________________
५ स्थानकाध्ययने उद्देशः ३ ज्ञातानि ज्ञानावरणीयानि ४६४ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ 'अत्थाभिमुहो नियओ, बोहो जो सो मओ अभिनिबोहो । सो चेवाभिणिबोहियमहव जहाजोग्गमाजोज ।।२२६।। 'तं तेणं तओ तम्मि य, सो वाऽभिणिबुज्झए तओ वा तं ।
[વિશેષાવશ્ય ૮૦–૮૨ ]િ અર્થની (પદાર્થની) અભિમુખ એટલે પદાર્થની હાજરીમાં ઉત્પન્ન થતો નિશ્ચિત્ત એટલે સંશય રહિતબોધ, તે અભિનિબોધ કહેવાય છે. અને તે જ આભિનિબોધિક જ્ઞાન છે. અથવા બીજી રીતે પણ) જેમ વ્યુત્પત્તિથી ઘટે તેમ યોજવું. (૨૨૬) તેને તે વડે તે થકી–તે છતે (આત્મા-જાણે) અથવા તે જાણે તે અભિનિબોધ.
[આત્મા વડે] જે 'સંભળાય છે તે શ્રત અર્થાત્ શબ્દ જ, કેમ કે ભાવશ્રુતનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરેલ છે. અથવા જે વડે, જેથી, જે છતે સંભળાય છે તે શ્રુત અર્થાત્ તદાવરણીય (શ્રુતજ્ઞાનાવરણીય) કર્મના ક્ષયોપશમરૂપ છે. અથવા શ્રુતના ઉપયોગરૂપ પરિણામથી અનન્ય હોવાથી આત્મા જ સાંભળે છે માટે આત્મા જ શ્રત છે. ધૃતરૂપ જ્ઞાન તે શ્રુતજ્ઞાન, ભાષ્યકાર કહે છે– तं तेण तओ तम्मि य, सुणेइ सो वा सुयं च तेणंति ।।२२७।।
[વિશેષાવવા ૮૧ ]િ. તે તે વડે તે થકી- તે છતાં સંભળાય અથવા તે સાંભળે, તે શ્રત. (૨૨૭)
જે વડે, જેથી, જે છતે અર્થ જણાય તે અવધિ, 'અવધીયતે' [અહિં સવ' અવ્યય હોવાથી અનેકાર્થ છે માટે] નીચે નીચે વિસ્તારપૂર્વક (રૂપી વસ્તુ) ધીયો જણાય છે તે અવધિ, અથવા અવ-મર્યાદા વડે (પરસ્પર દ્રવ્યાદિની) વસ્તુ જણાય છે તે અવધિ, અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ જ હોય કેમ કે અવધિજ્ઞાનના ઉપયોગનો હેતુ છે. અથવા અવધાન-જાણવું તે અવધિ અર્થાત્ પદાર્થના વિષયનો બોધ, અવધિરૂપ જ્ઞાન તે અવધિજ્ઞાન, ભાષ્યકારે કહ્યું છે કેतेणावधीयते तंमि, वाऽवहाणं च तोऽवही सो य । मज्जाया जं ताए, दव्वाइ परोप्परं मुणइ ।।२२८।।
[विशेषावश्यक ८२ ति] તે વડે અથવા તે છતે, ઇન્દ્રિય અને મનની મદદ સિવાય સાક્ષાત્ આત્માથી અર્થ જણાય, તે અવધિ, તે અવધિ મર્યાદા રૂપ છે. કેમકે તે અવધિજ્ઞાન વડે (આત્મા) દ્રવ્યાદિ પરસ્પર મર્યાદિત જાણે છે. (૨૨૮)
પરિ-સર્વ પ્રકારે અવનં-જવું કે જાણવું તે અવ, અથવા “અયન તે અય કે આય, અર્થાત્ જવું અને જાણવું તે પર્યાયવાચક શબ્દો છે. પરિ+અવઃ-પર્યવ, પરિ+અયઃ-પર્યય, પરિ+આય-પર્યાય, મનમાં અથવા મનનો પર્યવ, પર્યવ અથવા પર્યાય તે (ક્રમશ:) મન:પર્યવ, મન:પર્યય અથવા મન:પર્યાય. સર્વતઃ ત—મનમાં કે મનનો પરિચ્છેદ-બોધ, આ અર્થ સમજવો. તે જ જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અથવા મનઃપયજ્ઞાન. અથવા મનના પર્યાયો, પર્યયો અથવા પર્યવો, ભેદો-ધર્મો અર્થાત્ બાહ્ય વસ્તુના આલોચનાદિ પ્રકારો, તેઓને વિષે અથવા તેઓનું જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અથવા મન:પર્યવજ્ઞાન, ભાષ્યકાર કહે છે કે– पज्जवणं पज्जयणं, पज्जाओ वा मणमि मणसो वा । तस्स व पज्जायादिनाणं मणपज्जवन्नाणं ।।२२९।।
[विशेषावश्यक ८३ त्ति] મનને વિષે અથવા મન સંબંધી પર્યવન, પર્યયન અથવા પર્યાય. અથવા તેના મનના) પર્યાય આદિનું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. (૨૨૯)
કેવલ-મતિ વગેરે જ્ઞાનની અપેક્ષા રહિત હોવાથી અસહાય, અથવા આવરણ મલરૂપ કલંક રહિત હોવાથી શુદ્ધ અથવા તે પ્રથમપણાએ જ સમસ્ત ઘાતિકર્મના આવરણના અભાવ વડે સંપૂર્ણરૂપે ઉત્પન્ન થવાથી સકળ, અથવા તેના જેવું અન્ય
1. અહિં શબ્દ શ્રુતજ્ઞાનનું કારણ હોવાથી શ્રત છે. 2. અહિં ક્ષયોપશમ શ્રુતજ્ઞાનનો હેતુ (સાધન) હોવાથી શ્રતરૂપ છે. છે. આત્મા જ મૃતથી કથંચિત્ અભિન્ન હોવાથી મૃતરૂપ છે. 4, ગ્રાહ્ય મનોદ્રવ્યના સમુદાયને વિષે. છે. ગ્રાહ્ય મન સંબંધી સમસ્ત પ્રકારે જાણવું.
–
97