________________
५ स्थानकाध्ययने उद्देशः ३ स्वाध्यायाः प्रत्याख्यानानि प्रतिक्रमणानि ४६५-४६७ સૂત્ર श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ’જ્ઞાન પણ રૂપિ દ્રવ્યના વિષયવાળું છે. વળી જેમ અવધિજ્ઞાન ક્ષાયોપશમિક ભાવમાં છે તેમ મનઃપર્યવ જ્ઞાન પણ ક્ષાયોપંશમિક ભાવમાં છે. વળી જેમ અધિજ્ઞાન પ્રત્યક્ષ છે તેમ મનઃપર્યવ જ્ઞાન પણ પ્રત્યક્ષ છે. કહ્યું છે કે—''માળસમેત્તો છેડમત્યવિસયભાવાવિસામત્રા'' [વિશેષાવશ્યહ્ર ૮૭ ત્તિ] છદ્મસ્થપણું, વિષય અને ભાવાદિના સાધર્મથી અવધિજ્ઞાન પછી મન:પર્યવ જ્ઞાનનો ઉપન્યાસ છે.
મન:પર્યવ જ્ઞાન પછી કેવલજ્ઞાનનો ઉપન્યાસ છે. કારણ અપ્રમત્ત સાધુરૂપ સ્વામીના સાધર્મ્સથી તેનું બધાય જ્ઞાનમાં ઉત્તમપણું છે, તે આ પ્રમાણે—જેમ મનઃપર્યવ જ્ઞાન ઉત્તમ યતિને જ થાય છે તેમ કેવલજ્ઞાન પણ ઉત્તમ યતિને જ થાય છે. જે જીવ સર્વ જ્ઞાન (મત્યાદિ) પ્રાપ્ત કરે છે તે ચોક્કસ અંતમાં કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. જેમ મનઃપર્યવ જ્ઞાન વિપર્યય સહિત હોતું નથી તેમ કેવલજ્ઞાન પણ વિપર્યય સહિત હોતું નથી. કહ્યું છે કે
अंते केवलमुत्तमजइसामित्तावसाणलाभाओ । एत्थं च मतिसुयाई, परोक्खमियरं च पच्चक्खं ।।२३३।।
[વિશેષાવશ્ય ૮૮ ત્તિ]
ઉત્તમપણાથી, યતિરૂપ સ્વામિત્વથી અને છેવટમાં લાભ થવાથી અંતમાં કેવલજ્ઞાનનો ઉપન્યાસ છે. પાંચ જ્ઞાનોમાં મતિ શ્રુતજ્ઞાન ૧ એ‘બે પરોક્ષ છે અને શેષ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. (૨૩૩) ૪૬૩॥
અને
ઉપર વર્ણવેલ જ્ઞાનને આવરણ કરનાર જ્ઞાનાવરણ કર્મ છે તેથી તેના સ્વરૂપને કહેવા માટે સૂત્ર—'પત્તે' ત્યાદ્રિ સુગમ છે. ૪૬૪
જ્ઞાનાવરણ કર્મ કહ્યું, તેનો નાશ કરવા માટે ઉપાયવિશેષ સ્વાધ્યાયના ભેદોને કહે છે—
પંચવિષે સાપ પન્નત્તે, તંનહીં-વાયા, પુષ્કળા, પરિયટ્ટા, અનુપ્તેહા, ધમ્મા ।। સૂ॰ ૪૬૧ पंचविधे पच्चक्खाणे पन्नत्चे, तंजहा - सद्दहणसुद्धे, विणयसुद्धे, अणुभासणासुद्धे, अणुपालणासुद्धे, भावसुद्धे ॥ સૂ॰ ૪૬૬॥
पंचविधे पडिक्कमणे पन्नत्ते, तंजहा - आसवदारपडिक्कमणे, मिच्छत्तपडिक्कमणे, कसायपडिक्कमणे, जोगपडिक्कमणे, भावपडिक्कमणे ।। सू० ४६७।।
વગેરેને
(મૂળ) પાંચ પ્રકારે સ્વાધ્યાય કહેલ છે, તે આ પ્રમાણે—શિષ્યોને ભણાવવું તે વાચના, સૂત્રમાં સંશય પડ્યે છતે ગુરુ શિષ્યે પૂછવું તે પૃચ્છના, સૂત્રનું પરાવર્ત્તન કરવું-ગણવું તે પરાવર્તના, સૂત્રના અર્થનું ચિંતન કરવું તે અનુપ્રેક્ષા અને ધર્મની વ્યાખ્યા કરવી તે ધર્મકથા. II૪૬૫॥
પાંચ પ્રકારે પ્રત્યાખ્યાન કહેલા છે, તે આ પ્રમાણે—૧. શ્રદ્ધાન વડે શુદ્ધ, ૨. કૃતિકદિરૂપ ગુરુના વિનય વડે શુદ્ર, ૩. ગુરુની સન્મુખ અંજલિ જોડીને શુદ્ધ અક્ષરો વડે—‘વોસિરામિ’ બોલવું તે અનુભાષણાશુદ્ધ, ૪. સંકટના સમયમાં પણ અખંડિતપણે પાળવું તે અનુપાલણાશુદ્ધ અને ૫. આ લોક વગેરેની આશંસાદિ (વાંછાદિ) દોષ રહિત તે ભાવશુદ્ધ.
૪૬૬॥
પાંચ પ્રકારે પ્રતિક્રમણ (શુભ યોગથી અશુભ યોગમાં ગયેલાનું ફરીને શુભ યોગમાં આવવું) કહેલ છે, તે આ પ્રમાણે૧. આશ્રવદ્વાર-પ્રાણાતિપાતાદિથી નિવર્તવું, ૨. મિથ્યાત્વથી નિવર્તવું, ૩. કષાયથી નિવર્તવું, ૪. અશુભ યોગથી નિવર્તવું અને ૫. આશ્રવઢાર વગેરે સમુચ્ચય અશુભ ભાવથી નિવર્તવું. ૪૬૭ી
(ટી) પવિત્તે' ત્યાર્િ॰ સુગમ છે. વિશેષ એ કે—'સુ' ઉત્તમ —મર્યાદા વડે અધ્યયન-શ્રુતને વિશેષ અનુસરવું તે સ્વાધ્યાય. જે શિષ્ય કહે છે તે પ્રત્યે–ભણવા માટે કહેનાર શિષ્ય પ્રત્યે ગુરુનો પ્રયોજકભાવ તે વાચના અર્થાત્ ભણાવવું. વાચના લીધેલ શિષ્યે પણ સંશયાદિ ઉત્પન્ન થયે છતે પુનઃ પૂછવું અર્થાત્ પૂર્વે ભણેલ સૂત્રાદિ સંબંધી શંકા વગેરેમાં પ્રશ્ન કરવો તે પૃચ્છના, પૂછવાથી વિશેષ શુદ્ધ થયેલ સૂત્રનું વિસ્મરણ ન થાય તેટલા સારુ પરાવર્દના કરવી અર્થાત્ સૂત્રનું ગુણન કરવું.
99