________________
५ स्थानकाध्ययने उद्देशः ३ अचेलकप्राशस्त्यमुत्कलाः समितयः ४५५ - ४५७ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
केलासभवणा एए, गुज्झगा आगया महिं । चरंति जक्खरूवेणं, पूयाऽपूयाहिताऽहिता ।। २२२ ।।
[निशीथ भाष्य ४४२६-२७]
ગાય વગેરેને તૃણાદિ ખોરાક સુલભ હોય છે, પરંતુ છિછિ-તિરસ્કાર વડે હણાયેલ શ્વાનોને ક્યારે પણ ખોરાક સુલભ થતો નથી તેથી તેને દેવામાં વિશેષ લાભ છે. તે શ્વાનો કૂતરારૂપ નથી કિંતુ ગુહ્યક દેવવિશેષો, કૈલાસભુવનથી ભૂમિ ઉપર આવીને યક્ષરૂપે શ્વાનની આકૃતિ વડે ફરે છે તેથી તેઓની પૂજા વડે હિત થાય છે અને પૂજા ન કરવાથી અહિત થાય છે. (૨૨૧-૨૨૨)
શ્રમણો પાંચ પ્રકારના છે–'નિગ્રંથો, શાક્ય-બૌદ્ધ સાધુઓ, તાપસો, વૈરિકો–ભગવા વસ્ત્રવાળા સંન્યાસીઓ અને આજીવિકોગોશાલક મતવાળા, શાક્ય વનીપકો સંબંધે કહ્યું છે કે—
भुजंति चित्तकम्मट्ठिया, व कारुणियदाणरुइणो य । अवि कामगद्दभेसु वि, न नस्सए किं पुण जतीसु? ।।२२३|| [ निशीथ भाष्य ४४२१ इति ] ચિત્રના કાર્યમાં સ્થિર રહેલાની જેમ કરુણાવાળા અને દાનની રુચિવાળા શાક્યાદિકો ભોજન કરે છે તેથી તેઓને અવશ્ય ભોજન આપવું. વિષયને વિષે બૃદ્ધ થયેલ બ્રાહ્મણોને વિષે આપેલું દાન પણ જો નાશ પામતું નથી તો પછી યતિઓ (શાક્યાદિ સાધુઓ) ને વિષે આપેલું દાન કેમ નાશ પામે? અર્થાત્ બહુ ફળવાળું થાય. (૨૨૩)
એમ તાપસવનીપક વગેરે પણ જાણવા. I૪૫૩||
વનીપક કહ્યો, તે સાધુવિશેષ છે અને સાધુ અચેલક હોય છે તેથી અચેલપણાની પ્રશંસાના સ્થાનકો કહે છે— पंचर्हि ठाणेहिं अचेल पसत्थे भवति, तंजहा - अप्पा पडिलेहा १, लाघविते पसत्थे २, रूवे वेसासिते ३, तवे અન્નાતે ૪, વિન્ડો રૂિિનાદે ।। સૂ॰ ૪૬।।
પુત્ર મુદ્દા પશત્તા, તનહા-વહુને, રખ્ખુ તે, તેવુ તે, વેસુ તે, તબુદ્દાત્તે । સૂ॰ ૪૬૬॥
पंच समितीतो पन्नत्ताओ, तंजहा - इरियासमिती, भासासमिती जाव पारिट्ठावणियासमिति ।। सू० ४५७।। (મૂળ) પાંચ પ્રકાર વડે અચેલક સાધુ પ્રશંસનીય થાય છે, તે આ પ્રમાણે—અલ્પ પ્રત્યુપેક્ષા-થોડી ઉપધિ હોવાથી થોડું પડિલેહણ હોય ૧, પ્રશસ્ત લાઘવપણું-અલ્પ ઉપધિ અને રાગાદિ અલ્પ હોય ૨, વૈશ્વાસિકરૂપ-વિશ્વાસ ઉપજાવનાર વેષ ૩, જિનેશ્વરોને અનુમત ઉપકરણ સંલીનતારૂપ તપ ૪, અને મહાન્ ઇન્દ્રિયોનો નિગ્રહ હોય ૫. ૪૫૫॥ પાંચ પ્રકારના ઉત્કટો–પ્રચંડ પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—અપરાધમાં આકરો દંડ કરનાર તે દંડઉત્કટ ૧, રાજ્યઐશ્વર્યમાં ઉત્કટ તે રાજ્યોત્કટ ૨, ચોરીમાં ઉત્કટ તે સ્નેનઉત્કટ ૩, દેશમાં ઉત્કટ તે દેશોત્કટ ૪, અને સર્વમાં ઉત્કટ તે સર્વોત્કટ ૫. ૪૫૬॥
3,
પાંચ સમિતિઓ (સમ્યક્ષકારે પરિણામની ચેષ્ટા) કહેલી છે, તે આ પ્રમાણે—ઈર્યાસમિતિ-ગમનાગમનમાં સમ્યક્ પ્રવૃત્તિરૂપ, ભાષાસમિતિ-હિત, મિત અને સંદેહ રહિત બોલવારૂપ, એષણાસમિતિ-બેંતાલીશ દોષ રહિત આહારના ગ્રહણરૂપ વિશુદ્ધિ, આદાનભાંડમાત્રનિક્ષેપણસમિતિ-ઉપધિ વગેરેને લેવા-મૂકવામાં જયણા પ્રવૃત્તિરૂપ, પારિજ઼ાપનિકાસમિતિ–ઉચ્ચાર, પાસવણ, શ્લેષ્મ, મલ, નાકની લીટ વગેરેને યતત્તાપૂર્વક પરઠવવારૂપ. ૪૫૭॥ (ટી૦) 'પૅનહી' ત્યા॰િ સુગમ છે. વિશેષ એ કે-નથી વિદ્યમાન વેજ્ઞાનિ—વસ્ત્રો જેને તે અચેલક જિન3 કલ્પિક વિશેષ, તે
1. અહિં શાક્યાદિ શ્રમણો જાણવા કારણ કે તેઓ ગૃહસ્થને ઘેર ભોજન કરે છે પરંતુ નિગ્રંથોને તો ભિક્ષાચર્યા હોય છે. 2. ઉક્ત અતિથિ વગેરે વનીપકના પ્રસંગમાં કહેવાયેલી ગાથાઓ લૌકિક મતની માન્યતાને અંગે છે.
3. વજ્ર અને પાત્રની લબ્ધિયુક્ત જિનકલ્પિક માત્ર રજોહરણ અને મુખવસ્રિકારૂપ દ્વિવિધ ઉપકરણના ધારક હોય છે.
89