________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः ३ धर्मास्तिकायाद्याः गतयः ४४१-४४२ सूत्रे
પગલાસ્તિકાય અનંત દ્રવ્યો છે, ક્ષેત્રથી લોકપ્રમાણ (ચૌદ રાજ) માત્ર, કાળથી ક્યારે પણ ન હતો એમ નથી યાવતું નિત્ય છે, ભાવથી વર્ણવાળો, ગંધવાળો, રસવાળો અને સ્પર્શવાળો છે, ગુણથી ગ્રહણ ગુણવાળો છે. //૪૪૧//.
પાંચ ગતિ કહેલી છે, તે આ પ્રમાણે–નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને સિદ્ધિગતિ. //૪૪૨// (ટી0) 'રે' ત્યાવિ આ સૂત્રનો આ પ્રમાણે સંબધ છે-અનંતર સૂત્રને વિષે જીવાસ્તિકાયવિશેષો ઋદ્ધિવાળા કહ્યા, અહિં તો અસંખ્યય અને અનંત પ્રદેશલક્ષણ ઋદ્ધિવાળા સમસ્ત અસ્તિકાયો કહેવાય છે, આ સંબંધ વડે આ સૂત્રની વ્યાખ્યા પ્રથમ અધ્યયનની જેમ અનુસરણ કરવા યોગ્ય છે. વિશેષ એ કે-ધમસ્તિકાય વગેરે શા માટે ઉપન્યાસ કરેલ? તે માટે કહેવાય છે કેધર્માસ્તિકાય શબ્દમાં ધર્મરૂપ આદિ પદનું માંગલિકપણું છે. પ્રથમ ધર્માસ્તિકાયનો ઉપન્યાસ છે, વળી ધમસ્તિકાયના પ્રતિપક્ષપણાથી અધર્માસ્તિકાયનો, ત્યાર બાદ ધર્માસ્તિકાયાદિનો આધારભૂત હોવાથી આકાશાસ્તિકાયનો, પુનઃ તેનો આધેયભૂત હોવાથી જીવાસ્તિકાયનો, વળી તેનો સહાયક હોવાથી પુદ્ગલાસ્તિકાયનો ક્રમશઃ ઉપન્યાસ કરેલ છે. હવે ધર્માસ્તિકાયાદિનું સ્વરૂપ ક્રમશઃ કહે છે–'ધમ્મલ્યિાણ' ત્યાદિ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પ્રતિષેધથી 'કવિ' ત્તિ રૂપ-મૂર્તિ અર્થાત્ વર્ણાદિમત્પણું છે જેને તે રૂપી અને જે રૂપી નહિ તે અરૂપી-અમૂર્ત, તથા અજીવ-અચેતન, દરેક ક્ષણે સત્તામાં વ્યાપ્ત હોવાથી શાશ્વત, તે જ સ્વરૂપે નિત્ય હોવાથી અવસ્થિત છે. લોકનું અંશભૂત દ્રવ્ય તે લોકદ્રવ્ય. કહ્યું છે કે—'પંWિકાયમફાં, નામાનિ' [ધ્યાનશ૦ ૧૩] તિ પંચાસ્તિકાયમય લોક અનાદિઅનંત છે.
હવે ઉક્ત સ્વરૂપનો વિસ્તાર કરવા માટે અને અનુક્તના કથન માટે કહે છે કે–સમસત–સંક્ષેપથી પાંચ પ્રકારે છે, વિસ્તારથી તો વિશેષ પ્રકારે પણ થાય. કેવી રીતે? તે કહે છે– તો—દ્રવ્યપણાને આશ્રયીને, ક્ષેત્રત—ક્ષેત્ર (અવગાહના) ને આશ્રયીને એવી રીતે કાળથી અને ભાવથી પુતઃ' કાર્યતઃ અર્થાત્ કાર્યને આશ્રયીને, તેમાં દ્રવ્યથી ધર્માસ્તિકાય એકેક દ્રવ્ય છે, કારણ કે-તથાવિધ એક પરિણામથી એક સંખ્યાનો જ અહિં ભાવ છે. ક્ષેત્રતઃ-લોકના પ્રમાણવાળું તે લોકપ્રમાણઅસંખ્યય પ્રદેશો, તેનું પરિણામ છે જેને તે લોકપ્રમાણ માત્ર. કાલતઃ-ક્યારે પણ ન હતો એમ નહિં ઇત્યાદિ ત્રણ કાળનો નિર્દેશ છે. એ જ વિષય સુખે સમજાય તેથી વ્યતિરેક વડે કહે છે-હતો, હોય છે અને હશે. એવી રીતે ત્રિકાળભાવી હોવાથી ધ્રુવ છે. કાળના એક વિભાગની અપેક્ષાએ જ ધ્રુવપણું ન થાઓ માટે સર્વકાળમાં એમ જ હોવાથી નિયત છે. કાળના અનેક વિભાગોની અપેક્ષાએ જ નિયતપણું ન થાઓ માટે પ્રલયના અભાવથી શાશ્વત છે, એમ સદા ભાવ વડે અક્ષય છે, પર્યાયનો નાશ હોતે છતે પણ અનંતરાયપણાને લઈને અવ્યય છે. એમ દ્રવ્ય અને પર્યાયલક્ષણ ઉભય રૂ૫ વડે અવસ્થિત છે. આ પ્રકારે
ઓઘથી નિત્ય છે. અથવા જે કારણથી આ સૈકાલિક છે એ જ કારણથી અવશ્યભાવીપણાથી આદિત્ય (સુર્ય) ના ઉદયની જેમ ધ્રુવ છે. એક રૂપપણાથી નિયત છે. દરેક ક્ષણે વિદ્યમાનપણાથી શાશ્વત છે. આ કારણથી જ અવયવી દ્રવ્યની અપેક્ષાએ અક્ષય છે અથવા પરિપૂર્ણ હોવાથી અક્ષત છે. અવયવની અપેક્ષાએ અવ્યય છે. નિશ્ચલપણાથી અવસ્થિત છે. તાત્પર્ય એ છે કે નિત્ય છે અથવા ઇન્દ્ર, શક્ર વગેરે શબ્દોની જેમ ધુવાદિ શબ્દો પર્યાયવાચક છે. વિવિધ દેશમાં ઉત્પન્ન થયેલ શિષ્યને જ્ઞાન થવા માટે ઉપન્યાસ કરેલ છે. ગુણથી ગમન-ગતિ, તેનો ગુણ અર્થાત્ ગતિપરિણામને પ્રાપ્ત થયેલ જીવ અને પુદ્ગલોને સહકારી કારણપણાથી મત્સ્યોને જલની જેમ કાર્ય છે જેનું તે ગમન-ગુણ, અથવા ગમનને વિષે ગુણ-ઉપકાર છે જેનાથી તે ગમનગુણ. 'વં વેવ' ઉત્ત. જેમ ધર્માસ્તિકાય કહ્યો એમ અધર્માસ્તિકાય પણ કહેવો. જે ફરક છે તે બતાવે છે કે...'ટાપુને' ઉત્ત અધર્માસ્તિકાય સ્થિતિરૂપ કાર્યને કરે છે અથવા જેનાથી સ્થાન-સ્થિતિને વિષે ઉપકાર થાય છે તે સ્થાન ગુણ. તો IIતોને” ત્યા૦િ લોક અને અલોકરૂપ ઉભય વ્યક્તિનું જે પ્રમાણ-અનંત પ્રદેશો તે જ પરિમાણ છે જેનું તે લોકાલોકપ્રમાણ માત્ર. અવગાહના-જીવ વગેરેને આશ્રયરૂપ ગુણ-કાર્ય છે જેનું અથવા જેનાથી અવગાહનાને વિષે ઉપકાર થાય છે તે અવગાહના ગુણ. કviતારું રગ્બારું' રિંછ અનંત જીવોનું પ્રત્યેકમાં દ્રવ્યપણું હોવાથી અનંત જીવ દ્રવ્યો છે. 'નવી નીવે’ ઉત્ત જીવાસ્તિકાય અમૂર્ત છે તથા ચેતનવાળો છે. ઉપયોગ-સાકાર અને અનાકાર ભેદરૂપ ચૈતન્યગુણધર્મ છે જેનો તે ઉપયોગગુણ.
74.