________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः ३ पञ्चनिर्ग्रन्थाः ४४५ सूत्रे દ્વીન્દ્રિયાદિ પણ જાણવા. વિશેષ એ કે–એમને ઇન્દ્રિયવિશેષ અને જાતિવિશેષ કહેવા. એકેન્દ્રિયો છે એમ કહ્યું, હવે પાંચ સ્થાનકને અનુસરનારા તેઓને વિશેષથી ત્રણ સૂત્ર વડે કહે છે—'પંચવિદે' ત્યાદ્રિ અંગારા પ્રસિદ્ધ છે, જ્વાલા છેદાયેલ મૂળવાળી અગ્નિની શિખા, અખંડ મૂળવાળી જે અગ્નિશિખા તે અચ્ચિ, ભસ્મ વડે મિશ્ર અગ્નિના કણીઆરૂપ મુર્મુર, અલાતઊંબાડીયું. પૂર્વ દિશાનો વાયુ તે પ્રાચીન વાત, પ્રતીચીન-પશ્ચિમ, દક્ષિણ પ્રસિદ્ધ છે, ઉદીચીન-ઉત્તર, તેનાથી જુદો વાયુ તે વિદિશાનો વાયુ. પગ વગેરેથી દબાવે છતે ભૂતલાદિકને વિષે જે થાય છે તે આક્રાન્ત વાયુ, ધમણ વગેરેને વિષે ધમાતે છતે જે વાયુ થાય છે તે ધ્માત, જલથી ભીંજાયેલ વસ્ત્રને નીચોવતે છતે જે વાયુ થાય છે તે પીડિત, ઓડકાર, ઉચ્છવાસ વગેરે . શરીરાનુગત વાયુ અને પંખા વગેરેથી થયેલ વાયુ તે સમૂકિમ. આ પવનો પ્રથમ અચેતન હોય છે. ત્યાર બાદ સચેતન પણ થાય છે. ૪૪૪
પૂર્વે પંચેન્દ્રિયો કહ્યા, માટે પંચેન્દ્રિયવિશેષોને કહે છે અથવા અનંતર સચેતન અને અચેતન વાયુકાયો કહ્યા, તેઓની નિગ્રંથો જ રક્ષા કરે છે માટે તેઓને કહે છે—
પંચ નિયંતા પન્નત્તા, તનહા–પુત્તાતે, વડસે, સીતે, ખ્રિયંટે, સિખાતે । પુત્તાતે પંચવિષે પત્રો, તંનહાणाणपुलाते, दंसणपुलाते, चरित्तपुलाते, लिंगपुलाते, अहासुहमपुलाते नामं पंचमे २ । बउसे पंचविधे पन्नत्ते, तंजहा–आभोगबउसे, अणाभोगबउसे, संवुडबउसे, असंवुडबउसे, अहासुहुमबउसे नामं पंचमे ३ । कुसीले पंचविहे पन्नत्ते, तंजहा - णाणकुसीले, दंसणकुसीले चरित्तकुसीले लिंगकुसीले, अहासुहुमकुसीले नामं पंचमे ४ । नियंठे पंचविहे पन्नत्ते, तंजहा - पढमसमयनियंठे, अपढमसमयनियंठे, चरिमसमयनियंठे, अचरिमसमयनियंठे, अहासुहुमनियंठे नामं पंचमे ५ । सिणाते पंचविधे पन्नत्ते, तंजहा - अच्छवी १ असबले २ अकम्मंसे ३ संसुद्धणाणदंसणधरे अरहा जिणे केवली ४ अपरिस्सावी ५, ६ सू० ४४५ ।। (મૂળ) પાંચ પ્રકારના નિગ્રંથો (નિયંઠા) કહેલા છે, તે આ પ્રમાણે—૧. પુલાક તે કણ રહિત તુષ સમાન અર્થાત્ સંયમના સાર રહિત, ૨. બકુશ તે સંયમને કાબરો (મલિન) કરનાર, ૩. કુશીલ તે ઉત્તરગુણમાં દોષ લગાડનાર, ૪. નિગ્રંથ તે ઉપશાંતમોહ અથવા ક્ષીણમોહવાળો, ૫. સ્નાતક તે ઘાતી કર્મરૂપ મળને ધોવાથી શુદ્ધ થયેલું. (૧) પુલાક પાંચ પ્રકા૨ે કહેલ છે, તે આ પ્રમાણે—જ્ઞાનમાં અતિચાર લગાડનાર તે જ્ઞાનપુલાક, એવી રીતે દર્શનપુલાક, ચારિત્રપુલાક, વેષમાં દોષ લગાડનાર તે લિંગપુલાક અને કંઈક પ્રમાદથી મન વડે જ્ઞાનાદિમાં સૂક્ષ્મ અતિચાર લગાડનાર તે યથાસૂક્ષ્મપુલાક ૬ નામનો પંચમ ભેદ છે. (૨) બકુશ પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે—જાણીને દોષ લગાડે તે આભોગબકુશ, અજાણતાં દોષ લગાડે તે અન્નાભોગબકુશ, છાની રીતે દોષ લગાડે તે સંવૃત્તબકુશ, ખુલ્લી રીતે દોષ લગાડે તે અસંવૃત્તબકુશ અને આંખનો મેલ દૂર કરવા વગેરે સૂક્ષ્મ દોષને સર્વે તે યથાસૂક્ષ્મબકુશ નામનો પંચમ ભેદ છે. (૩) કુશીલ પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે—જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ, ચારિત્રકુશીલ, લિંગકુશીલ અને યથાસૂક્ષ્મકુશીલ. (૪) નિગ્રંથ પાંચ પ્રકા૨ે કહેલ છે, તે આ પ્રમાણે—નિગ્રંથપણાના પ્રથમ સમયમાં વર્તનાર તે પ્રથમસમયનિગ્રંથ, નિગ્રંથપણાના સમય સિવાયના શેષ સમયોમાં વર્તનાર તે અપ્રથમસમયનિગ્રંથ, નિગ્રંથપણાના છેલ્લા સમયમાં વર્તનાર તે ચરમસમયનિગ્રંથ, નિગ્રંથપણાના છેલ્લા સમય સિવાયના શેષ સમયમાં વર્તનાર તે અચરમસમયનિગ્રંથ અને નિગ્રંથપણાના બધાય સમયોમાં વર્તનાર તે યથાસૂક્ષ્મ નામનો 'પંચમ ભેદ છે. (૫) સ્નાતક પાંચ પ્રકારે કહેલ છે, તે તે આ પ્રમાણે—અચ્છવી–શરીર રહિત ૧, અશબલ-અતિચાર રહિત ૨, અકર્માંશ-કર્મને ખપાવેલ હોવાથી ૩, સંશુદ્ધ
1. આ પાંચ ભેદોમાં પેલો અને ત્રીજો ભેદ સૂક્ષ્મ ૠજુસૂત્ર નય વડે છે, બીજો અને ચોથો ભેદ સ્થૂલ ૠજુસૂત્ર નયની અપેક્ષાએ છે અને પાંચમો ભેદ વ્યવહારથી છે, એમ ત્રણે નયને આશ્રયીને આ ભેદો છે.
78