________________
५ स्थानकाध्ययने उद्देशः २ आचार्यातिशेषाः ४३८ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વગેરેથી વ્યાયામ થાય છે. વળી સાધુઓ, શીત અને ઉષ્ણને સહન કરનારા હોય છે તેથી તેઓને વાચનાદિકની હાનિ થતી નથી–આ એક અતિશય. (૧૫૪)
ઉપાશ્રયના મધ્યે વડીનીતિ અને લઘુનીતિને બધુંય પરઠવતો થકો, પગ વગેરેમાં થયેલ અશુદ્ધિને વિશુદ્ધ કરાવતો થકો અથવા શૌચભાવ વડે તદન શુદ્ધિને કરાવતો થકો ઉલ્લંઘન કરતો નથી. એક વાર શુદ્ધિ કરાવી તે વિવેચના અને બહુ વાર શુદ્ધિ કરવી તે વિશોધન. કહ્યું છે કે– . सव्वस्स छड्डण विगिचणा उ पुयपादहत्थलग्गस्स । ... फुसण धुवणा विसोहण, स किं च बहुसो य नाणत्तं ॥१५५।। [बृहत्कल्प० ५८१३ इति नातिक्रामति]
હાથ વડે અથવા પાત્ર વડે ગ્રહણ કરીને સર્વથા પરઠવાય તે વિવેચના અને પુત, હાથ અને પગમાં લાગેલ અશુદ્ધિને હાથ વડે ચોળીને અથવા ધોઈને જે સાફ કરવું તે વિશોધના અથવા એક વાર શુદ્ધ કરવું તે વિવેચના અને અનેક વાર શુદ્ધ કરવું તે વિશોધના જાણવી. આ વિવેચના અને વિશોધનાનું નાનાપણું છે. (૧૫૫)
- અહિં ભાવાર્થ આ પ્રમાણે જાણવો–આચાર્ય, ઉત્સર્ગમાર્ગે દોષના સંભવથી વિચારભૂમિ-સ્પંડિલભૂમિએ ન જાય, તે બતાવે છે-આ આચાર્ય શ્રુતવાન-શાસ્ત્રજ્ઞ છે ઇત્યાદિ ગુણથી પ્રથમ રસ્તામાં વ્યાપારીઓ એક વખત વિચારભૂમિ પ્રત્યે જવામાં ઊભા થવું વગેરે વિનયાદિ કરતા હતા, ત્યાર બાદ બીજી વખતે આચાર્યના જવા આવવામાં આળસથી તે વણિકો અભુત્થાનાદિને
કરતા નથી અને પરાડુમખ થાય છે. આ પ્રમાણે જોઈને અન્ય લોકો શંકા પામે કે-જરૂર આ આચાર્ય હમણાં પતિત થયેલ હશે, • કેમ કે વ્યાપારીઓ અભુત્થાનાદિ કરતા નથી, એવી રીતે અન્ય જીવો મિથ્યાત્વને પામે વગેરે દોષો થાય છે. કહ્યું છે કે
सुयवं तवस्सि परिवारवं च वणियंतरावणुट्ठाणे । [अन्तरापणो वीथी] दुट्ठाणनिग्गमंमि य [द्विर्निगमे], हाणी य [विनयस्य] परंमुहाऽवन्नो ।।१५६।। [व्यवहार भाष्य २५४३ त्ति]
' શ્રતવાન, તપસ્વી અને પરિવારવાળા આ આચાર્ય છે, એમ રસ્તામાં પોતાના હાટમાં રહેલ વ્યાપારીઓ એક વખત - જવામાં અવ્યુત્થાનાદિ કરતા હતા, બીજી વખત જવામાં વિનયની હાનિ થવાથી તે લોકો પરામુખ થાય છે અને જરૂર આ ઘણી વખત ખાય છે ઇત્યાદિ અવર્ણવાદ બોલે. (૧૫૬)
गुणवंत जतो वणिया, पूइंतऽन्ने विसन्नया तंमि । पडिओ त्ति अणुट्ठाणे [अनुत्थाने], दुविहनियत्ती अभिमुहाणं ।।१५७।। [व्यवहार भाष्य २५४४ त्ति]
. વ્યાપારીઓ ગુણવાનું અન્ય સાધુઓને પણ પૂજે છે પરંતુ આ આચાર્યનો હમણાં વિનય કરતા નથી માટે આ આચાર્ય પતિત જણાય છે એમ વિચારીને શ્રાવકપણું કે દીક્ષા લેવાને માટે આવેલા ગૃહસ્થો પરાભુખ થાય છે. એવી રીતે બહાર સ્પંડિલભૂમિ જવામાં આચાર્યને દોષ લાગે છે. (૧૫૭)
હેપી લોકોદ્વારા મરણ, બંધન અને તિરસ્કાર વગેરે બીજા દોષો પણ વ્યવહારભાષ્યથી જાણવા. આ બીજો અતિશય.
પ્રમુ–સમર્થ, જો વૈયાવૃત્ય કરવામાં ઇચ્છા-અભિલાષા થાય તો વૈયાવૃજ્ય-ભક્તપાનના ગવેષણ અને ગ્રહણથી સાધુઓને વાસ્તે દેવારૂપ કરે અને જો વૈયાવૃત્ય કરવામાં ઇચ્છા ન થાય તો ન કરે, ભાવાર્થ એ છે કે-આચાર્યને ભિક્ષા માટે ભ્રમણ કરવું કહ્યું નહિ. (૧૫૭) કહ્યું છે કે
उप्पन्ननाणा जह नो अडंति, चोत्तीसबुद्धाइसया जिणिंदा । एवं गणी अट्ठगुणोववेओ, सत्था व नो हिंडइ इड्विमं तु ॥१५८॥
[व्यवहार भाष्य २५७१ त्ति] જેવી રીતે કેવલજ્ઞાન ઉત્પન્ન થયે છતે ચોત્રીશ બુદ્ધ (સર્વજ્ઞ) અતિશયવાળા જિદ્રો ભિક્ષાને અર્થે ફરતા નથી તેવી રીતે અષ્ટગણીસંપદારૂપ ગુણયુક્ત આચાર્ય શાસ્તા-તીર્થકરની માફક કરતા નથી. (૧૫૮)
69