________________
5 सूत्रे ५ स्थानकाध्ययने उद्देशः ३ मुण्डाः पञ्चबादरबादरतेजोबादराचित्तवायवः ४४३ - ४४४
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
પશ્ચિમ દિશાનો વાયુ, દક્ષિણ દિશાનો વાયુ, ઉત્તર દિશાનો વાયુ અને વિદિશાનો વાયુ ૨, પાંચ પ્રકારના અચિત્ત વાયુકાયિકો કહેલા છે, તે આ પ્રમાણે—આક્રાંત એટલે પગ વગેરેના દબાવવાથી થયેલો વાયુ, ક્માત–ધમણ વગેરેથી થયેલ વાયુ, પીડિત તે ભીંજાયેલ વસ્ત્રને નીચોવવાથી થયેલ વાયુ, શરીરાનુગત-શરીરમાં રહેલ ઓડકાર અને શ્વાસાદિરૂપ વાયુ, સમ્પૂચ્છિમ-વીંઝણા વગેરેથી ઉત્પન્ન થયેલ વાયુ. II૪૪૪
(ટી૦) 'પંન્ને' ત્યાર્િ॰ સુગમ છે. વિશેષ એ કે—ફન્ડનાવિન્દ્રો—પરમ ઐશ્વર્યવાન્ હોવાથી ઇંદ્ર-જીવ, સર્વ વિષયની ઉપલબ્ધિ (સાક્ષાત્કાર) અને સર્વ ભોગલક્ષણ ૫૨મ ઐશ્વર્યના યોગથી તે જીવનું લિંગ-ચિહ્ન તે ઇન્દ્રિય, અથવા તે ચિહ્ન વડે જોવાયેલું, સરજાયેલું, સેવાયેલું, અપાયેલું તે ઇન્દ્રિય-શ્રોત્રાદિ પાંચ, તે નામાદિના ભેદથી ચાર પ્રકારે છે. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યેન્દ્રિયના બે ભેદ નિવૃત્તિ અને ઉપકરણેન્દ્રિય. ભાવેન્દ્રિયના બે ભેદ–લબ્ધિઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય. નિવૃત્તિ એટલે આકાર, તે બાહ્ય નિવૃત્તિ અને અત્યંતર નિવૃત્તિ, તેમાં બાહ્ય નિવૃત્તિ (આકાર) અનેક પ્રકારની છે અને અત્યંતર નિવૃત્તિ ક્રમશઃ શ્રોત્રેન્દ્રિયની કદંબ પુષ્પના આકારવાળી, ચક્ષુઇન્દ્રિયની મસૂરના ધાન્ય જેવી, ઘ્રાણેન્દ્રિયની અતિમુક્ત પુષ્પની ચંદ્રિકા જેવી, રસનેંદ્રિયની ક્ષુરપ્ર જેવી અને સ્પર્શનેન્દ્રિયની નાના (વિવિધ) પ્રકારની સંસ્થાનવાળી છે. વિષયને ગ્રહણ ક૨વામાં જે અત્યંતર નિવૃત્તિની શક્તિ તે 'ઉપકરણેન્દ્રિય છે, છેદવા યોગ્ય પદાર્થને છેદવામાં ખડ્ગની ધારા સમાન છે અર્થાત્ ખડ્ગ સમાન અત્યંતર નિવૃત્તિ (આકાર) અને તેની ધારા સમાન ઉપકરણેંદ્રિય છે, જે શક્તિ હણાયે છતે (અત્યંત૨) નિવૃત્તિનો સદ્ભાવ હોતે છતે પણ વિષયને ગ્રહણ કરી શકતી નથી. જે લબ્ધિઇન્દ્રિય છે તે ઇન્દ્રિયના આવરણરૂપ કર્મ-જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ક્ષયોપશમરૂપ છે અને જે ઉપયોગઇન્દ્રિય છે તે સ્વવિષયમાં વ્યાપારરૂપ છે. અહિં વિશેષાવશ્યકની ગાથાઓ નીચે પ્રમાણે છે—
इंदो जीवो सव्वोवलद्धि भोगपरमेसरत्तणओ । सोत्तादिभेदमिंदियमिह तल्लिंगादिभावाओ || १६७॥
तन्नामादि चउद्धा, दव्वं निव्व (व्वि) त्ति ओवकरणं च । आकारो निव्वत्ती, चित्ता बज्झा इमा अंतो ॥। १६८ ।। पुप्फं कलंबुयाए, धन्नमसूराऽत्तिमुत्तचंदो य । होइ खुरु[र (भ)]प्पो नाणागिई य सोइंदियाईणं ।। १६९ ।। विसयग्गहणसमत्थं, उवगरणं इंदियंतरं तं पि । जं नेह तदुवघाए, गिण्हइ निव्वतिभावे वि ।। १७० ।।
[વિશેષાવશ્ય ૨૦૧૩-૧૬ ત્ત]
સર્વ ઉપલબ્ધિ અને સર્વ ભોગના પરમેશ્વરપણાથી ઇન્દ્ર એટલે જીવ કહેવાય છે. તે જીવના લિંગાદિ ભાવથી શ્રોત્રાદિ ભેદે પાંચ પ્રકારની ઇન્દ્રિયો છે. તે ઇન્દ્રિય નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય ઇન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એમ બે પ્રકારે છે. બાહ્ય નિવૃત્તિ તે વિચિત્ર પ્રકારની આકૃતિ છે. અને અંતર નિવૃત્તિ અનુક્રમે કદંબ, પુષ્પ, મસુર, ધાન્ય, અતિમુક્તક પુષ્પના ચાંદલા અથવા ચંદ્ર ક્ષુરપ્ર (અસ્રો) અને વિવિધ પ્રકારના આકારવાળી શ્રોત્રાદિ ઇન્દ્રિયો છે. વિષય ગ્રહણ ક૨વાને સમર્થ ઇન્દ્રિયાંતર તે પણ ઉપકરણેન્દ્રિય કહેવાય છે. કેમકે તેનો ઉપઘાત થવાથી અને નિવૃત્તિના સદ્ભાવે પણ વિષય ગ્રહણ થતું નથી. (૧૬૭–૧૭૦)
लद्भुवओगा भाविंदियं तु लद्धि त्ति जो खओवसमो । होइ तयावरणाणं, तल्लाभे चेव सेसं पि ।। १७१ ।।
[विशेषावश्यक २९९७त्ति]
લબ્ધિ અને ઉપયોગ એ બે ભાવેન્દ્રિય છે. તેમાં ઇન્દ્રિયાવરણીય કર્મનો જે ક્ષયોપશમ તે લબ્ધિ છે. તે લબ્ધિ પ્રાપ્ત થાય તો જ બીજી દ્રવ્યેન્દ્રિય પ્રાપ્ત થાય. (૧૭૧)
વિશેષ એ કેલબ્ધિઇન્દ્રિય પ્રાપ્ત થયા પછી બાહ્ય અત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય પ્રાપ્ત થાય, ત્યાર બાદ ઉપકરણેન્દ્રિય પ્રાપ્ત 1. અંગોપાંગ નામકર્મના ઉદયથી છે. 2. વિશેષ જિજ્ઞાસુએ વિશેષાવશ્યક જોવું.
76