________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः ३ मुण्डाः पञ्चबादरबादरते जोबादराचित्तवायवः ४४३ - ४४४ सूत्रे થાય અને ત્યાર પછી ઇન્દ્રિયના વિષયમાં વ્યાપારરૂપ ઉપયોગઇન્દ્રિય પ્રાપ્ત થાય. जो सविसयवावारो, सो उवओगो स चेगकालंमि । एगेण चेव तम्हा, उवओगेगिंदिओ सव्वो ।।१७२ ।।
I
[विशेषावश्यक २९९८ त्ति ]
શ્રોત્રાદિ ઇન્દ્રિયનો જે પોતાના શબ્દાદિ વિષયમાં પરિચ્છેદ (જ્ઞાન) રૂપ વ્યાપાર તે ઉપયોગ, તે એક સમયમાં દેવાદિકોને પણ એક જ (ઇન્દ્રિયનો) હોય છે તેથી ઉપયોગની અપેક્ષાએ સર્વ જીવો એકેન્દ્રિય કહેવાય છે. (૧૭૨) एगिंदियादिभेदा, पडुच्च सेसिंदियाई जीवाणं । अहवा पडुच्च लर्द्धिदियं पि पंचिंदिया सव्वे ।।१७३।।
[विशेषावश्यक २९९९ त्ति ] શેષ ઇન્દ્રિયનિવૃત્તિ તથા ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય અને લબ્ધિરૂપ ભાવેન્દ્રિયની અપેક્ષાએ જીવોના એકેન્દ્રિય, બેઇન્દ્રિયાદિ ભેદો કહેલા છે અથવા લબ્ધિઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો પંચેન્દ્રિય છે. (૧૭૩)
સર્વ જીવો પંચેન્દ્રિય કેમ હોઈ શકે? તે ભાષ્ય ગાથા વડે બતાવે છે.
जं किर बउलाईणं, दीसइ सेसंदिओवलंभो वि । तेणऽत्थि तदावरणक्खओवसमसंभवो तेसिं ॥१७४॥
[विशेषावश्यक ३००० त्ति ]
જે કારણથી બકુલ વગેરે વૃક્ષોને વિષે મનુષ્યની માફક સર્વ વિષયોનો સાક્ષાત્કાર જોવાય છે તે સ્પષ્ટ બતાવે છે– શૃંગારયુક્ત સજ્જ થયેલી સ્ત્રીના સુંદર મદિરાના કોગળા (રસ) વડે ૧, સ્વશરીરના સ્પર્શ વડે અને ઓષ્ટચુંબન વડે ૨, ચંદન વગેરે સુગંધ વડે ૩, સુંદર રૂપ જોવા વડે ૪, અને મધુર સ્વરના ઉચ્ચાર વડે બકુલ વૃક્ષ ફળે છે માટે તેને પાંચ ઇન્દ્રિયના ક્ષયોપશમનો સંભવ છે. (૧૭૪)
'ગર્થ્યન્તે' ક્રિયાના અર્થી જીવો વડે ઇચ્છાય છે અથવા અર્થતે—જણાય છે તે અર્થો. ઇન્દ્રિયોના અર્થો તે ઇન્દ્રિયાર્થો અર્થાત્ તેના શબ્દાદિ વિષયો જેના વડે સંભળાય છે તે શ્રોત્ર અને શ્રોત્રરૂપ ઇન્દ્રિય તે શ્રોત્રેન્દ્રિય. તેનો અર્થ-ગ્રહણ કરવા યોગ્ય (વિષય) તે શ્રોત્રેન્દ્રિયાર્થ અર્થાત્ શબ્દ. એવી રીતે ક્રમશઃ રૂપ, ગંધ, રસ અને સ્પર્શ, ચક્ષુ વગેરે ઇન્દ્રિયોના અર્થોવિષયો છે. મુંડન તે મુંડ–દૂર કરવું, તે બે પ્રકારે છેન્દ્રવ્યથી અને ભાવથી, તેમાં દ્રવ્યથી મસ્તકના કેશનું દૂર કરવું અને ભાવથી તો ઇન્દ્રિયના વિષયમાં પ્રાપ્ત થયેલ રાગ દ્વેષને અથવા કષાયોને ચિત્તથી દૂર કરવા. મુંડનલક્ષણ ધર્મના યોગથી પુરુષ મુંડ કહેવાય છે. શ્રોત્રેન્દ્રિયને વિષે અથવા શ્રોત્રેન્દ્રિય વડે મુંડ, પાવેન વ્રુક્ષ રૂત્યાવિવત્' પગ વડે લંગડો ઇત્યાદિની જેમ, શ્રોત્રેન્દ્રિય મુંડશબ્દ વિષયમાં રાગાદિના ખંડનથી શ્રોત્રેન્દ્રિયાર્થમુંડ, એવી રીતે સર્વત્ર જાણવું. ક્રોધને વિષે મુંડ તે ક્રોધમુંડ, તેનું છેદન કરવાથી, એવી રીતે માન વગેરેને વિષે પણ જાણવું. મસ્તકને વિષે અથવા મસ્તક વડે મુંડ તે શિરોમંડ. [૪૪૩॥
આ મુંડિતપણું બાદ૨ જીવવિશેષોને હોય છે માટે ત્રણ લોકની અપેક્ષાએ બાદ જીવકાયોની પ્રરૂપણા માટે ત્રણ સૂત્ર કહે છે-'અદે' ત્યાવિ॰ સુગમ છે. વિશેષ એ કે-અધોલોક અને ઊર્ધ્વ લોકને વિષે બાદર તેજસ્કાયિક જીવો નથી માટે પાંચ બાદરકાયો કહ્યા, અન્યથા છ હોય. અધોલોકગ્રામોને વિષે જે બાદ તેજસો છે તે અલ્પ હોવાથી તેની (અત્ર) વિવક્ષા કરી નથી અને જે બે ઊર્ધ્વ કપાટ (ચૌદ રાજ લોકપ્રમાણ બે ઊંચા કપાટ) ને વિષે છે તે ઉત્પન્ન થવાવાળા હોવા વડે ઉત્પત્તિના સ્થાનમાં નહિ રહેલ હોવાથી અહિં વિવશ્વા નથી. 'ઓરાન્ત તસ' ત્તિ ત્રસપણું તેઉ તથા વાઉને વિષે પણ પ્રસિદ્ધ છે. એટલે તેનો નિષેધ કરવા વડે દ્વીન્દ્રિયાદિનું ગ્રહણ કરવા માટે ઓરાલા–એકેન્દ્રિયની અપેક્ષાએ સ્થૂલ-મોટા. એક ઇન્દ્રિય-કરણસ્પર્શનલક્ષણ તે એકેન્દ્રિય જાતિનામકર્મના ઉદયથી અને તદાવરણ કર્મના ક્ષયોપશમથી છે જેઓને તે પૃથિવી વગેરે એકેન્દ્રિય જાણવા. એમ
1. જો કે 'યર્ મેપૈસ્તાવાો' તિ ૧-૨-૪૬ આ સિદ્ધહેમવ્યાકરણ સૂત્રથી અહિં વિરોધ નથી તો પણ પાણિનીય સૂત્રના અનુસારે વિરોધાભાસ હોય. પરંતુ ત્યાં પણ અપ્રવૃત્તિ વડે અથવા અરંજનથી વિકૃતિપણું જાણવું માટે જ્યાં વિકૃતિ થાય છે ત્યાં 'યેના વિઝાઃ' એ સૂત્રથી તૃતીયા વિભક્તિ હોય છે.
77