________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः २ आचार्यातिशेषाः ४३८ सूत्रम् છે તેથી અહિં સાત ભાંગા થાય છે—૧. દૃષ્ટિથી જોતો નથી અને પ્રમાર્જન કરતો નથી, ૨. દૃષ્ટિથી જોતો નથી પણ પ્રમાર્જન કરે છે, ૩. દૃષ્ટિથી જુએ છે પણ પ્રમાર્જન કરતો નથી, ૪. દૃષ્ટિથી 1જુએ છે અને પ્રમાર્જન કરે છે. જે તે દૃષ્ટિથી જોવાય છે અને પ્રમાર્જન કરાય છે (તેમાં ચાર ભાંગા થાય છે) માઠી રીતે જોયેલ અને માઠી રીતે પ્રમાર્જેલ, પ. માઠી રીતે જોયેલ અને સારી રીતે પ્રમાર્જેલ, ૬. સારી રીતે જોયેલ અને માઠી રીતે પ્રમાર્જેલ અને ૭. સારી રીતે જોયેલ અને સારી રીતે પ્રમાર્જેલ આ સાત ભાંગાઓમાં છેલ્લો ભાંગો શુદ્ધ છે. શેષ છ ભાંગામાં સામાચારી નથી. જો સાગારિક જોનાર હોય તો સાત તાલ માત્ર અથવા સાત પગલા ભરવા માત્ર કાળ બહાર રહીને સાગારિક ગયે છતે બન્ને પગને ઝટકાવે. કહ્યું છે કે—અડ્વાાંમિ વાહિં, અ ંતિ મુર્હુત્તાં શેર' [વ્યવહાર ભાષ્ય ૨૨૪ ત્તિ॰] ‘ગૃહસ્થ જનાર હોય તો સ્થવિરો મુહૂર્તમાત્ર બહાર રહે છે’” અહિં મુહૂર્ત શબ્દમાં ‘ક’ શબ્દ અલ્પાર્થવાચક હોવાથી સાત તાલમાન જાણવો. ત્યાર બાદ વસતિમાં પ્રવેશ કરે. કોણ કોના વડે આચાર્યના પાદયુગલનું પ્રમંજન કરે તે કહે છે.
अभिग्गहियस्स असई, तस्सेव रओहरेण अन्नयरो । पाउंछणुन्निएण व, पुंछइ उ अणन भुत्तेणं ॥ १५१ ॥
[ व्यवहार भाष्य २५२६ ति]
કોઈએ અભિગ્રહ લીધેલ હોય કે આચાર્ય પાછા ઉપાશ્રયમાં આવે ત્યારે તેના પાદોનું લંચ્છન મારે કરવું. તે સાધુ જો હોય તો તેણે પ્રમાર્જન કરવું. તે આચાર્યના રજોહરણ વડે અથવા અન્ય મુનિએ નહિં વાપરેલ હોય તેવા રજોહરણ વડે પાદલુંચ્છન કરે અને જો આભિગ્રહિક સાધુ હાજર ન હોય તો બીજા સાધુ, આચાર્યના રજોહરણ વડે અથવા અન્ય મુનિએ નહિં વાપરેલ રજોહરણ વડે પાદપ્રોંચ્છન કરે. (૧૫૧)
વસતિમાં પ્રવેશ કરનારનો વિધિ આ પ્રમાણે→
विपुलाए अपरिभोगे, अत्तणओवासए व बेट्ठस्स । एमेव य भिक्खुस्स वि, नवरं बाहिं चिरयरं तु । । १५२ ।।
[ व्यवहार भाष्य २५२७]
વિશાળ વસતિ છતે નહિ ભોગવેલ સ્થાનને વિષે અને સાંકડી વસતિમાં પોતાના સંસ્તારકના સ્થાનમાં બેઠેલા આચાર્યના
બન્ને પાદ પ્રમાર્જન કરવા યોગ્ય છે. ગણાવચ્છેદક વગેરે બીજાનો પણ આ જ વિધિ છે. ફક્ત અન્ય મુનિ, બહાર ઘણી વખત સુધી રહે છે. (૧૫૨)
એટલો જ આ અતિશય.
આચાર્ય, વિશેષ વખત બહાર ન રહે. જો ઘણો વખત રહે તો ક્યા દોષો લાગે? તે કહે છે— तण्डुभावियस्सा, [सुकुमाराचार्यस्य ] पडिच्छमाणस्स [बहिस्तात्] मुच्छमाईया | खद्धाइयणगिलाणे[प्रचुरद्रवपाने ग्लानत्वे ], सुत्तत्थविराहणा चेव ।।१५३ ।।
[વ્યવહાર માધ્ય ૨૩૩ ત્તિ]
તૃષા અને તાપ વડે પીડાયેલ સુકુમાર આચાર્યને વિશેષ સમય બહાર રહેવાથી મૂર્છા વગેરે થવા પામે, તૃષા વડે ઘણું પાણી પીએ તથા ભોજનનું અજીર્ણ થવાથી ગ્લાન (માંદા) થાય અને ગ્લાનપણાથી આચાર્યનું મૃત્યુ થાય અથવા સૂત્રાર્થની હાનિ થવાથી અજાણ સાધુઓને જ્ઞાનાદિની વિરાધના થાય. (૧૫૩)
શેખ સાધુઓ ઘણો વખત બહાર રહે તો પણ દોષો ન થાય, કેમ કે તેઓએ શ્રમને જીતેલ છે. दसविहवेयावच्चे, सग्गाम बहिं च निच्चवायामो । सीउण्हसहा भिक्खू, ण य हाणी वायणाईया || १५४ ।।
[ व्यवहार भाष्य २५३९-४० इत्येको ऽतिशयः ] દશ પ્રકારના વૈયાવૃત્ત્વ નિમિત્તે જ્યાં રહેલ હોય તે સ્વગ્રામમાં અને અન્ય ગામને વિષે અનેક વખત જવા આવવા 1. આ ચોથા ભાંગાના ચાર અને પ્રથમના ત્રણ મળી સાત ભાંગા છે.
68