________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः ३ पञ्चनिर्ग्रन्थाः ४४५ सूत्रे શરીર અને ઉપકરણની શોભાને કરનાર તે આભોગબકુશ. સહસાકારી–અનાયાસે ઉપયોગ વિના કરનાર તે અનાભોગબકુશ, પ્રચ્છન્ન કરનાર તે સંવૃત્તબકુશ, પ્રગટ કરનાર તે અસંવૃત્તબકુશ (મૂળ અને ઉત્તરગુણને આશ્રયી સંવૃત્તપણું અને અસંવૃત્તપણું છે), કંઈક પ્રમાદી અથવા આંખ વગેરેના મેલને દૂર કરતો થકો યથાસૂક્ષ્મબકુશ નામનો પંચમ છે. દ્વિવિધ કુશીલ પણ પાંચ પ્રકારે છે, તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને લિંગને આશ્રયીને પ્રતિસેવન કરવાથી જ્ઞાનાદિ કુશીલ છે. લિંગને બદલે કોઈક ગ્રંથમાં તપ દેખાય છે, તથા ‘આ તપ કરે છે એમ (અન્ય વડે) અનુમોદના કરાયો થકો હર્ષને પ્રાપ્ત થયો છતો યથાસૂક્ષ્મકુશીલ. પ્રતિસેવના વડે આ પાંચ ભેદ છે. કષાયકુશીલ પણ એમ જ જાણવો. વિશેષ એ કે-વિદ્યાદિ જ્ઞાનનો પ્રયોગ કરતો થકો . જ્ઞાનકુશીલ, દર્શનગ્રંથ (શાસનપ્રભાવક શાસ્ત્ર) નો પ્રયોગ કરતો થકો દર્શનકુશીલ, શાપ (શ્રાપ) ને આપતો થકો ચારિત્રકુશીલ, કષાયો વડે અન્ય વેષને કરતો થકો લિંગકુશીલ અને મન વડે કષાયોને કરતો થકો યથાસૂક્ષ્મકુશીલ જાણવો. ચૂર્ણિકારની વ્યાખ્યા તો આ પ્રમાણે 'સચરાધનવિપરીતા પ્રતિકતા વા સેવના પ્રતિસેવના, સા પ્રશ્નનું જ્ઞાનાવિન્યુ રેષાં તે પ્રતિસેવનાશીના, પાયશીતાસુ પડ્ઝનું જ્ઞાનારિપુ ચેષાં પાર્વિરાધના યિત ત ા સમ્યગુ આરાધનાથી વિપરીત સેવના અથવા છોડેલી છે સેવના તે પ્રતિસેવના જ્ઞાનાદિ પાંચને વિષે છે જેઓને તે પ્રતિસેવનાકુશીલો. કષાયકુશીલો તો જેઓને જ્ઞાનાદિ પાંચને વિષે કષાયો વડે વિરાધના કરાય છે તે જાણવા. અંતમૂહૂર્ત પ્રમાણ વિશિષ્ટ નિગ્રંથ સંબંધી અદ્ધા. (કાળ) ના પ્રથમ સમયમાં વર્તમાન તે પ્રથમસમયનિગ્રંથ, પ્રથમ સમય સિવાય શેષ સમયોમાં વર્તનાર તે બીજો, અંતિમ સમયમાં વર્તનાર તે ત્રીજો, છેલ્લા સમય સિવાયના શેષ સમયોમાં વર્તનાર તે ચોથો અને બધા સમયમાં વર્તનાર તે પાંચમો. આ રીતે એઓના વિવક્ષા વડે ભેદ છે. છવિ-શરીરના અભાવથી કાયયોગનો નિરોધ કર્યો છતે અછવિ અથવા અવ્યથક હોય, છે ૧, અતિચાર રહિત હોવાથી અશબિલ ૨, કર્મને ખપાવેલ હોવાથી અકસ્મશક ૩, જ્ઞાનાંતર (મત્યાદિ ચાર જ્ઞાન) વડે સંપર્કપણું ન હોવાથી સંશુદ્ધ જ્ઞાન, દર્શનને ધરનાર, પૂજાને યોગ્ય હોવાથી અહમ્ અથવા જેને કંઈ પણ રહસ્ય (ગુપ્ત) નથી તે અરહા, કષાયોને જીતવાથી જિન, પરિપૂર્ણ જ્ઞાનાદિ રત્નત્રય છે જેને તે કેવલી ૪, નિષ્ક્રિયપણાથી સકલ યોગનો વિરોધ કર્યો , છતે અપરિશ્રાવી પ. કોઈક ગ્રંથમાં વળી અર્ધનું જિનને પાંચમા ભેદ તરીકે દર્શાવેલ છે. આ સંબંધમાં ભાષ્ય ગાથાઓ જણાવે છે–
होइ पुलाओ दुविहो, लद्धिपुलाओ तहेव इयरो य । लद्धिपुलाओ संघाइकज्जे इयरो य पंचविहो ।।१७५।। नाणे दंसणचरणे, लिंगे अहसुहमए य नायव्वो । नाणे दंसणचरणे, तेसिं तु विराहण असारो ॥१७६।। लिंगपुलाओ अन्नं, निक्कारणओ करेइ सो लिंगं । मणसा अकप्पियाई, निसेवओ हो[इ]अहासुहुमो ।।१७७।। ... सरीरे उवकरणे वा बाउसियत्तं दुहा समक्खायं । सुकिल्लवत्थाणि धरे, देसे सव्वे सरीरंमिना१७८।। आभोगमणाभोगे, संवुडमस्संवुडे अहासुहुमे । सो दुविहो वी बउसो, पंचविहो होइ नायव्वो ॥१७९।। आभोगे जाणंतो, करेइ दोसं तहा अणाभोगे । मूलुत्तरेहिं संवुड, विवरीय असंवुडो होइ ।।१८०।। अच्छि मुह मज्जमाणो, होइ अहासुहुमओ तहा बउसो । पडिसेवणा कसाए, होइ कुसीलो दुहा एसो ।।१८१।। नाणे दंसणचरणे, तवे य अहसुहुमए य बोधव्वे । पडिसेवणाकुसीलो, पंचविहो ऊ मुणेयव्वो ।।१८२।। नाणादी उवजीवइ, अहसुहुमो अह इमो मुणेयव्वो। साइज्जतो राग, वच्चइ एसो तवच्चरणी एष तपश्चरणीत्येवमनुमोद्यमानो हर्ष व्रजतीत्यर्थः ।।१८३।। एमेव कसायंमि[वि], पंचविहो चेव होइ कुसीलो उ। कोहेणं विज्जाई, पउंज एमेव माणाई एवमेव मानादिभिरित्यर्थः ।।१८४।।
एमेव दंसणतवे, सावं पुण देइ ऊ चरित्तंमि । मणसा कोहादीणि करेइ, अह सो अहासुहुमो ॥१८५।। 1. "सम्मारहिण विवरीया पडिगया वा सेवणा पडिसेवणा, पंचसु, णाणाइसु, कसायकुसीलो जस्स पंचसु णाणाइसु कसाएहिं विराहणा कज्जति सो कसायकुसीलो त्ति" इति उत्तराध्ययन चूर्णी षष्ठे क्षुल्लकनिम्रन्थीयाध्ययने ।। (श्री जंबूविजयजी सं.) 80