________________
५ स्थानकाध्ययने उद्देशः २ द्रव्यबोधहेतवः निर्ग्रन्थ्यवलम्बादावाज्ञानतिक्रमः ४३६ - ४३७ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
ફેમિ'' અર્થાત્ સર્વાંગથી ગ્રહણ અને દેશમાં હસ્તથી અવલંબન છે, પોતાના આચારને અથવા આજ્ઞાને અતિક્રમતો નથી. સાધ્વીના અભાવમાં ગીતાર્થ, સ્થવિર પણ જેવો તેવો સાધુ નહિ, પશુજાતીય મસ્ત બળદ વગેરે, પક્ષિજાતીય ગીધ વગેરે 'આદાબ્ન' ત્તિ મારે-મારવા આવે ત્યારે ગ્રહણ કરતો થકો કારણિકપણાથી ઉલ્લંઘતો નથી. નિષ્કારપણાને વિષે તો દોષો છે. કહ્યું છે કે—
मिच्छत्तं उड्डाहो, विराहणा फासभावसंबंधो । पडिगमणाई दोसा, भुत्ताभुत्ते य नायव्वा ॥ १३७ ॥
[बृहत्कल्प ० ६१७० निशीथ भाष्य ५९२० त्ति ] સાધ્વીનો કાંટો કાઢનાર સાધુને જોઈને લોકો એમ કહે કે–આ સાધુઓ જેમ બોલે છે તેમ વર્તતા નથી. લોકો મિથ્યાત્વ પામે ઉડ્ડાહ–શાસનની નિંદા થાય, સંયમની વિરાધના થાય, સ્પર્શથી પરસ્પર વિકાર ઉદ્ભવે, પરિણામે ભુક્તભોગીને અને અભુક્તભોગીને પ્રતિગમનાદિ-મૈથુનાદિ દોષો થાય-(૧૩૭) આ એક કારણ.
તથા દુ:ખપૂર્વક જ્યાં જવાય તે દુર્ગ—'તિવિહં ચ હોદ્દ વુાં, વે સાવયનનુHવુાં વ’[વૃદ્ઘ૫૦ ૬૮રૂ ત્તિ]1 - તે ત્રણ પ્રકારે છે. વૃક્ષદુર્ગગાઢ ઝાડી, શ્વાપદદુર્ગ-જ્યાં હિંસક પ્રાણી હોય અને મ્લેચ્છાદિ જ્યાં હોય તે મનુષ્યદુર્ગ, ત્યાં અથવા માર્ગમાં. તથા વિષમ ગર્તા-ખાડો, પાષાણ વગેરેથી વ્યાકુળ પર્વતને વિષે ચાલવાથી સ્ખલના પામતી અથવા જમીન ઉપર પડતી, અથવા—
. भूमीए असंपत्तं, पत्तं वा हत्थजाणुगादीहिं । पक्खुलणं नायव्वं, पवडणं भूमीए गत्तेहिं ॥ १३८ ॥
[ગૃહ૫૦ ૬૨૮૬ તિ] ભૂમિ ઉપર નહિં પડેલ અથવા હાથ અને જાનુથી પડવું તે પ્રસ્ખલન અને સર્વાંગે ભૂમિ ઉપર અથવા ખાડા વગેરેમાં પડવું તે પ્રપતન જાણવું. (૧૩૮)
આવા સંયોગોમાં સાધ્વીને ગ્રહણ કરતો થકો સાધુ આજ્ઞાને ઉલ્લંઘતો નથી-આ બીજું કારણ. જળ સહિત પંક (ચીખલ) અથવા પનક, જેમાં ખૂંચી જવાય તે સેકમાં, પંક–કાદવમાં, પનક-આવતા પાતળા દ્રવ્ય-પ્રવાહી કર્દમમાં અથવા રણની આર્દ્રભૂમિમાં, 'ઝપસંતી' પંક અને પનકને વિષે લપસી જતી અથવા અìહ્યમાનાં—સજલ શંક કે પનકમાં કે ઉદકને વિષે તણાતી થકી સાધ્વીને ગ્રહણ કરતો થકો (સાધુ) આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. અહિં બે ગાથા જણાવે છે—
पंको खलु चिक्खल्लो, आगंतु पतणुओ द्रवो पणओ ।
सोच्चि सजलो सेओ, सीइज्जइ जत्थ दुविहे वि [त्ति ] ॥ १३९ ॥
पंकपणएसु नियमः, ओगसणं वुब्भणं [बुज्झणं] सिया सेए । निमियंमि निमज्जणया, सजले सेए सिया दो वि ॥ १४० ॥
[બૃહ૫૦ ૬૮૮-૮o fત્ત]
પંક એટલે ચિખિલ્લ, આવતો પાતળો દ્રવ્યભૂત કર્દમ તે પનક, વળી તે જે જળ સહિત તે પંક અથવા પનક, જેમાં ખૂંચી જવાય તે સેક કહેવાય છે. (૧૩૯)
પંક અને પનકમાં ચોક્કસ લપસવું થાય છે અને સેકમાં તણાવું થાય છે. માટી વિનાના જામેલ સેકમાં ખૂંચવું થાય છે અને સજળ સેકમાં તણાવું થાય છે—આ ત્રીજું કારણ. (૧૪૦)
નાવ ઉપર 'આરુહમાળે' ત્તિ॰ ચડાવતો થકો, 'ઓરુહમાળે' ત્તિ॰ ઉતારતો થકો આજ્ઞાને ઉલ્લંઘતો નથી–આ ચોથું કારણ. ક્ષિપ્ત-નાશ પામેલ છે રાગ, ભય અને અપમાન વડે ચિત્ત જેણીનું તે ક્ષિક્ષચિત્તવાળી, તેને અવલંબન આપતો થકો સાધુ આજ્ઞાભંગ કરતો નથી. કહ્યું છે કે—
1: ''નિારમિ ગુરુના, તથા વિ આળાવિતો રોસા'' આ ઉત્તરાર્ધ ગાથાવૃત્તિકા૨ે મૂળગ્રંથમાંથી લીધેલ છે. તેનો અર્થ આ પ્રમાણે—કારણ વિના સાધ્વીનું અવલંબન કરતો થકો ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત અને આજ્ઞાભંગાદિ દોષો પામે છે.
65