________________
५ स्थानकाध्ययने उद्देशः ३ पञ्चनिर्ग्रन्थाः ४४५ सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ જ્ઞાનદર્શનને ધરનાર અહતું જિન કેવલી ૪, અને અપરિશ્રાવી-સર્વ યોગને રુંધવાથી નિષ્ક્રિય ૫ (૬). (૪૪પ, (ટી0) પંર નિયંત્રે ત્યાર સૂત્રષક સુગમ છે. વિશેષ એ કે-મિથ્યાત્વ વગેરે (ચૌદ) આત્યંતર ગ્રંથથી અને ધર્મોપકરણ સિવાય ધન વગેરે (નવ) બાહ્ય ગ્રંથથી જે નીકળેલા-છૂટેલા તે નિગ્રંથો. પુસ્તક તંદુલ (ચોખા) ના કણથી શૂન્ય પાલાલ, તેની માફક, તપ અને શ્રુતના હેતુવાળી સંઘાદિના પ્રયોજનમાં ચક્રવર્તી વગેરેને પણ ચૂર્ણ કરવામાં સામર્થ્યવાળી લબ્ધિના ઉપજીવનપ્રયોગ વડે અથવા જ્ઞાનાદિમાં અતિચારને સેવવા વડે જે સંયમરૂપ સાર, તેથી રહિત તે પુલાક. અહિં કહેવું છે કે– जिनप्रणीतादागमात् सदैवाप्रतिपातिनो ज्ञानानुसारेण क्रियानुष्ठायिनो लब्धिमुपजीवन्तो निर्ग्रन्थ पूलाका भवन्ती (તસ્વાર્થ ભાવે સિદ્ધ શા૪૮ 7િ] “જિનેશ્વરે કહેલ આગમથી સદૈવ અપ્રતિપાતિ જ્ઞાનના અનુસારે ક્રિયા કરનારા સાધુઓ લબ્ધિ વડે ઉપજીવન કરતા થકા પુલાક થાય છે.” બકુશ એટલે શબલ અર્થાત્ કાબરો. શરીર અને ઉપકરણ સંબંધી વિભૂષાની અનુવર્તિપણાને લઈને શુદ્ધિ અને અશુદ્ધિમિશ્રિત ચારિત્ર હોય છે. આ બકુશ પણ દ્વિવિધ છે. કહ્યું છે કે–મોદનીયક્ષય, પ્રતિ પ્રસ્થાપિતા શરીરો પર વિખૂણાનુવર્તનઃ [તત્વાર્થ ભાવે સિદ્ધ શા૪૮ 7િ] “મોહનીયનો ક્ષય કરવા ભણી તૈયાર થયેલા શરીર અને ઉપરકણની શોભાની અનુર્તિ વડે બકુશ હોય છે. શરીરમાં પ્રગટ વ્યતિકર વડે હાથ, પગ અને મુખનું ધોવું, આંખ, કાન અને નાસિકાદિ અવયવોમાંથી ખરાબ મેલ વગેરેનું દૂર કરવું, દાંતને સાફ કરવા અને કેશોનું સંસ્કારવું તે દેહની શોભાને અર્થે આચરનારાઓ શરીરબકશો છે. ઉપકરણબકશો તો અકાળને વિષે ધોયેલ ચોલપટ્ટક અને અંતરકલ્પાદિ સ્વચ્છ વસ્ત્રમાં પ્રીતિવાળા, પાત્ર અને દંડ વગેરેને પણ તેલની માત્રા વડે ઉજળા કરીને શોભા માટે ઉપકરણને ધારણ કરે છે. બન્ને પ્રકારના બકુશો પણ ઋદ્ધિ અને યશની ઇચ્છાવાળા હોય છે, તેમાં ઘણા વસ્ત્ર અને પાત્ર પ્રમુખ ઋદ્ધિને ‘અને આ વિશિષ્ટ ગુણવાળા સાધુઓ છે' ઇત્યાદિ પ્રવાદરૂપ ખ્યાતિ (પ્રશંસા)ને ઇચ્છે છે. વળી સાતાગારવના આશ્રયવાળા હોઈને દિવસ રાત્રિની અંદર કરવા યોગ્ય ક્રિયાઓને વિષે સારી રીતે ઉદ્યમવાળા થતા નથી. અવિવિક્ત પરિવારવાળા-અસંયમથી જુદા નહિં, જંધાને ઘસનાર, તેલ વગેરેથી શરીરને શુદ્ધ કરનાર અને કાતર વડે કાપેલ કેશવાળો પરિવાર છે જેઓનો-આ ભાવ છે. બહુ છેદ અને શબલ-દોષ વડે યુક્ત અર્થાત્ સર્વછેદ અને દેશછેદને યોગ્ય અતિચાર વડે ઉત્પન્ન થયેલ શબલત્વ દોષયુક્ત નિગ્રંથ બકુશો હોય છે.” તેથી કુત્સિત–ઉત્તરગુણની પ્રતિસેવા વડે અથવા સંજવલન કષાયના ઉદય વડે દૂષિત હોવાથી અષ્ટાદશ સહસ્ત્ર ભેદવાળું (સદોષ) શીલ છે જેનું તે કુશીલ. આ કુશીલ બે પ્રકારે છે. કહેવું છે કે–દિવિધા શીતા પ્રતિસેવનjરીતા વિષયકુશીનાશા (તસ્વાર્થ માં સિદ્ધ ૧૪૮ ]િ “બે પ્રકારના કુશીલો છે-૧. પ્રતિસેવનકુશીલ અને ૨. કષાયકુશીલ, તેમાં જે નિગ્રંથપણા પ્રત્યે તત્પર થયેલા, ઇન્દ્રિયને કાબૂમાં નહિ રાખનારા, કોઈ પણ પ્રકારે કિંચિત્ પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, તપ, પ્રતિમા અને અભિગ્રહાદિરૂપ ઉત્તરગુણોને વિષે વિરાધના કરતા થકા સર્વશની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે પ્રતિસેવના કુશીલો છે. જે સત્સયતોને પણ ક્વચિત્ સંજ્વલન કષાયો ઉદીરાય છે અર્થાત્ કષાયો કરે છે તે 'કષાયકુશીલો છે.” મોહનીય કર્મરૂપ ગ્રંથથી નીકળેલ તે નિગ્રંથ, તે ક્ષીણકષાય અથવા ઉપશાંતકષાય હોય છે. સમસ્ત ઘાતિકર્મરૂપ મળના સમૂહને ધોયેલ હોવાથી સ્નાન કરેલની જેમ નાત-ન્હાયેલો તે જ સ્નાતક, તે સયોગી કેવલી અથવા અયોગી કેવલી હોય છે. હવે એ જ પુલાકાદિ ભેદથી કહેવાય છે. પુલાકમાં આસેવપુલાક પાંચ પ્રકારે છે અને લબ્ધિપુલાકનું એક વિધપણું હોવાથી ભેદ નથી. સ્મલિત અને મિલિત વગેરે અતિચારો વડે જ્ઞાનને આશ્રયીને આત્માને અસાર કરતો થકો જ્ઞાન-પુલાક છે, એવી રીતે કુદર્શનીઓના પરિચયાદિ વડે દર્શન પુલાક, મૂળ અને ઉત્તરગુણમાં પ્રતિસેવનાથી ચારિત્રપુલાક, યથોક્ત લિંગથી અધિક લેવાથી અથવા નિષ્કારણ અન્ય લિંગ (વેષ) ને કરવાથી લિંગપુલાક, કિંચિત્ પ્રમાદથી અથવા મનથી અકલ્પનીય વસ્તુના ગ્રહણથી યથાસૂક્ષ્મપુલાક નામનો પંચમ છે. બે પ્રકારવાળો બકુશ પણ પાંચ પ્રકારે છે, તેમાં ઇચ્છાપૂર્વક 1. પ્રતિસેવના કુશીલો ઉત્તરગુણમાં દોષ લગાડે છે, કષાયકુશીલો ઉત્તરગુણમાં પણ દોષ લગાડતા નથી છતાં પણ કષાયી હોવાથી કષાયોની ઉદીરણા થાય છે. આને લઈને જ ભગવતી સૂત્રમાં કષાયકુશીલને છ લેશ્યાઓ કહેલી છે.
– 79