________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः ३ जीव भेदगत्यागतयः कलादीनामचित्तता संवत्सराः ४५८ - ४६० सूत्राणि વસ્ત્રના અભાવથી જ [વસ્ત્ર રહિત] હોય છે. તથા 'જિનકલ્પિક વિશેષ અને સ્થવિરકલ્પિક મુનિ અલ્પ, અલ્પ મૂલ્યવાળા, પ્રમાણોપેત, જીર્ણ અને મલિન વસ્ત્રવાળા હોવાથી અચેલક કહેવાય છે. 'પ્રશસ્તઃ' તીર્થંકર અને ગણધરાદિ વડે પ્રશંસાયેલ છે. અચેલકને અલ્પ પ્રત્યુપેક્ષા-થોડી પડિલેહણા હોય એમ સમજવું, કેમ કે પડિલેહણ કરવા યોગ્ય તથાવિધ ઉપધિનો અભાવ હોય છે જેથી સ્વાધ્યાય વગેરેની હાનિ થતી નથી ૧, તથા લઘુનો ભાવ તે લાઘવ, તે જ લાઘવિક દ્રવ્યથી અને ભાવથી પણ રાગના વિષયના અભાવથી ૨, પ્રશસ્ત-અનિંદ્ય હોય, તથારૂપ સાધુ વેષ વૈશ્વાસિક–નિર્લોભતાનો સૂચક હોવાથી વિશ્વાસના પ્રયોજનભૂત થાય ૩, ઉપકરણની સંલીનતારૂપ તપ અનુજ્ઞાત–જિનેશ્વરને સમ્મત હોય ૪, તથા વિપુલ ઇન્દ્રિયોનો મહાનિગ્રહ હોય. ઉપકરણ સિવાય સ્પર્શ (ચામડી) ને પ્રતિકૂળ શીત, વાત અને તાપ વગેરે સહન થતા નથી એટલે ઉપકરણ ધર્મમાં સહાયક છે ૫. ૪૫૫॥
ઇન્દ્રિયોનો નિગ્રહ સત્ત્વથી ઉત્કટ પુરુષો વડે જ શક્ય છે માટે ઉત્કટના ભેદોને કહે છે—'પંન્ને' ત્યાદ્રિ વિશેષ એ કે'સતા' ત્તિ॰ આકરા અથવા વૃદ્ધિવાળા, તેમાં દંડ–આજ્ઞા અથવા અપરાધને વિષે દંડવું અથવા સૈન્ય છે પ્રકૃષ્ટ જેનો અથવા તેના વડે–આજ્ઞાદિ વડે જ આકરો છે તે દંડોત્કટ અથવા દંડ વડે ‘ઉત્કલયતિ’ વૃદ્ધિને જે પામે તે દંડોત્કટ. આવી રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે–રાજ્ય-પ્રભુતા, તેનો ચોરલોકો, દશ-મંડળ અને સર્વ એટલે આ બધાયનો સમુદાય. I૪૬૫॥
અસંયત, દંડાદિ વડે આકરો હોય છે, સંયત તો સમિતિઓ વડે ઉત્કટ–આકરો હોય છે, માટે સમિતિઓને કહે છે— 'પંચે' ત્યાદ્િ॰ સુગમ છે. વિશેષ એ કે–સમ્–એકીભાવ વડે ‘ઇતિ’-પ્રવૃત્તિ તે સમિતિ, અર્થાત્ સારા એકાગ્ર પરિણામની ચેષ્ટા. ફેરળમી†—ગમનમાં સમિતિ તે ઈર્યાસમિતિ. કહ્યું છે કે—/સમિતિ†મ રથ-શટ-યાન-વાદના-તેષુ માTMપુ સૂર્યરશ્મિપ્રતાપિતેવુ પ્રાસુ વિવિષ્લેષુ યુમાત્રદૃષ્ટિના મૂત્વા ગમનાગમનું ર્તવ્યમ્ । [આવ॰ હાર્િ॰ ત્તિ] ‘રથ અને ગાડું વગે૨ે યાન અને અશ્વાદિ વાહનો વડે ગમન કરાયેલ, સૂર્યના કિરણો વડે તપેલ, અચિત્ત અને વિવિક્ત-સ્ત્રી વગેરેથી જુદા માર્ગને વિષે યુગ માત્ર (ધોંસરાપ્રમાણ) દૃષ્ટિ વડે જોઈને ગમનાગમન કરવું તે ઈર્યાસમિતિ કહેવાય છે.’’ બોલવું તે ભાષા અને ભાષામાં સિમિત તે ભાષાસમિતિ, કહ્યું છે કે—ભાષાસમિતિનાંમ હિતમિતાસન્ધિધાર્થમાળામ્ [તત્ત્વાર્થ મા૦ ૧૪ fi] “હિતક૨, મિત અને સંદેહ રહિત અર્થનું કહેવું તે ભાષાસમિતિ” ૨, તથા ગવેખવું તે એષણા, ગવેષણ, ગ્રહણ અને ગ્રાસની એષણાના ભેદો અથવા શંકાદિ લક્ષણવાળા ભેદોમાં સમિતિ તે એષણાસમિતિ કહ્યું છે કે—ષાસમિતિર્રામ ગોવરતેન મુનિના સમ્યનુપયુવર્તન નવોટિપરિશુદ્ધ ગ્રાહ્યમ્ ।‘ગોચરી ગયેલ સાધુએ સમ્યગ્ ઉપયોગ વડે નવ કોટિથી સર્વથા શુદ્ધ આહારાદિ ગ્રહણ કરવા યોગ્ય છે.’’ ભાંડમાત્રતમામ ઉપધિને વિષે લેવા મૂકવાના વિષયમાં સુંદર ચેષ્ટા તે આદાનભાંડમાત્રનિક્ષેપણાસમિતિ. આ વિષયમાં પૂર્વે કહેલા અપ્રત્યુપેક્ષિત-અપ્રમાર્જિતાદિ સાંત ભાંગા થાય છે ૪, ઉચ્ચાર, પ્રશ્રવણ-મૂત્ર, ખેલ-શ્લેષ્મ [ફૂંક], જલ્લ–મેલ અને સિંઘાન-નાકમાં ઉત્પન્ન થયેલ શ્લેષ્મ-લીંટ. અહિં પણ તે જ સાત ભાંગા થાય છે.
1184011
સમિતિનું પ્રરૂપણ જીવની રક્ષા વાસ્તે કરેલ છે તેથી જીવના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે આઠ સૂત્ર કહે છે— पंचविधा संसारसमावन्नगा जीवा पन्नत्ता, तंजहा - एगिंदिता जाव पंचेंदिता १। एगिंदिया पंचगइया पंचागतिता पन्नत्ता, तंजहा–एर्गिदिए एगिंदितेसु उववज्जमाणे एगिंदितेहिंतो वा जाव पंचेंदिएहिंतो वा उववज्जेजा, से चेव णं 2 से एगिंदिते एगिंदितत्तं विप्पजहमाणे एगिंदितत्ताते वा जाव पंचेंदितत्ताते वा गच्छेज्जा २ । बेइंदिया पंचगतिता
1. બીજા જિનકલ્પિક મુનિઓ ત્રિવિધ, ચતુર્વિધ, પંચવિધ, નવવિધ, દવિધ, અગ્યારવિધ અને દ્વાદશવિધ ઉપકરણધારી હોય છે. 2. આ સૂત્રમાં જે 'મે' શબ્દ કહેલ છે તેમાંથી પ્રથમના સે શબ્દ વડે ભૂતકાળમાં જે એકેન્દ્રિય જીવ તે જ વર્તમાન કાળમાં એકેન્દ્રિયપણાને છોડે છે તે બીજા 'È' શબ્દથી જણાવેલ છે. આથી એકાંત અનિત્ય પક્ષનું નિરસન કરેલ છે અને 'ગજ્જેજ્જ્ઞા' શબ્દ ભવિષ્યકાળને સૂચવે છે. આથી ત્રણે કાલમાં સત્તા સ્થાપન કરેલ છે.
90