્રદ્ધાવાળો તો સ્વયં
105