________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ ज्ञातानि ज्ञानावरणीयानि ४६४ सूत्रम् જ્ઞાન ન હોવાથી અસાધારણ અથવા શેયનું અનંતપણું હોવાથી અનંત-યથાવસ્થિત સમગ્ર ભૂત, વર્તમાન અને ભાવિભાવના સ્વભાવને પ્રકાશ કરનારું જ્ઞાન-આ ભાવના છે. કેવલરૂપ જ્ઞાન તે કેવલજ્ઞાન. ભાષ્યમાં કહ્યું છે કેकेवलमेगं सुद्धं, सगलमसाहारणं अणंतं च । पायं च नाणसद्दो, नाण[म]समाणाहिगरणोऽयं ।।२३०।।
[વિશેષાવ ૮૪ ]િ. એક (અસહાય), શુદ્ધ, પરિપૂર્ણ, અસાધારણ અને અનંત એવું જે જ્ઞાન તે કેવલજ્ઞાન. ઘણું કરીને આ જ્ઞાન શબ્દ, જ્ઞાનની વ્યાખ્યામાં સમાસ કરતાં સમાન અધિકરણવાળો છે. મન:પર્યવ જ્ઞાનને વિષે (વ્યધિકરણરૂપ) તપુરુષ સમાસને પણ બતાવેલ હોવાથી ગાથામાં “પ્રાયઃ' શબ્દ કહેલ છે ૫. (૨૩૦).
અહિં સ્વામી, કાળ, કારણ, વિષય અને પરોક્ષત્વના સાધર્મેથી અને મતિ, શ્રુતજ્ઞાનનો સદ્ભાવ છતે શેષ જ્ઞાનનો સદ્ભાવ થવાથી આદિમાં મતિ અને શ્રુતજ્ઞાનનો ઉપન્યાસ કરેલ છે, તે આ પ્રમાણે—જે મતિજ્ઞાનનો સ્વામી છે તે શ્રુતજ્ઞાનનો સ્વામી છે. નસ્થ મતિના તત્ય સુચના' “જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે.” નિન્દી સૂગ ૫] ઇતિ વચનાતું. જેટલો મતિજ્ઞાનનો સ્થિતિકાળ તેટલો જ શ્રુતજ્ઞાનનો સ્થિતિકાળ છે. પ્રવાહની અપેક્ષાએ અતીત વગેરે સર્વ કાળ જ છે. સમકિતથી નહિ પડેલી એવી એક જીવની અપેક્ષાએ કંઈક અધિક છાસઠ સાગરોપમપ્રમાણ કાળ છે. તથા જેમ મતિજ્ઞાન ક્ષયોપશમના હેતુવાળું છે તેમ શ્રુતજ્ઞાન પણ છે. વળી જેમ મતિજ્ઞાન ઓઘથી–સામાન્યતઃ સર્વ દ્રવ્યાદિના વિષયવાળું છે તેમ શ્રુતજ્ઞાન પણ છે. તથા જેમ મતિજ્ઞાન પરોક્ષ છે તેમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે. તથા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ભાવ છતે જ અવધિ વગેરે જ્ઞાનનો સદ્ભાવ છે. ભાષ્યકાર કહે છે કે- સમિ-વત્ત-વ-વિના-પરોવરઘોજિં તુલ્લા તન્માવે તેવું, તેના મફસુયા પારરૂ?
: [વિશેષાવશ્ય ૮૬ ]િ. આ બન્ને (મતિ-શ્રુત) જ્ઞાન સ્વામી-કાળ-કારણ-વિષય અને પરોક્ષપણાથી તુલ્ય હોવાથી, તથા તે બે જ્ઞાનની હાજરીમાં જ બાકીના જ્ઞાન થતા હોવાથી મતિ-શ્રુતજ્ઞાનને સર્વજ્ઞાનની આદિમાં કહ્યાં છે. (૨૩૧) ,
મતિપૂર્વક શ્રુત હોવાથી અથવા વિશિષ્ટ મતિના અંશ (ભેદ) રૂપ હોવાથી શ્રતની પહેલાં મતિનો ઉપન્યાસ કરેલ છે. ભાષ્યમાં કહ્યું છે કે– मइपुव्वं जेण सुयं, तेणाईए मई विसिट्ठो वा । मइभेओ चेव सुयं, तो मइसमणंतरं भणियं ।।२३२।।
[વિરોષ વય ૮૬ ]િ. મતિપૂર્વક શ્રુત કહ્યું છે, તેથી મતિ આદિમાં છે, અથવા શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનનો વિશિષ્ટ ભેદ જ છે, તે કારણથી પણ મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાન કહ્યું છે. (૨૩૨)
કાળ, વિપર્યય, સ્વામી અને લાભના સાધમ્મથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાનનો ઉપન્યાસ છે તે હવે બતાવે છે. પ્રવાહની અપેક્ષાએ જેટલો મતિ, શ્રુતજ્ઞાનનો સ્થિતિકાળ છે તથા તેના) આધારભૂત સમકિતથી અપતિત એક જીવની અપેક્ષાએ જેટલો છે તેટલો જ કાળ અવધિજ્ઞાનનો પણ છે. જેમ મતિ, શ્રુતજ્ઞાનનો વિપર્યય (વિપરીતપણું) જ્ઞાનમાં (અજ્ઞાનરૂપે) થાય છે એવી રીતે અવધિજ્ઞાન પણ મિથ્યાષ્ટિને વિર્ભાગજ્ઞાનરૂપ થાય છે. જે મતિ, શ્રુતજ્ઞાનનો સ્વામી છે તે જ અવધિજ્ઞાનનો સ્વામી થાય છે. વિર્ભાગજ્ઞાનવાળા દેવાદિને સમ્યગદર્શનની પ્રાપ્તિ થયે છતે એકી સાથે ત્રણ જ્ઞાનના લાભનો સંભવ છે. કહ્યું છે કે—જાત-વિવન્ની-સામિત્ત-સામસાદખ્ખોવી તત્તો [વિશેષાવન ૮૭ 7િ] ૧. કાળ, ૨. વિપર્યય, ૩. સ્વામિત્વ અને ૪. લાભના સામર્થ્યથી મતિ, શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાનનો ઉપન્યાસ કરેલ છે. તથા છદ્મસ્થ, વિષય, ભાવ અને પ્રત્યક્ષત્વના સાધમ્મથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનનો ઉપન્યાસ છે. તે બતાવે છે-જેમ અવધિજ્ઞાન છપસ્થને હોય છે તેમ મન:પર્યવ જ્ઞાન પણ છદ્મસ્થને હોય છે, જેમ અવધિજ્ઞાન રૂપી દ્રવ્યના વિષયવાળું છે તેમ મન:પર્યવ
98